Viral: કૂતરાએ લાકડી વડે યુવતીની કરી ધોલાઈ, વાયરલ વીડિયો જોઈ હસવું નહીં રોકી શકો

સોશિયલ મીડિયા પર આજકાલ હજારો ફની વીડિયો વાયરલ થઈ રહ્યા છે. હાલ એક કૂતરાનો વીડિયો સામે આવ્યો છે, જેને જોઈને બધા આશ્ચર્યચકિત થઈ ગયા છે, સાથે જ લોકો વીડિયોની મજાક પણ ઉડાવી રહ્યા છે.

Viral: કૂતરાએ લાકડી વડે યુવતીની કરી ધોલાઈ, વાયરલ વીડિયો જોઈ હસવું નહીં રોકી શકો
Dog Viral Video (instagram video screenshot)
| Edited By: | Updated on: Jan 22, 2022 | 12:52 PM

સોશિયલ મીડિયા પર ઘણીવાર કૂતરા અને બિલાડી (Dog and Cat Video)ના વીડિયો વાયરલ થતા હોય છે, જેમાંથી કેટલાક ખૂબ જ ફની હોય છે, એટલે કે તે લોકોને હસાવવાનું કામ કરે છે. સાથે જ કેટલાક વીડિયો જોયા બાદ લોકોની આંખોમાં પણ આંસુ આવી જાય છે. ખાસ કરીને જો આપણે કૂતરા વિશે વાત કરીએ, તો તે વિશ્વના સૌથી બુદ્ધિશાળી પ્રાણીઓમાંના એક માનવામાં આવે છે અને વફાદાર પણ છે. આ જ કારણ છે કે વિશ્વમાં જે પ્રાણીને લોકો સૌથી વધુ પાળે છે તે એક કૂતરો છે. તેમને જે પણ શીખવવામાં આવે છે, તેઓ ઝડપથી શીખે છે. ઉઠવાનું હોય કે બેસવાનું હોય કે રમવાનું હોય, તેમને ફક્ત 1-2 વાર કહો કે કેવી રીતે કરવું, તેઓ તરત જ તેની નકલ કરે છે. હવે એક કૂતરાનો ફની વીડિયો (Dog Funny Video)સામે આવ્યો છે, જે ખૂબ જ ફની છે.

ઘણીવાર ઘરમાં બાળકો આવી ભૂલો કરે છે, જેને જોઈને માતાને ખૂબ ગુસ્સો આવે છે અને તેઓ મારવા લાગે છે. પણ શું તમે ક્યારેય કૂતરાને માતાની જેમ લાકડી વડે મારતા જોયા છે? જો તમે ન જોયો હોય તો આ વાયરલ વીડિયો જરૂર જોવો, જેમાં એક કૂતરાએ છોકરીને જોરથી માર માર્યો હતો. હા, જો તમને વિશ્વાસ ન આવતો હોય તો તમે આ વીડિયો જોઈ શકો છો.

વીડિયોમાં જોઈ શકાય છે કે રૂમમાં એક છોકરી હાજર છે અને તે સોફા પર બેઠેલા કૂતરાનો વીડિયો બનાવી રહી છે. ત્યાં હાજર એક લાકડીને દાંત વડે પકડીને છોકરીને કૂતરો મારતો જોઈને તમને નવાઈ લાગશે. કૂતરાને જોયા પછી તમને પણ કંઈક એવું લાગશે કે તે તેને માતાની જેમ મારતો હોય છે. છોકરી પણ હસી રહી છે અને મોબાઈલ કેમેરામાં કૂતરાનો વીડિયો બનાવી રહી છે.

કૂતરાનો આ વીડિયો દરેકને ખૂબ જ આકર્ષક છે, લોકો તેમની લાઈક્સ અને કોમેન્ટ્સ દ્વારા ઘણો પ્રેમ વરસાવી રહ્યા છે. આ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ (Instagram Reels) પર શેર કરવામાં આવ્યો છે. તમે doglovetreats નામના એકાઉન્ટ પર આ વીડિયો જોઈ શકો છો. વીડિયોને શેર કરતાં પેજના એડમિને કેપ્શનમાં લખ્યું છે- Die Die Die…’

આ પણ વાંચો: Viral: દુનિયાનો સૌથી અનોખો જૂગાડ, શખ્સે સાઈકલ સાથે કંઈક એવું કર્યું કે બની ગયો વિશ્વ રેકોર્ડ

આ પણ વાંચો: Viral: શખ્સે મગર સાથે કર્યો હૃદય હચમચાવી નાખે તેવો સ્ટંટ, યુઝર્સે મગર પર દયા ખાતા કહ્યું ‘એને છોડી દો’