આપણે સૌ જાણીએ છીએ કે હાસ્ય (Happy) આપણા સ્વાસ્થ્ય માટે કેટલું જરૂરી છે. મનને સ્વસ્થ રાખવા માટે ખુશ રહેવું ખૂબ જરૂરી છે. ખુશ રહેવાથી મોટાભાગની માનસિક સમસ્યાઓ સરળતાથી હલ થઈ જાય છે. એટલા માટે અમે તમારા માટે જોક્સ લાવ્યા છીએ. આ જોક્સ (Jokes) વાંચીને તમે તમારી જાતને ખુશ થતા રોકી શકશો નહીં.
આજના વ્યસ્ત જીવનમાં ખુશ રહેવા માટે હસવું ખૂબ જ જરૂરી છે. જો આપણે હસતા રહીએ તો આપણું મન પ્રસન્ન રહે છે અને દુઃખ દૂર રહે છે. જો આપણે ખરાબ સમયમાં પણ હસતા રહીએ તો આ સમય ઝડપથી પસાર થઈ જાય છે. હાસ્ય વ્યક્તિને માનસિક તણાવના કારણે થતા ગંભીર રોગોથી બચાવી શકે છે. તેથી જ અમે તમને હસાવવા માટે દરરોજની જેમ કેટલાક રમુજી જોક્સ અને જોક્સ લાવ્યા છીએ, જેને વાંચીને તમે હસી-હસીને લોટપોટ થઈ જશો. તો ચાલો શરૂ કરીએ હસવાની અને હસાવવાની પ્રક્રિયા…
—————————-
મેં સૂરજને પુછ્યું કે,’ વર્ષા આવે છે, ત્યારે તું કેમ છુપાઈ જાય છે?’
સૂરજે કહ્યું,’લેડિઝ જોડે કોણ માથાકૂટ કરે…’
😂🤣😂
———————-
દૂનિયામાં વિશ્વાસઘાત એ સામાન્ય વાત છે…..
હવે, સૂરજને જ જોઈ લો..
આવે છે ‘કિરણ’ની સાથે..
રહે છે ‘રોશની’ સાથે..
અને જાય છે ‘સંધ્યા’ સાથે..
અને….. કાલે તો ‘વર્ષા’ ભડકી ગઈ તો…
છુપાઈ ગયો ક્યાંક ‘મેઘા’ સાથે…
Happy Monsoon season
😜😂
——————————
છત્રી ભલે લેડિઝ હોય પણ વાવાઝોડામાં એ…
‘કાગડો’ જ થાય…
‘કાગડી’ નહીં….!!!!
🤣😂
—————————
(પત્ની તેના પતિને….)
આટલો વરસાદ પડ્યો..!!!!
તો ય તમારામાં અક્કલનો છાંટોય ન પડ્યો…
નવે નવો રેઈનકોટ પલાળીને આવી ગ્યા..!!!
😜
———————-
(મરઘીએ બતક સાથે લગ્ન કરી લીધા…)
મરઘો: અમે મરી ગયા ગયા હતા…શું…!!!
મરઘી: લગ્ન તો તારી સાથે જ કરવા માંગતી હતી, પણ મા એ કહ્યું-છોકરો નેવીમાં હોવો જોઈએ….!!!
————————-
(Disclaimer:- આ તમામ ટુચકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)