
આપણે સૌ જાણીએ છીએ કે હાસ્ય (Happy) આપણા સ્વાસ્થ્ય માટે કેટલું જરૂરી છે. મનને સ્વસ્થ રાખવા માટે ખુશ રહેવું ખૂબ જરૂરી છે. ખુશ રહેવાથી મોટાભાગની માનસિક સમસ્યાઓ સરળતાથી હલ થઈ જાય છે. એટલા માટે અમે તમારા માટે જોક્સ લાવ્યા છીએ. આ જોક્સ (Jokes) વાંચીને તમે તમારી જાતને ખુશ થતા રોકી શકશો નહીં.
આજના વ્યસ્ત જીવનમાં ખુશ રહેવા માટે હસવું ખૂબ જ જરૂરી છે. જો આપણે હસતા રહીએ તો આપણું મન પ્રસન્ન રહે છે અને દુઃખ દૂર રહે છે. જો આપણે ખરાબ સમયમાં પણ હસતા રહીએ તો આ સમય ઝડપથી પસાર થઈ જાય છે. હાસ્ય વ્યક્તિને માનસિક તણાવના કારણે થતા ગંભીર રોગોથી બચાવી શકે છે. તેથી જ અમે તમને હસાવવા માટે દરરોજની જેમ કેટલાક રમુજી જોક્સ અને જોક્સ લાવ્યા છીએ, જેને વાંચીને તમે હસી-હસીને લોટપોટ થઈ જશો. તો ચાલો શરૂ કરીએ હસવાની અને હસાવવાની પ્રક્રિયા…
—————————-
અમદાવાદી : અલ્યા જીવલા, કાશ્મીરમાં
શીકારા (બોટ) લઈએ તો હાઉસીંગ લોન
લેવી કે વ્હિકલ લોન લેવી …!!?
😂🤣😂
———————-
પત્ની : આપણો સંસાર સુખેથી ચાલે એટલે હું એકાદશી રહું છું,
બીજ રહું છું, પૂનમ રહું છું, જન્માષ્ટમી રહું છું,
રામનવમી રહું છું, વડસાવિત્રી રહુ છુ, નવરાત્રી રહું છું….
પતિ : એમાં શું થઈ ગયું…ગાડું એક ઝાપટી પણ જાશો…!!!
પત્ની : ભલે…પણ તમે શું રહો છો, બોલો….!
પતિ : હું રહું છું એ તું ના રહી શકે…
પત્ની : એવું તો તમે શું રહો છો જે હું ના રહી શકું, બોલો .?
પતિ : હું મૂંગો રહું છું….
😜😂
——————————
હું કહું છું…
આ તીન પત્તીની રમતને
ઓલમ્પિકમાં સામેલ કરો,
ગુજરાતી દર વખતે ગોલ્ડ લઈને આવશે
(વિઠ્ઠલ તિડી)
🤣😂
—————————
પત્ની :- મારું ટોટલ બોડી ચેકઅપ કરાવ્યું…
તો પણ શું બીમારી છે ખબર જ નથી પડતી…
પતિ :- હવે તો એકજ ઉપાય છે…
“પોસ્ટમોર્ટમ” કરાવીએ…!!
😜
———————-
(એક મોટું અચરજ…..)
ઘેર પીઝા મંગાવે ને
બહારગામ થેપલાં લઇ જાય…
અમે ભાઈ ગુજરાતી…..!!!
😂🤣😂
————————-
(Disclaimer:- આ તમામ ટુચકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)