Video : પુલ પર ટર્નિંગ વખતે જ નદીમાં ખાબકી કાર, વીડિયોમાં જુઓ દિલધડક દ્રશ્યો !

ઘણી વખત ડ્રાઈવરો (Driver) એવી ભુલ કરે છે કે જેના કારણે તેનો જીવ જોખમમાં મુકાઈ જતો હોય છે, ત્યારે તાજેતરમાં સોશિયલ મીડિયા પર આવો જ એક વીડિયો વાયરલ (Viral video) થઈ રહ્યો છે, જે જોઈને તમારા હોંશ ઉડી જશે.

Video : પુલ પર ટર્નિંગ વખતે જ નદીમાં ખાબકી કાર, વીડિયોમાં જુઓ દિલધડક દ્રશ્યો !
The car swerved into the river as it turned on the bridge
| Edited By: | Updated on: Sep 02, 2021 | 11:09 AM

Viral Video : સોશિયલ મીડિયા પર અવાર નવાર કેટલાક વીડિયો વાયરલ થતા હોય છે, જેમાં કેટલાક વીડિયો જોઈને ઘણુ આશ્વર્ય થતુ હોય છે, ત્યારે તાજેતરમાં સોશિયલ મીડિયા પર આવો જ એક વીડિયો ખુબ વાયરલ (Viral Video) થઈ રહ્યો છે, જે જોઈને લોકો શિખાઉ ડ્રાઈવરને પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે.

સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં જોઈ શકાય છે કે બ્રિજ પર સફેદ રંગની કાર (White Car) આવી રહી છે, જેમાં આગળ વધતી વખતે ડ્રાઈવર વાહનના સ્ટિયરિંગને વધારે પડતું ફેરવે છે. જેના કારણે કાર સીધી નીચે પાણીમાં પડી જાય છે. તે જ સમયે, પુલ પરથી પસાર થતા લોકો ડ્રાઈવરની આ ક્રિયા જોઈને સ્તબ્ધ થઈ જાય છે. આ વીડિયો સોશિયલ મીડિયા (Social Media) પર ખૂબ જ શેર કરવામાં આવી રહ્યો છે.

જુઓ વીડિયો

વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે

આ વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે. લોકો વીડિયો (Users) એકબીજા સાથે શેર કરી રહ્યા છે અને તેના પર વિવિધ પ્રકારની પ્રતિક્રિયાઓ આપતા જોવા મળી રહ્યા છે. જેમાં યુઝર્સ લખ્યું કે, “આજુબાજુ કંઈ જોયુ નહી અને કારને નદીમાં ડુબાડી દીધી” જ્યારે અન્ય એક યુઝર્સ લખ્યુ કે, “ડ્રાઈવર જે રીતે ડ્રાઈવ (Drive) કરી રહ્યો હતો તે જોઈને એવું લાગે છે કે તે નાદાન હશે.” જોકે કાર પાણીમાં પડી જતાં ઘણા લોકોએ ડ્રાઈવરને બહાર કાઢવા જહેમત કરી હતી.

તમને જણાવી દઈએ કે આ વીડિયો kamboj_firm નામના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી શેર કરવામાં આવ્યો છે. આ વીડિયોને અત્યાર સુધીમાં 2.80 લાખથી વધુ વખત જોવામાં આવ્યો છે. સોશિયલ મીડિયા પર આ વીડિયો (Video) ખુબ વાયરલ થઈ રહ્યો છે.

 

આ પણ વાંચો: ગાયને ન્હાવાનું મન થતા સ્વિમિંગ પૂલમાં લગાવી ડુબકી ! પછી જે થયુ એ જોઈને તમને પણ આશ્વર્ય થશે

આ પણ વાંચો: Viral Video: જો તમે પણ જરૂરિયાતથી વધુ વર્કઆઉટ કરો છો તો આ વિડીયો જોઈને રૂંવાટા ઉભા થઇ જશે