TV9 Gujarati ‘હાસ્યનો ડાયરો’: ટીચરે પીન્ટુને પુછ્યો ઇતિહાસનો સવાલ, સામે જવાબ પણ મળ્યો મજેદાર

ખુશ (Happy) રહેવાથી મોટાભાગની માનસિક સમસ્યાઓ સરળતાથી હલ થઈ જાય છે. એટલા માટે અમે તમારા માટે જોક્સ (Jokes) લાવ્યા છીએ. આ જોક્સ વાંચીને તમે તમારી જાતને ખુશ થતા રોકી શકશો નહીં.

TV9 Gujarati ‘હાસ્યનો ડાયરો’: ટીચરે પીન્ટુને પુછ્યો ઇતિહાસનો સવાલ, સામે જવાબ પણ મળ્યો મજેદાર
| Edited By: | Updated on: Jun 11, 2022 | 11:25 AM

આપણે સૌ જાણીએ છીએ કે હાસ્ય (Happy) આપણા સ્વાસ્થ્ય માટે કેટલું જરૂરી છે. મનને સ્વસ્થ રાખવા માટે ખુશ રહેવું ખૂબ જરૂરી છે. ખુશ રહેવાથી મોટાભાગની માનસિક સમસ્યાઓ સરળતાથી હલ થઈ જાય છે. એટલા માટે અમે તમારા માટે જોક્સ લાવ્યા છીએ. આ જોક્સ (Jokes) વાંચીને તમે તમારી જાતને ખુશ થતા રોકી શકશો નહીં.

આજના વ્યસ્ત જીવનમાં ખુશ રહેવા માટે હસવું ખૂબ જ જરૂરી છે. જો આપણે હસતા રહીએ તો આપણું મન પ્રસન્ન રહે છે અને દુઃખ દૂર રહે છે. જો આપણે ખરાબ સમયમાં પણ હસતા રહીએ તો આ સમય ઝડપથી પસાર થઈ જાય છે. હાસ્ય વ્યક્તિને માનસિક તણાવના કારણે થતા ગંભીર રોગોથી બચાવી શકે છે. તેથી જ અમે તમને હસાવવા માટે દરરોજની જેમ કેટલાક રમુજી જોક્સ અને જોક્સ લાવ્યા છીએ, જેને વાંચીને તમે હસી-હસીને લોટપોટ થઈ જશો. તો ચાલો શરૂ કરીએ હસવાની અને હસાવવાની પ્રક્રિયા…
—————————-
પુરૂષનું પણ પતંગ જેવું છે..

‘કિન્યા’ સારી બંધાય તો ઉંચી ઉડાન

અને ખોટી બંધાય તો ગોળ-ગોળ ફરતો જાય..!!

😂🤣😂

———————-

ડોક્ટર: રાત્રે ટેન્શન લઈને નહીં સુવું જોઈએ..

દર્દી: ……….તો શું પીયર મોકલી દઉં….?

😜😂

——————————

દારૂડિયો: જો હું સરપંચ બનું તો ગામની તસ્વીર બદલી નાખું..

દારૂડિયાની પત્ની: પહેલાં આ લુંગી બદલો…
સવારનો મારો ચણિયો પહેરીને ફરો છો.
🤣😂

—————————

મમ્મી: અરે …નાલાયક, જો ક્યારનો’ય સૂરજ નીકળી ગયો….

દીકરો: તો શું થયું, તે ઊંઘે છે પણ મારી પહેલાં જ

😜

———————-
ટીચર (પીન્ટુને) : અકબરનું શાસન ક્યાંથી ક્યાં સુધી હતું..?

પીન્ટુ: સર…પેઈજ નંબર 15થી લઈને પેઈજ નંબર 22 સુધી…

😂🤣😂

————————-

(Disclaimer:- આ તમામ ટુચકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)