‘હાસ્યનો ડાયરો’:…………ને પતિએ કહ્યું કે, “એ ફૂલ હવે ‘ફૂલાવર’ બની ગ્યું છે..”

|

Jul 25, 2022 | 1:00 PM

ખુશ (Happy) રહેવાથી મોટાભાગની માનસિક સમસ્યાઓ સરળતાથી હલ થઈ જાય છે. એટલા માટે અમે તમારા માટે જોક્સ (Jokes) લાવ્યા છીએ. આ જોક્સ વાંચીને તમે તમારી જાતને ખુશ થતા રોકી શકશો નહીં.

‘હાસ્યનો ડાયરો’:............ને પતિએ કહ્યું કે, એ ફૂલ હવે ફૂલાવર બની ગ્યું છે..
hasya no dayro

Follow us on

આપણે સૌ જાણીએ છીએ કે હાસ્ય (Happy) આપણા સ્વાસ્થ્ય માટે કેટલું જરૂરી છે. મનને સ્વસ્થ રાખવા માટે ખુશ રહેવું ખૂબ જરૂરી છે. ખુશ રહેવાથી મોટાભાગની માનસિક સમસ્યાઓ સરળતાથી હલ થઈ જાય છે. એટલા માટે અમે તમારા માટે જોક્સ લાવ્યા છીએ. આ જોક્સ (Jokes) વાંચીને તમે તમારી જાતને ખુશ થતા રોકી શકશો નહીં.

આજના વ્યસ્ત જીવનમાં ખુશ રહેવા માટે હસવું ખૂબ જ જરૂરી છે. જો આપણે હસતા રહીએ તો આપણું મન પ્રસન્ન રહે છે અને દુઃખ દૂર રહે છે. જો આપણે ખરાબ સમયમાં પણ હસતા રહીએ તો આ સમય ઝડપથી પસાર થઈ જાય છે. હાસ્ય વ્યક્તિને માનસિક તણાવના કારણે થતા ગંભીર રોગોથી બચાવી શકે છે. તેથી જ અમે તમને હસાવવા માટે દરરોજની જેમ કેટલાક રમુજી જોક્સ અને જોક્સ લાવ્યા છીએ, જેને વાંચીને તમે હસી-હસીને લોટપોટ થઈ જશો. તો ચાલો શરૂ કરીએ હસવાની અને હસાવવાની પ્રક્રિયા…
—————————-

આ ‘ગણિત’ વિષય એવો છે કે

કૃતિકા સાથે રોમેન્ટિક બન્યો અરમાન મલિક, તસવીરો થઈ વાયરલ
Rules For Toilet : રોજ ટોયલેટ જાઓ છો, પરંતુ નહીં જાણતા હોવ શૌચાલયના આ 10 શિષ્ટાચાર
Arjuna Bark Benefits : અર્જુનની છાલના હાર્ટ પેશન્ટ માટે 5 ચમત્કારિક ફાયદા જાણી ચોંકી જશો
બિગ બોસ 18માં ધમાલ મચાવી રહ્યો છે રજત દલાલ , જુઓ ફોટો
આ ત્રણ Seeds 25 વર્ષથી મોટા તમામ પુરુષો માટે છે વરદાન, ત્રીજું સૌથી મહત્વનું
ડિલિવરી બાદ મહિલાઓ કેટલા દિવસ સુધી પૂજા ન કરી શકે? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું

સામે દેખાય છે કે ત્રિકોણ છે તો પણ તેને
‘સાબિત’ કરવું પડે કે તે ત્રિકોણ છે.

😂🤣😂

———————-

રોજ સવારે ખાલી પેટ ગરમ પાણીની અંદર
2 ચમચી લીંબુનો રસ આરોગવાથી બે મહિનામાં
3 કિલો લીંબુ અને દોઢ કિલો મધ વપરાઈ જાય છે..

બાકી..તંબૂરો પણ કંઈ ના થાઈ…!!!

😜😂

——————————

મારા સાસુમા રોજ સવારે-સવારે મને ફોન કરીને પુછે છે..
હેલો જમાઈ રાજા, કેમ છો? મારૂં ફૂલ કેમ છે? શું કરે છે..મારૂં ફૂલ..?

આજે મેં…ગુસ્સામાં કહ્યું-
માજી..મારા લગ્ન થયા ત્યારે.. તમારા ફૂલની ઉંમર 20 હતી..અને
એનું વજન 45 કિલો હતું…….પણ હવે તમારા ફૂલની ઉંમર 40
થઈ ગઈ છે..
ને.. હવે એ..ફૂલ નથી રહ્યું ..80 કિલોનું ‘ફુલાવર’ બની ગઈ છે…

 

🤣😂
—————————

પતિ-પત્ની બસમાં મુસાફરી કરી રહ્યા હતા..

પત્ની : મારા બાપા ડાયા અરજણનું નામ ઠેર-ઠેર લખેલું છે
કેટલા મહાન હશે મારા બાપા..

પતિ : એ ડોબી..એ ડાયા અરજણ નથી ડાયવર્જન લખેલું છે ઠોઠડી

😜

———————-

આપણે ભારતના લોકો કોઈ પર ભરોસો નથી કરતાં..

સુતેલા લોકોને પણ જગાડીને પુછીએ છીએ કે,
સુઈ રહ્યા છો કે..?!!

😂🤣😂
————————-

(Disclaimer:- આ તમામ ટુચકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

Next Article