શિક્ષક કે પંડિત ? મંત્રના ટોનથી ગણિત ભણાવતા શિક્ષકનો વીડિયો થયો વાયરલ, યુઝર્સ કહ્યુ ‘ ફેમિલીના પ્રેશરમાં શિક્ષક બની ગયા કે……’

આ દિવસોમાં સોશિયલ મીડિયા પર એક શિક્ષકનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં તેઓ બાળકોને મંત્રના ઉચ્ચારણ કરતા હોય તે રીતે ભણાવતા જોવા મળી રહ્યા છે.

શિક્ષક કે પંડિત ?  મંત્રના ટોનથી ગણિત ભણાવતા શિક્ષકનો વીડિયો થયો વાયરલ, યુઝર્સ કહ્યુ  ફેમિલીના પ્રેશરમાં શિક્ષક બની ગયા કે......
Teacher video goes viral
| Edited By: | Updated on: Nov 29, 2021 | 8:16 AM

Funny video :  દરેક શિક્ષકની પોતાના વિદ્યાર્થીને શીખવવાની અલગ-અલગ રીત હોય છે, જેથી તે પોતાના વિદ્યાર્થીને સારી રીતે સમજાવી શકે, પરંતુ કેટલીકવાર શિક્ષકો(Teacher)  પોતાના વિદ્યાર્થીઓને ભણાવવા માટે એવી રીત અજમાવતા હોય છે, જેને જોઈને લોકો હસવા લાગે છે. આ દિવસોમાં આવો જ એક વીડિયો સોશિયલ મીડિયા (Social Media) પર ખુબ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો જોઈને તમે પણ કહેશો, ‘બાળકોને પોતાની મરજીથી કરિયર (Career) પસંદ કરવું જોઈએ, નહીં તો કંઈક આવું જ થાય.’

શિક્ષકનો ભણાવવાનો અલગ અંદાજ

આ દિવસોમાં જે વીડિયો વાયરલ થઈ રહ્યો છે તેમાં એક શિક્ષક પોતાના બાળકોને ગણિતના સૂત્રો શીખવી રહ્યા છે જાણે લગ્નની વિધિ ચાલી રહી હોય અને પંડિતજી મંત્રો પાઠ કરી રહ્યા હોય.આ શિક્ષકનો ભણાવવાનો અલગ અંદાજ હાલ ઈન્ટરનેટ પર છવાઈ ગયો છે.આ વીડિયો જોઈને કેટલાક યુઝર્સ કહ્યુ કે,”આ વ્યક્તિ ફેમિલી પ્રેશરમાં શિક્ષક બની ગયો લાગે છે.”

જુઓ વીડિયો

 

યુઝર્સ રમુજી પ્રતિક્રિયા આપી રહ્યા છે

વાયરલ થઈ રહેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક ક્લાસ ચાલી રહ્યો છે. શિક્ષક બ્લેક-બોર્ડ પર બાળકોને ગણિતના(Mathematics)  કેટલાક સૂત્રો શીખવી રહ્યા છે અને બાળકો પણ ઉત્સાહથી તેમના શિક્ષકને અનુસરે છે. પરંતુ તે જે રીતે બાળકોને શીખવે છે તે જોઈને લાગે છે કે પંડિતજી કોઈ મંત્રનો પાઠ કરી રહ્યા હોય ! આ વીડિયો ઈન્સ્ટાગ્રામ પરથી kota_the.dream.city નામના એકાઉન્ટ પરથી શેર કરવામાં આવ્યો છે.

યુઝર્સને શિક્ષકનો આ અંદાજ ખુબ પસંદ આવી રહ્યો છે.આ વીડિયોને અત્યાર સુધીમાં 21 હજારથી વધુ વ્યુઝ મળી ચૂક્યા છે.યુઝર્સ આ વીડિયો પર રમુજી પ્રતિક્રિયા આપતા જોવા મળી રહ્યા છે. એક યુઝરે લખ્યુ કે, તમારે પંડિત બનવાનુ હતુ..તમે તો શિક્ષક બની ગયા…જ્યારે અન્ય એક યુઝરે લખ્યુ કે, પહેલીવાર પંડિતના રૂપમાં એક શિક્ષકને જોયા.

 

આ પણ વાંચો : Viral : જ્વાળામુખી ફાટવાનો અદ્ભુત નજારો કેમેરામાં થયો કેદ, શોકિંગ વીડિયો જોઈ યુઝર્સે કહ્યું ‘હિંમત હોય તો જ જુઓ’