Viral Video: ચાલતી કાર પર અચાનક પડી વીજળી, કારમાંથી નીકળ્યો ધૂમાડો તો મદદ માટે આવ્યા અનેક લોકો

Shocking Video : હાલમાં સોશિયલ મીડિયા પર વરસાદને લગતો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો જોઈ સોશિયલ મીડિયા યુઝર્સ દંગ રહી ગયા છે. આ વીડિયોમાં દેખાતા દ્રશ્યો જોઈ તમે પણ ચોંકી જશો.

Viral Video: ચાલતી કાર પર અચાનક પડી વીજળી, કારમાંથી નીકળ્યો ધૂમાડો તો મદદ માટે આવ્યા અનેક લોકો
Terrifying Viral video
| Edited By: | Updated on: Mar 25, 2023 | 9:45 PM

ગુજરાતમાં હાલમાં ઉનાળાની ઋતુમાં પણ કરા સાથે વરસાદ પડી રહ્યો છે. આધુનિક સમયમાં ગ્લોબલ વોર્મિગને કારણે વાતાવરણ પર ખરાબ અસર પડી છે, જેને કારણે કુદરતી આફતોનો પણ સામનો કરવો પડી રહ્યો છે. હાલમાં સોશિયલ મીડિયા પર વરસાદને લગતો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો જોઈ સોશિયલ મીડિયા યુઝર્સ દંગ રહી ગયા છે. આ વીડિયોમાં દેખાતા દ્રશ્યો જોઈ તમે પણ ચોંકી જશો.

વાયરલ થઈ રહેલા વીડિયોમાં એક શહેરના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. વીડિયોમાં જોઈ શકાય છે કે શહેરમાં વરસાદ પડી રહ્યો છે. આકાશમાં કાળા વાદળો સાથે વાવાઝોડા જેવી સ્થિતિ સર્જાઈ છે. તેવામાં અચાનક એક ચાલતી કાર પર વીજળી પડે છે. વીજળીના ભયાનક અવાજથી સૌ કોઈ ચોંકી જાય છે. ચાલતી કારમાંથી ધૂમાડો નીકળવા લાગે છે, જેને કારણે કાર ચાલક કારને રોકી દે છે. કાર ચાલકની મદદ માટે આસપાસના લોકો ભેગા થયેલા જોવા મળે છે. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ નથી થતી. આ વીડિયો કઈ જગ્યાનો છે તે જાણવા નથી મળ્યુ, પણ આ વીડિયો જોઈ સૌ કોઈ દંગ રહી ગયા છે.

આ રહ્યો એ વાયરલ વીડિયો

 

આ પણ વાંચો : Viral Video : નશામાં ધૂત વ્યક્તિ અને ત્રણ વાંદરાઓ વચ્ચે થઈ જોરદાર બબાલ, Video જોઈ યુઝર્સ હસી હસીને થયા લોટપોટ

આ વાયરલ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પરથી શેયર કરવામાં આવ્યો છે. સોશિયલ મીડિયા પર આ વીડિયો ભારે વાયરલ થઈ રહ્યો છે. સોશિયલ મીડિયા યુઝર્સ આ વીડિયોને ખુબ પસંદ કરી રહ્યા છે. સોશિયલ મીડિયા યુઝર્સ આ વીડિયોને શેયર કરવાની સાથે સાથે તેના પર પોતાની પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે.

એક સોશિયલ મીડિયા યુઝરે આ વીડિયો પર પ્રતિક્રિયા આપતા લખ્યુ છે કે,બાપ રે બાપ. બીજા સોશિયલ મીડિયા યુઝરે પ્રતિક્રિયા આપતા લખ્યુ છે કે, આ દ્રશ્યો ખરેખર જોરદાર છે. અન્ય એક સોશિયલ મીડિયા યુઝરે પ્રતિક્રિયા આપતા લખ્યુ છે કે, ભગવાની કૃપાથી બચી ગયો.આવી અનેક પ્રતિક્રિયા આ વીડિયો પર જોવા મળી હતી.

આ પણ વાંચો:  Viral Video : બજારમાં ભેંસ બની અંડરટેકર, લોકોને ઉઠાવી ઉઠાવીને પછાડયા