Viral: ડીજે પર ગીત સાંભળતા જ વરરાજાએ કર્યો જોરદાર ડાન્સ, સ્ટેપ્સ જોઈ બધા દંગ રહી ગયા

|

Dec 15, 2021 | 7:23 AM

જો ભારતમાં લગ્ન હોય અને ડાન્સ ન હોય એતો બની જ ન શકે. ખાસ કરીને જ્યારે ફુલેકુ નીકળે છે ત્યારે વરરાજાના મિત્રો અને સંબંધીઓ જોરદાર ડાન્સ કરે છે, પરંતુ જ્યારે વરરાજા પણ વરઘોળા સાથે નાચવા લાગે છે ત્યારે વાતાવરણ અલગ જ બની જાય છે. તાજેતરના દિવસોમાં આવો જ એક વીડિયો સામે આવ્યો છે.

Viral: ડીજે પર ગીત સાંભળતા જ વરરાજાએ કર્યો જોરદાર ડાન્સ, સ્ટેપ્સ જોઈ બધા દંગ રહી ગયા
Dulha Dance Video

Follow us on

લગ્નની સિઝન ચાલી રહી છે. ત્યારે વર-કન્યા સહિત લગ્ન સંબંધિત વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ (Dance Viral Videos) થઈ રહ્યા છે. દરરોજ કોઈને કોઈ વીડિયો વાયરલ (Viral Videos) થઈ રહ્યો છે. હાલમાં જ સોશિયલ મીડિયા (Social Media)પર આવો જ એક વીડિયો સામે આવ્યો છે. જેને જોઈને તમે તમારા હસવા પર કાબુ નહીં રાખી શકો. જો ભારતમાં લગ્ન હોય અને ડાન્સ ન હોય તો એ શક્ય જ નથી.

જ્યારે વરઘોળો નીકળે છે ત્યારે વરરાજાના મિત્રો અને સંબંધીઓ જોરદાર ડાન્સ કરે છે, પરંતુ જ્યારે વરરાજા પણ વરઘોડા સાથે નાચવા લાગે છે ત્યારે વાતાવરણ અલગ જ બની જાય છે. સોશિયલ મીડિયા પર એક વીડિયો (Dulha Dance Video) વાયરલ થઈ રહ્યો છે, જેમાં વરરાજા વરઘોડાની પરવા કર્યા વિના જોરદાર ડાન્સ (Viral Videos) કરતો જોવા મળે છે.

ટ્રમ્પના કેન્ડલ લાઇટ ડિનરમાં Ivanka Trump નો ગ્લેમરસ લુક આવ્યો સામે, જુઓ ફોટા
Astrological advice : કયા દિવસે દારૂ પીવો સારો છે? જાણી લો
IPLનો સૌથી મોંઘો કેપ્ટન, એક મેચની કમાણી 1.92 કરોડ રૂપિયા
જો નાગા સાધુ તમારા ઘરે ભિક્ષા માંગવા આવે તો શું કરવું?
ભોજપુરી એક્ટ્રેસ મોનાલિસાની આ તસવીરો જોઈને ચાહકો થયા ઘાયલ
અમદાવાદના Coldplay કોન્સર્ટની લાઇવ સ્ટ્રીમ ક્યાં જોઈ શકશો, જાણો

વીડિયોમાં જોઈને લાગે છે કે વરરાજા વરઘોડો લઈને છોકરીના ઘરે પહોંચી ગયો છે. જાનૈયાઓ વરની પાછળ છે અને વરરાજા આગળ છે, પરંતુ પછી અચાનક ડીજે પર કંઈક વાગે છે, જે સાંભળીને વરરાજા પોતાને રોકી શકતો નથી અને નાચવા લાગે છે. તેના દરેક સ્ટેપ્સ અદ્ભુત છે. વરરાજાની આ સ્ટાઈલ જોઈને અન્ય લોકો પણ તેની સાથે ડાન્સ કરવા લાગે છે.

વાયરલ થઈ રહેલા વીડિયો(Funny Viral Videos)માં તમે જોઈ શકો છો કે વરરાજા તેની દુલ્હનને વરઘોળા સાથે લેવા તેના ઘરે પહોંચે છે. એક તરફ જ્યાં વરરાજાની પાછળ બધા જાનૈયા દેખાય છે જ્યારે વરરાજા બધાની સામે ઉભો જોવા મળે છે, પરંતુ ત્યાં અચાનક ગીત ‘તેરે ઘર આયા, મેં આયા તુઝકો લેને’ વાગવા લાગે છે. જે પછી વરરાજા ‘ડાન્સ પર ચાન્સ’ મારતો રહે છે અને એવું પરફોર્મન્સ આપે છે. જેને જોઈને લાગે છે કે વરરાજાએ આ ગીત પર ડાન્સની ટ્રેનિંગ લીધી છે.

વીડિયોમાં સૌથી નવાઈની વાત એ છે કે તમામ જાનૈયા જોઈ રહ્યા છે, જ્યારે છોકરો પોતે ડાન્સ પર ચાન્સ લેવા લાગે છે. 30 સેકન્ડનો આ વીડિયો અત્યાર સુધીમાં લગભગ 4000 વખત જોવામાં આવ્યો છે. તેને ખૂબ જ ઉત્સાહ સાથે શેર કરવા ઉપરાંત લોકો તેના પર કોમેન્ટ પણ કરી રહ્યા છે.

વીડિયો પર કોમેન્ટ કરતાં એક યુઝરે લખ્યું, ‘ભાઈસાહેબ! વરરાજાએ મહેફિલમાં જમાવી દીધી.’ જ્યારે અન્ય એક યુઝરે લખ્યું, ‘તેણે લગ્ન પહેલા આ ડાન્સ ચોક્કસ શીખ્યો હશે.’ આ સિવાય અન્ય યુઝર્સ વીડિયોના કોમેન્ટ સેક્શનમાં હાર્ટ ઈમોટિકન્સ છોડી રહ્યા છે.

આ પણ વાંચો: Viral Video: પોતાના નાના ભાઈ-બહેનની મદદ કરતા બાળકે બધાનું મન મોહી લીધું, જૂઓ વીડિયો

આ પણ વાંચો: Mandi: બનાસકાંઠાના ડીસા APMCમાં મગફળીના મહત્તમ ભાવ રૂપિયા 6260 રહ્યા, જાણો જુદા-જુદા પાકના ભાવ

Next Article