AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral : જ્વાળામુખી ફાટવાનો અદ્ભુત નજારો કેમેરામાં થયો કેદ, શોકિંગ વીડિયો જોઈ યુઝર્સે કહ્યું ‘હિંમત હોય તો જ જુઓ’

આ વીડિયોમાં તમે જોઈ શકો છો કે જ્વાળામુખીનો એક મોટો ભાગ અચાનક પડી જાય છે, જેમાં ભયાનક લાવા અને ધુમાડો નીકળતો જોવા મળી રહ્યો છે.

Viral : જ્વાળામુખી ફાટવાનો અદ્ભુત નજારો કેમેરામાં થયો કેદ, શોકિંગ વીડિયો જોઈ યુઝર્સે કહ્યું 'હિંમત હોય તો જ જુઓ'
Volcano
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 28, 2021 | 7:24 PM
Share

Viral Video: આ પૃથ્વી પર અનેક અજીબોગરીબ ઘટનાઓ બને છે, જે ચોંકાવનારી હોય છે. જ્વાળામુખી (Volcano) વિશે તમે સાંભળ્યું જ હશે. આ દુનિયામાં હજારો જ્વાળામુખી છે, જેમાંથી કેટલાક સક્રિય છે અને કેટલાક નિષ્ક્રિય છે. જો કે નિષ્ક્રિય જ્વાળામુખીથી કોઈ ખતરો નથી, જ્યારે સક્રિય જ્વાળામુખી (Active volcano) પર જવાનું તો દુર પણ સેંકડો કિલોમીટર વિસ્તારમાં પણ રહી શકાય નહીં. સક્રિય જ્વાળામુખીના વીડિયો સોશિયલ મીડિયા પર અવારનવાર વાયરલ થાય છે. તાજેતરમાં આવો જ એક વીડિયો ખુબ વાયરલ (Viral) થઈ રહ્યો છે, જેને જોઈને તમે પણ દંગ રહી જશો.

શોકિંગ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ

આ વીડિયોમાં તમે જોઈ શકો છો કે જ્વાળામુખીના ખાડાનો એક મોટો ભાગ અચાનક પડી જાય છે, જેમાંથી ભયાનક લાવા અને ધુમાડો નીકળતો જોવા મળે છે. તમને જણાવી દઈએ કે હોરુર ક્રિસ્ટાલેફસન નામના ફોટોગ્રાફરે ડ્રોન (Drone) વડે આ દ્રશ્યને પોતાના કેમેરામાં કેદ કર્યો હતો. જ્વાળામુખીનો આ વીડિયો જોઈને દરેક લોકો આશ્ચર્યચકિત થઈ ગયા છે.

જુઓ વીડિયો

જ્વાળામુખીનો આ શોકિંગ વીડિયો આઈસલેન્ડની રાજધાની રેકજાવિકથી લગભગ 40 કિલોમીટર દૂર ફાગરાડાલ્સફજાલ પર્વત પરથી શૂટ કરવામાં આવ્યો છે. રિપોર્ટ અનુસાર આ જ્વાળામુખી આ વર્ષે 19 માર્ચે ફાટ્યો હતો. જેનો વીડિયો હાલ વાયરલ થઈ રહ્યો છે. સોશિયલ મીડિયા પર GoodNewsCorrespondent નામના ટ્વિટર એકાઉન્ટથી આ વીડિયો શેર કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો : Viral Video : સોનાનું બર્ગર અને એ પણ ફ્રી ! બર્ગર માટે લાગી લાઈનો, શરત માત્ર એટલી જ કે……..

આ પણ વાંચો : ગજબ ! આ ગામના લોકો મકાનમાં રહેવાને બદલે રહે છે ગુફામાં, કારણ જાણીને તમે પણ ચોંકી જશો

Follow Us
ભાવનગરના મહુવા શહેરમાં પાણી ભરાવાની સમસ્યા યથાવત
ભાવનગરના મહુવા શહેરમાં પાણી ભરાવાની સમસ્યા યથાવત
ગુજરાત ATS દ્વારા ભરૂચમાં જૈશ-એ-મોહમ્મદના સ્લીપર સેલનો પર્દાફાશ
ગુજરાત ATS દ્વારા ભરૂચમાં જૈશ-એ-મોહમ્મદના સ્લીપર સેલનો પર્દાફાશ
અમદાવાદ ફટાકડા ફેક્ટરીમાં ભીષણ દુર્ઘટના કેસમાં 2ની અટકાયત
અમદાવાદ ફટાકડા ફેક્ટરીમાં ભીષણ દુર્ઘટના કેસમાં 2ની અટકાયત
કચ્છના પશુપાલકો માટે રાહત: માત્ર ₹2માં મળશે ઘાસચારો, જુઓ નિયમો
કચ્છના પશુપાલકો માટે રાહત: માત્ર ₹2માં મળશે ઘાસચારો, જુઓ નિયમો
થરાદમાં SOGની રેડ: રૂ. 6.89 કરોડની ટ્રામાડોલ દવાઓનો જથ્થો જપ્ત
થરાદમાં SOGની રેડ: રૂ. 6.89 કરોડની ટ્રામાડોલ દવાઓનો જથ્થો જપ્ત
'The India Story' માં જોવા મળશે 'ભ્રષ્ટ સિસ્ટમ' સામેની લડાઈ
'The India Story' માં જોવા મળશે 'ભ્રષ્ટ સિસ્ટમ' સામેની લડાઈ
ડાયપરને ફ્રિજમાં મૂકીને માથા પર પહેરી લીધું - જુઓ Trending Video
ડાયપરને ફ્રિજમાં મૂકીને માથા પર પહેરી લીધું - જુઓ Trending Video
વરસાદના અભાવે ઘાસચારો, ખોળ અને ભૂસાના ભાવમાં ભારે વધારો
વરસાદના અભાવે ઘાસચારો, ખોળ અને ભૂસાના ભાવમાં ભારે વધારો
ST બસની આડે આવ્યું સિંહોનું ટોળું! 6 સિંહોને જોઈ મુસાફરો થયા રોમાંચિત
ST બસની આડે આવ્યું સિંહોનું ટોળું! 6 સિંહોને જોઈ મુસાફરો થયા રોમાંચિત
આ કેવો પ્રવાસી? રિક્ષાની છત પર મગર હોવાનો દાવો કરતો વીડિયો થયો વાયરલ !
આ કેવો પ્રવાસી? રિક્ષાની છત પર મગર હોવાનો દાવો કરતો વીડિયો થયો વાયરલ !
g clip-path="url(#clip0_868_265)">