
આપણે સૌ જાણીએ છીએ કે હાસ્ય (Happy) આપણા સ્વાસ્થ્ય માટે કેટલું જરૂરી છે. મનને સ્વસ્થ રાખવા માટે ખુશ રહેવું ખૂબ જરૂરી છે. ખુશ રહેવાથી મોટાભાગની માનસિક સમસ્યાઓ સરળતાથી હલ થઈ જાય છે. એટલા માટે અમે તમારા માટે જોક્સ લાવ્યા છીએ. આ જોક્સ (Jokes) વાંચીને તમે તમારી જાતને ખુશ થતા રોકી શકશો નહીં.
આજના વ્યસ્ત જીવનમાં ખુશ રહેવા માટે હસવું ખૂબ જ જરૂરી છે. જો આપણે હસતા રહીએ તો આપણું મન પ્રસન્ન રહે છે અને દુઃખ દૂર રહે છે. જો આપણે ખરાબ સમયમાં પણ હસતા રહીએ તો આ સમય ઝડપથી પસાર થઈ જાય છે. હાસ્ય વ્યક્તિને માનસિક તણાવના કારણે થતા ગંભીર રોગોથી બચાવી શકે છે. તેથી જ અમે તમને હસાવવા માટે દરરોજની જેમ કેટલાક રમુજી જોક્સ અને જોક્સ લાવ્યા છીએ, જેને વાંચીને તમે હસી-હસીને લોટપોટ થઈ જશો. તો ચાલો શરૂ કરીએ હસવાની અને હસાવવાની પ્રક્રિયા…
આ પણ વાંચો : ‘હાસ્યનો ડાયરો’: ભૂરાએ કનુને કહ્યું કે અમારું આખું ઘર ‘ખગોળશાસ્ત્રી’ છે….
—————————-
મમ્મીઓનું ‘મૌખિક’ ઇંગ્લીશ
🤫🤫😄😄😆😆
સરકારી સ્કૂલોમાં હવે ધોરણ 1 થી 3માં ફરજિયાત અંગ્રેજી ભણાવાશે. કહે છે કે શિક્ષકો આ ઇંગ્લીશ ‘મૌખિક’ રીતે ભણાવશે. અમે કહીએ છીએ સાહેબો, શિક્ષકોને શું કામ તકલીફ આપો છો ? આજકાલની મમ્મીઓનું ‘મૌખિક ઇંગ્લીશ’ કેટલું સરસ હોય છે ! એમને જ સોંપી દો ને…
👍🙏🙏👇👇
ચલો બેટા, ક્વિક્લી ક્વિક્લી મિલ્ક ડ્રીંક કરીને ફીનીશ કરો ! નહિતર મમ્મી પછી એન્ગ્રી થઈ જશે !
😆🤔🤔
તને ટેન ટાઈમ્સ કીધું ને, કે ડસ્ટમાં જઈને પ્લે નહીં કરવાનું ? પછી ક્લોથ્સ ડર્ટી થઈ જશે તો વોશ કોણ કરશે ?
🤔🤔😄😄
કમ ઓન… વન અવર ફીનીશ થઈ ગયો, હવે મોબાઈલમાં ગેમ્સ રમવાનું સ્ટોપ કરો અને મમ્મીને ફોન રીટર્ન કરો… નહિતર ડેડી હોટ થઈ જશે !
🤫
એવરીડે એવરીડે લર્ન કરેલું કેમ બધું ફરગેટ થઈ જાય છે ? પ્રોપરલી સીટ કરો અને બધું રીડ કરીને રિમેમ્બર કરો.
😱😣😣
ટિફીનમાં બધું કેમ રીમેઈન રહી જાય છે ? એવરીડે એવરીડે કંઈ બ્રેકફાસ્ટમાં પિઝા ને સેન્ડવિચ ના હોય, રોટલી એન્ડ શાક પણ ઈટ કરવું પડે. શાકમાં વેજીટેબલ હોય ને વેજીટેબલમાં વિટામિન્સ હોય ! તું વિટમિન્સ નહીં ખાય તો સિંગલ એન્ડ થીન રહી જઈશ.
😣😣😵💫😵💫
હાઉ મેની ટાઈમ્સ તને કહેવાનું કે ટાઈ નેકમાં વેર કરવા માટેનું થિંગ છે. એ કંઈ હવામાં વેવ કરવાનું સ્વોર્ડ નથી !
🤭🤭🤣🤣
સો મચ હોમવર્ક મમ્મી અલોન અલોન કેવી રીતે કરશે ? હવે તું ગ્રો થઈ ગયો છે. સેલ્ફથી હોમવર્ક કરવાનું લર્ન કરો. થર્ડ સ્ટાન્ડર્ડનું ટોટલી હોમવર્ક મમ્મી કરશે તો મમ્મી કુકીંગ ક્યારે કરશે ?
😵💫😵💫😵💫😆😆
એક્ઝામ ટુમોરોના છે ને ? તો ટુ ડે ટેમ્પલમાં જઈને ગોડને ફ્લાવર ઓફર કરીને પ્રે કરવાનું કે પ્લીઝ મને ફેઈલ ના કરતા અધરવાઈઝ મારી મમ્મી કોઈને ફેસ શો નહીં કરી શકે !
😰😰😰
– બોલો, આનાથી સારું ‘મૌખિક’ ઇંગ્લીશ બીજું કોણ ભણાવી શકે..?
🤣😂
————————
(Disclaimer:- આ તમામ ટુચકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)
Published On - 6:49 am, Sat, 3 September 22