Video : યુવકે 3 કિલોના બર્ગરને માત્ર ચાર મિનિટમાં ખાઈને બનાવ્યો રેકોર્ડ, વીડિયો જોઈને લોકોના ઉડ્યા હોંશ !

|

Aug 20, 2021 | 4:02 PM

બર્ગરનું નામ સાંભળતા જ ઘણા લોકોના મોઢામાં પાણી આવી ગયુ હશે. પરંતુ જો કોઈ તમને 3 કિલોનું બર્ગર ખાવાનું કહે તો સ્વાભાવિક છે કે તમારા હોશ ઉડી જશે. ત્યારે તાજેતરમાં એક યુવકે 3 કિલોનું બર્ગર માત્ર ચાર મિનિટમાં ખાઈને રેકોર્ડ બનાવ્યો છે.

Video : યુવકે 3 કિલોના બર્ગરને માત્ર ચાર મિનિટમાં ખાઈને બનાવ્યો રેકોર્ડ, વીડિયો જોઈને લોકોના ઉડ્યા હોંશ !
Viral Video

Follow us on

Viral Video : સામાન્ય રીતે જ્યારે પણ લોકોને ભૂખ લાગે, ત્યારે તેઓ દબાવીને ખોરાક લે છે. પરંતુ એવા ઘણા લોકો છે કે જેમને ખોરાક પ્રત્યે અલગ જ લેવલનું જુનૂન હોય છે. ત્યારે તાજેતરમાં એક વ્યક્તિ સમગ્ર વિશ્વમાં ચર્ચામાં આવ્યો છે, જેનું કારણ છે કે તે ખૂબ જ ઓછા સમયમાં ફાસ્ટ ફૂડ (Fast Food) ખાય છે. આ વ્યક્તિ બેકનની 40 સ્લાઈસ, 8.5 પેટીઝ અને ચીઝની 16 સ્લાઈસથી બનેલો 20,000 કેલરીનો બર્ગર 4 મિનિટમાં સરળતાથી ખાઈ શકે છે. આ વીડિયોને જોઈને લોકોનાં હોંશ ઉડી ગયા છે.

હવે જો કોઈ વ્યક્તિ આટલા ઓછા સમયમાં ફાસ્ટ ફૂડ ખાય તો સ્વાભાવિક છે કે તેની ચર્ચાઓ થશે. મેટ નામના વ્યક્તિએ 3 કિલોના બર્ગરને ખાવા માટે લગભગ ચાર મિનિટનો સમય લીધો હતો. આ વીડિયો હાલ સોશિયલ મીડિયા (Social Media) પર ખુબ વાયરલ થઈ રહ્યો છે, ઉલ્લેખનીય છે કે, આટલા મોટા બર્ગરને ખૂબ જ ઓછા સમયમાં ખાવાથી ખરેખર કોઈને પણ આશ્ચર્ય થશે.

હાલ,મેટ (Met) નામના યુવકનો માત્ર ચાર મિનિટમાં બર્ગર ખાતો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. આ વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે મેટ આટલા ઓછા સમયમાં બર્ગરને સરળતાથી ખાઈ રહ્યો છે.

પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં
IPL 2024 વચ્ચે પંડ્યાની ઘરે આવી મોટી ખુશી, કૃણાલને ત્યાં દીકરાનો જન્મ, જુઓ તસવીર

જુઓ વીડિયો

તમને જણાવી દઈએ કે, મેટે 26 જુલાઈના રોજ આ રેકોર્ડ (Record) પોતાના નામે કર્યો હતો. અગાઉ, જે વ્યક્તિના નામે આ રેકોર્ડ નોંધાયો હતો, તેને આ બર્ગર ખાવામાં 7 મિનિટથી વધુ સમય લાગ્યો હતો.

મેટની પોતાની યુટ્યુબ ચેનલ (YouTube Channel) પણ છે, જ્યાં તેને 14 મિલિયનથી વધુ લોકો ફોલો કરે છે. મેટનો આ વીડિયો જોઈને ઘણા લોકો આશ્ચર્યચકિત થઈ રહ્યા છે, જેમાં એક યુઝરે કહ્યું કે, આટલો મોટો બર્ગર કલાકોમાં પણ ખાઈ શકાય નહિ. જ્યારે અન્ય એક યુઝરે (Users) કહ્યું કે, આ માટો બર્ગર (Burger) મેટ આટલા ઓછા સમયમાં કેવી રીતે ખાય છે ?

 

આ પણ વાંચો: Viral Video : ઝાડ પર લટકતા હરણ માટે 6 સિંહો લડ્યા, વીડિયો જોઈ તમે પણ થઈ જશો સ્તબ્ધ !

આ પણ વાંચો: Funny Video : બાળક મેટ્રોમાં જોરજોરથી રડતો હતો, તેની મમ્મીએ થપ્પડ બતાવતાં જ થઈ ગયો ચૂપ, જુઓ મજેદાર Video

Next Article