‘હાસ્યનો ડાયરો’: Doux સાબુથી ન્હાતા હોય તેને મોંઘવારી નો નડે ભાઈ…!!

ખુશ (Happy) રહેવાથી મોટાભાગની માનસિક સમસ્યાઓ સરળતાથી હલ થઈ જાય છે. એટલા માટે અમે તમારા માટે જોક્સ (Jokes) લાવ્યા છીએ. આ જોક્સ વાંચીને તમે તમારી જાતને ખુશ થતા રોકી શકશો નહીં.

‘હાસ્યનો ડાયરો’: Doux સાબુથી ન્હાતા હોય તેને મોંઘવારી નો નડે ભાઈ...!!
| Edited By: | Updated on: Jul 30, 2022 | 12:10 PM

આપણે સૌ જાણીએ છીએ કે હાસ્ય (Happy) આપણા સ્વાસ્થ્ય માટે કેટલું જરૂરી છે. મનને સ્વસ્થ રાખવા માટે ખુશ રહેવું ખૂબ જરૂરી છે. ખુશ રહેવાથી મોટાભાગની માનસિક સમસ્યાઓ સરળતાથી હલ થઈ જાય છે. એટલા માટે અમે તમારા માટે જોક્સ લાવ્યા છીએ. આ જોક્સ (Jokes) વાંચીને તમે તમારી જાતને ખુશ થતા રોકી શકશો નહીં.

આજના વ્યસ્ત જીવનમાં ખુશ રહેવા માટે હસવું ખૂબ જ જરૂરી છે. જો આપણે હસતા રહીએ તો આપણું મન પ્રસન્ન રહે છે અને દુઃખ દૂર રહે છે. જો આપણે ખરાબ સમયમાં પણ હસતા રહીએ તો આ સમય ઝડપથી પસાર થઈ જાય છે. હાસ્ય વ્યક્તિને માનસિક તણાવના કારણે થતા ગંભીર રોગોથી બચાવી શકે છે. તેથી જ અમે તમને હસાવવા માટે દરરોજની જેમ કેટલાક રમુજી જોક્સ અને જોક્સ લાવ્યા છીએ, જેને વાંચીને તમે હસી-હસીને લોટપોટ થઈ જશો. તો ચાલો શરૂ કરીએ હસવાની અને હસાવવાની પ્રક્રિયા…
—————————-

ભૂરી : તમે ક્યા સાબુથી ન્હાઓ છો..?

ભૂરો : Doux

ભૂરી : એટલે એ ક્યો સાબુ..?

ભૂરો : Dove પતવા આવ્યો એટલે Lux ની સાથે ચોંટાડ્યો છે..!!!

(આને મોંઘવારી નો નડે..ભાઈ..!!!)

😂🤣😂

———————-

ગણિતમાં જેને ‘X’ અને ‘Y’ કહેવાય..

ગુજરાતીમાં તેને ‘ફલાણો’ અને ‘ઢીંકણો’ કહેવાય…

😜😂

——————————

ડોક્ટર : ક્યાં દુખે છે…??

દર્દી : ફી ઓછી કરો તો કહું નહીં તો જાતે જ શોધો…

ડોક્ટર : સારૂ, ડોક્ટરે ચેક કરી દવા આપી.

દર્દી : આ ક્યાં દુખાવાની દવા આપી..???

ડોક્ટર : ફી ડબલ આપો તો કહું, નહીં તો જાતે જ સમજી લો.

🤣😂
—————————

પપ્પા : ક્યાં હતો અત્યાર સુધી..??

છોકરો : સિંહ ના ઠેકાણા નો હોય…!!

(પછી શું..ઢીબી નાખ્યો બાપાએ..)

😜

———————-

એવું જરૂરી નથી કે…..

દર વખતે મન ‘મોર’ બનીને થનગાટ જ કરે..

ક્યારેક મન ‘કાગડો’ બની ને કકળાટ પણ કરે..!!!

😂🤣😂
————————-

(Disclaimer:- આ તમામ ટુચકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

 

Follow Us
Loading...
Unable to load recommendations.