આપણે સૌ જાણીએ છીએ કે હાસ્ય (Happy) આપણા સ્વાસ્થ્ય માટે કેટલું જરૂરી છે. મનને સ્વસ્થ રાખવા માટે ખુશ રહેવું ખૂબ જરૂરી છે. ખુશ રહેવાથી મોટાભાગની માનસિક સમસ્યાઓ સરળતાથી હલ થઈ જાય છે. એટલા માટે અમે તમારા માટે જોક્સ લાવ્યા છીએ. આ જોક્સ (Jokes) વાંચીને તમે તમારી જાતને ખુશ થતા રોકી શકશો નહીં.
આજના વ્યસ્ત જીવનમાં ખુશ રહેવા માટે હસવું ખૂબ જ જરૂરી છે. જો આપણે હસતા રહીએ તો આપણું મન પ્રસન્ન રહે છે અને દુઃખ દૂર રહે છે. જો આપણે ખરાબ સમયમાં પણ હસતા રહીએ તો આ સમય ઝડપથી પસાર થઈ જાય છે. હાસ્ય વ્યક્તિને માનસિક તણાવના કારણે થતા ગંભીર રોગોથી બચાવી શકે છે. તેથી જ અમે તમને હસાવવા માટે દરરોજની જેમ કેટલાક રમુજી જોક્સ અને જોક્સ લાવ્યા છીએ, જેને વાંચીને તમે હસી-હસીને લોટપોટ થઈ જશો. તો ચાલો શરૂ કરીએ હસવાની અને હસાવવાની પ્રક્રિયા…
—————————-
શરીર 5 તત્ત્વો મળીને બને છે..
પિત્ઝા, મેગી, મોમોઝ, પાનીપુરી, સમોસા
😂🤣😂
———————-
સ્ત્રીઓના લાંબા વાળનો ભાવ બજારમાં
25,000 રૂપિયે કિલો ચાલે છે,
ખરીદવા માટે ફેરિયાઓ પણ છેક ઘર સુધી આવે છે!!!
એટલે જો જમવામાં નીકળે તો
બૂમો પાડવી નઈ કે, ગુસ્સે થવું નહી
કેમ કે તે……
કાજુ, બદામ, તજ, લવિંગ ને ઘી કરતાં પણ મોંઘા છે….!!!!
😜😂
——————————
પત્ની : હું એકાદશી રહું છું, પૂનમ રહું છું, શિવરાત્રી રહું છું
પણ તમે શું રહો છો એ કહો..!
પતિ : હું જે રહું છું…એ તું ના રહી શકે..
પત્ની : એમ..એવું તો તમે શું રહો છો જે હું ના રહી શકું..??
પતિ : હું ‘મુંગો’ રહું છું..!!!!
🤣😂
—————————
પતિ (પિયર ગયેલી પત્નીને) : 10 દિવસ થઈ ગયા તને પિયર ગયે. મારી યાદ નથી આવતી તને…?
પત્ની : હોતું હશે કાંઈ..? મને તો ચારેય બાજુ બસ તમે જ દેખાવ છો..
તુવેરની દાળમાં, ચોખામાં, ઘઉંના લોટમાં…, બધે બસ તમે જ દેખાવ છો…
પતિ વિચારવા લાગ્યો: સાલું, હું તો ધણી છું કે ધનેડું…?!!!
😜
———————-
પતિ : અલી, સાંભળે છે, આજે એવી ચા બનાવ કે
‘રોમ રોમ’ માં દિવા થાય…
પત્ની : ‘દૂધ’ નાખું કે ‘કેરોસીન’
😂🤣😂
————————-
(Disclaimer:- આ તમામ ટુચકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)