Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Wedding Invitation: આ તો કંકોત્રી છપાવી કે આધારકાર્ડ ! આમંત્રિતો લગ્નનું કાર્ડ જોઈને અચંબામાં પડી ગયા

Wedding Invitation Ideas: આ આધાર કાર્ડ આમંત્રણ પર લગ્નની વિગતો ઘણી સર્જનાત્મકતા સાથે સેટ કરવામાં આવી છે. આ કાર્ડ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યું છે.

Wedding Invitation: આ તો કંકોત્રી છપાવી કે આધારકાર્ડ ! આમંત્રિતો લગ્નનું કાર્ડ જોઈને અચંબામાં પડી ગયા
Wedding Invitation (PC:SocialMedia)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 09, 2022 | 10:55 AM

Aadhar Card Wedding Invitation: પોતાના લગ્નને ખાસ બનાવવા માટે દરેક વ્યક્તિ ખાસ તૈયારી અને પ્લાનિંગ કરે છે. આવી સ્થિતિમાં સોશિયલ મીડિયા (Social Media) પર અલગ-અલગ લગ્નના કેટલાક વીડિયો અને તસવીરો વાયરલ (Viral Photos)થતા રહે છે. આજકાલ લોકો લગ્નમાં મહેમાનોને આમંત્રણ આપવા માટે એકથી એક ખાસ આમંત્રણો તૈયાર કરે છે. હવે આવું જ એક લગ્નનું કાર્ડ ખૂબ ચર્ચામાં છે.

આ કપલે તેમના લગ્ન માટે આધાર કાર્ડ (Aadhar Card)ની થીમ પર આમંત્રણ તૈયાર કર્યું છે, જે લોકોને ખૂબ પસંદ આવી રહ્યું છે. આ આધાર કાર્ડ આમંત્રણ (Wedding Invitation) પર લગ્નની વિગતો ઘણી સર્જનાત્મકતા સાથે સેટ કરવામાં આવી છે. જે તસવીરમાં તમે જોઈ શકો છો. તેમાં તમે જોઈ શકો છો કે કાર્ડમાં આધાર નંબરની જગ્યાએ લગ્નની તારીખ લખવામાં આવી છે, તેની સાથે બારકોડ પણ આપવામાં આવ્યો છે.

Wedding Invitation

Wedding Invitation (Viral Photo)

આ કાર્ડ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યું છે, તેની સાથે લોકોને આ ક્રિએટિવ આઈડિયા પણ ખૂબ પસંદ આવી રહ્યો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ વ્યક્તિએ માત્ર ડિજિટલ કાર્ડ જ તૈયાર કર્યું હતું.

Navratri: નવરાત્રી દરમિયાન ભૂલથી પણ આ વસ્તુઓ ન ખરીદો, તમારા જીવનમાં ગરીબી છવાઈ જશે!
તુલસીના છોડમાં કીડીઓનું નીકળવું કઈ વાતનો આપે છે સંકેત?
ચૈત્ર નવરાત્રી આજથી શરૂ ! આ 5 રાશિઓનું ભાગ્ય ચમકી ઉઠશે
Plant in pot : ઘરે જ તૈયાર કરો જૈવિક ખાતર, આ રહી સાચી અને સરળ રીત
આજનું રાશિફળ તારીખ : 30-03-2025
શુભમન ગિલે IPLમાં નવો રેકોર્ડ બનાવ્યો

પ્રાપ્ત માહિતી અનુસાર, એવું કહેવામાં આવી રહ્યું છે કે આ કાર્ડ છત્તીસગઢના જશપુર જિલ્લાના ફરસાભર બ્લોકના અંકીરા ગામના રહેવાસી લોહિત સિંહ નામના યુવકનું છે. લોહિત સિંહ અંકીરા ગામમાં જનસેવા કેન્દ્ર ચલાવે છે, જ્યાં લોકોના આધાર કાર્ડ બનાવવામાં આવે છે. આ સાથે લોહિત સિંહ ઈન્ટરનેટ, પ્રિન્ટિંગ, ફોટો કોપી અને વેડિંગ કાર્ડ પ્રિન્ટિંગનું કામ કરે છે.

આ પણ વાંચો: Maharashtra: સંજય રાઉતે વેંકૈયા નાયડુને પત્ર લખ્યો, ઠાકરે સરકારને પછાડવા માટે દબાણ કરવામાં આવી રહ્યું છે, બીજેપી નેતા રામ કદમે કહ્યું ખોટા કામ કરનારા જ ડરે છે

આ પણ વાંચો: British PM Boris Johnson : લોકડાઉન પાર્ટીઓના કારણે રાજીનામું આપવાના દબાણ હેઠળ બ્રિટિશ પીએમ બોરિસ જોન્સને તેમના કેબિનેટમાં ફેરબદલ કર્યો

આ પણ વાંચો: Karnataka Hijab Row: શિવમોગામાં ભગવો ધ્વજ ફરકાવવા પર થયો હંગામો, SPએ કહ્યું પોલ પર ન હતો ત્રિરંગો, ડિગ્રી કોલેજમાં પથ્થરમારો, 3 પર FIR

g clip-path="url(#clip0_868_265)">