કૂતરાનો અદભુત પ્રેમ! રિક્ષા પાછળ 5 કિલોમીટર સુધી ભાગતો રહ્યો કૂતરો, કારણ જાણી ચોંકી ગયા લોકો

|

Jul 02, 2022 | 9:16 PM

Viral Video : પ્રાણીઓમાં વફાદારી વાત આવે તો સૌથી વધુ ચર્ચા કૂતરા વિશે જ થાય. કૂતરાઓની માણસો પ્રત્યેની વફાદારીના અનેક કિસ્સાઓ આપણે સાંભળ્યા જ છે. હાલમાં એવા જ એક કિસ્સાનો વીડિયો વાયરલ થયો છે.

કૂતરાનો અદભુત પ્રેમ! રિક્ષા પાછળ 5 કિલોમીટર સુધી ભાગતો રહ્યો કૂતરો, કારણ જાણી ચોંકી ગયા લોકો
વાયરલ વીડિયો
Image Credit source: twitter

Follow us on

દુનિયામાં અનેક લોકો એવા હોય છે, જેને કૂતરા પાળવા પસંદ હોય છે. કૂતરા (Dog) પાળવા પાછળ દરેકના અલગ-અલગ કારણ હોય છે. કોઈ કૂતરા પ્રત્યેના પ્રેમને કારણે, કોઈ એકલતા દૂર કરવા અને કોઈ સુરક્ષાને કારણે કૂતરા પાળતા હોય છે. કૂતરાની વફાદારીના ગુણને કારણે પણ તે સૌથી વધારે પાળતુ પ્રાણી તરીકે પસંદ કરવામાં આવે છે. સોશિયલ મીડિયા પર કૂતરાઓના વીડિયોને ખૂબ પસંદ કરવામાં આવે છે. પ્રાણીઓમાં વફાદારીની વાત આવે તો સૌથી વધુ ચર્ચા કૂતરા વિશે જ થાય. કૂતરાઓની માણસો પ્રત્યેની વફાદારીના અનેક કિસ્સાઓ આપણે સાંભળ્યા જ છે. હાલમાં એવા જ એક કિસ્સાનો વીડિયો વાયરલ (Viral Video) થયો છે. ટ્વિટર પર શેયર કરવામાં આવેલા આ વીડિયોમાં એક કૂતરો રિક્ષાનો પીછો કરતો જોઈ શકાય છે.

કૂતરા પાળેલા ના હોય તો પણ તેઓ વફાદારી રાખે છે. તમે ગલીના કૂતરાઓને કોઈવાર વ્હાલ કર્યુ હોય કે પછી જમવાનું આપ્યુ હોય તો પણ તે તમને યાદ રાખશે અને જરુરતના સમયે વફાદારી બતાવશે. વફાદારીને કારણે તે સૌથી વધારે જાણીતા છે.

આ પણ વાંચો

આ રહ્યો એ વાયરલ વીડિયો

 

આ વીડિયો ટ્વીટર પર એક યુઝર દ્વારા શેયર કરવામાં આવ્યો છે. વીડિયોના કેપ્શન પરથી જાણવા મળ્યુ છે કે આ વીડિયો આગ્રાનો છે. આ વીડિયોના કેપ્શનમાં લખવામાં આવ્યું છે કે આગ્રામાં રહેતા ભાડૂતો તેમનું ઘર શિફ્ટ કરવા જઈ રહ્યા હતા. તેમના પ્રત્યેના પ્રેમને કારણે તે આ ભાડૂતોના દૂર જવાનું દુ:ખ સહન નથી કરી શકતો એટલે જ તે રીક્ષામાં પાછળ દોડે છે.

5 કિલોમીટર સુધી ભાગ્યો કૂતરો

આ શેરી કૂતરો કોઈપણ સંજોગોમાં તેના મિત્રોથી દૂર રહી શક્યો નહીં. તેથી તેમને રોકવા માટે તેણે પોતાનો જીવ જોખમમાં મુક્યો અને 5 કિલોમીટર સુધી તેની રિક્ષાની પાછળ દોડતો રહ્યો. એવું કહેવાય રહ્યુ છે કે આ પરિવાર આ કૂતરાને રોજ ખવડાવતો હશે, જેના કારણે કૂતરોને તેમના પ્રત્યે વફાદારી રાખે છે. આ વીડિયો જોઈને ઘણા યુઝર્સ ઈમોશનલ થઈ ગયા હતા. લોકોએ તે કૂતરાની પ્રશંસા પણ કરી રહ્યા છે.

Next Article