Smoking Crow: તમે ઘણીવાર જોયું હશે કે બે સિગારેટ પીતા લોકો ખૂબ જ ઝડપથી મિત્રો બની જાય છે. પરંતુ શું તમે ક્યારેય સાંભળ્યું છે કે, સિગારેટના કારણે કાગડો અને માણસ વચ્ચે મિત્રતા થાય છે. ઈંગ્લેન્ડના એક માણસની કાગડા સાથે મિત્રતા થઈ ગઈ. કારણ કે કાગડો સિગારેટ (Smoking Crow) પણ પીતો હતો.
મીડિયાના રિપોર્ટ મુજબ વર્ષ 2020માં કોરોના વાયરસના કારણે સમગ્ર વિશ્વમાં લોકડાઉન હતું. આ દરમિયાન ઈંગ્લેન્ડના ઈસ્ટ સસેક્સના રહેવાસી પીટ પોતાનો મોટાભાગનો સમય પોતાના બગીચામાં વિતાવતા હતા. પીટ વારંવાર સિગારેટ પીતો હતો. પીટે જણાવ્યું કે, એકવાર તે સિગારેટ પી રહ્યો હતો, ત્યારે એક કાગડો ત્યાં આવ્યો અને તેની સાથે સિગારેટની મજા લેવા લાગ્યો.
પીટે જણાવ્યું કે, જ્યારે કાગડાએ પહેલીવાર તેની સિગારેટનો સ્વાદ ચાખ્યો, ત્યારબાદ તેને સિગારેટની લત લાગી ગઈ હતી. આ પછી તે દરરોજ તેની પાસે આવવા લાગ્યો અને બંને સાથે સિગારેટની મજા માણતા હતા. પીટે આ કાગડાને પોતાનો મિત્ર બનાવ્યો હતો અને તેનું નામ ક્રેગ રાખ્યું હતું. પીટ કહે છે કે ઘણી વખત ક્રેગ તેના મોંમાંથી સિગારેટ છીનવી લેતો હતો અને પીવા લાગતો હતો. આ બંનેની મિત્રતા ઘણા મહિનાઓ સુધી ચાલી હતી.
From inspiration to Bad Bird Kink collection #NFT #NFTProjects #NFTdrop #NFTGANG #nftart #NFTcollection #NFTCommunity #NFTGiveaways pic.twitter.com/ldcOXqtTp6
— CryptoCraig (@IamCryptoCraig) April 19, 2022
જો કે છેલ્લા કેટલાક મહિનાઓથી ક્રેગે પીટના બગીચામાં જવાનું બંધ કરી દીધું છે. પીટે કહ્યું કે હવે તેને ડર છે કે વધુ પડતી સિગારેટ પીવાના કારણે તેનું મૃત્યુ ન થઈ જાય. ગયા વર્ષે ઓક્ટોબરથી તેણે કાગડાને જોયો નથી. પીટે જણાવ્યું કે, તેણે પોતાના અનોખા સ્મોકિંગ પાર્ટનર સાથે 6 હજારથી વધુ તસવીરો ખેંચી છે. આ પછી આ તસવીરો ક્રેગના નામના ટ્વિટર પર શેયર કરવામાં આવી છે.
પીટે તેના સ્મોકિંગ પાર્ટનર સાથે લગભગ છ હજાર તસવીરો ખેંચી છે. તેણે તે બધાને NFT આર્ટવર્કમાં રૂપાંતરિત કર્યા અને ચિત્રો તેના ક્રેગ નામના ટ્વિટર પર શેયર કર્યા. હવે જ્યારે ક્રેગ પીટના ઘરે નથી આવી રહ્યો, ત્યારે તેને ક્રેગની ચિંતા છે. તેણે કહ્યું કે, એવું કેમ લાગે છે કે ક્રેગ હવે દુનિયામાં નથી. કદાચ તેનું મૃત્યુ ધૂમ્રપાનને કારણે થયું હતું. પીટ સિવાય તેના બંને બાળકો પણ ક્રેગને ખૂબ મિસ કરે છે.
Non-fungible token (NFT) સૌપ્રથમ 2014માં લોકોની નજરમાં આવ્યું હતું. NFTએ એક અલગ પ્રકારનો અપરિવર્તનશીલ ડેટા છે. જે વાસ્તવિક દુનિયામાં પણ થાય છે. આમાં લોકો ક્રિપ્ટોકરન્સીનો ઉપયોગ કરીને મૂળ નકલ ડિજિટલ આર્ટ ખરીદે છે અને વેચે છે. દરેક ડિજિટલ આર્ટનો એક યુનિક કોડ હોય છે.
વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો-
આ પણ વાંચો: Viral Video : રીંછે કેમેરામાં રેકોર્ડ કર્યો પોતાનો જ વીડિયો, લોકો જોઇને બોલ્યા ‘આ રીંછ તો સ્માર્ટ નીકળ્યુ’