
આપણે સૌ જાણીએ છીએ કે હાસ્ય (Happy) આપણા સ્વાસ્થ્ય માટે કેટલું જરૂરી છે. મનને સ્વસ્થ રાખવા માટે ખુશ રહેવું ખૂબ જરૂરી છે. ખુશ રહેવાથી મોટાભાગની માનસિક સમસ્યાઓ સરળતાથી હલ થઈ જાય છે. એટલા માટે અમે તમારા માટે જોક્સ લાવ્યા છીએ. આ જોક્સ (Jokes) વાંચીને તમે તમારી જાતને ખુશ થતા રોકી શકશો નહીં.
આજના વ્યસ્ત જીવનમાં ખુશ રહેવા માટે હસવું ખૂબ જ જરૂરી છે. જો આપણે હસતા રહીએ તો આપણું મન પ્રસન્ન રહે છે અને દુઃખ દૂર રહે છે. જો આપણે ખરાબ સમયમાં પણ હસતા રહીએ તો આ સમય ઝડપથી પસાર થઈ જાય છે. હાસ્ય વ્યક્તિને માનસિક તણાવના કારણે થતા ગંભીર રોગોથી બચાવી શકે છે. તેથી જ અમે તમને હસાવવા માટે દરરોજની જેમ કેટલાક રમુજી જોક્સ અને જોક્સ લાવ્યા છીએ, જેને વાંચીને તમે હસી-હસીને લોટપોટ થઈ જશો. તો ચાલો શરૂ કરીએ હસવાની અને હસાવવાની પ્રક્રિયા…
—————————-
ટીચર: આ પક્ષીના પગ જોઈને તેનું નામ લખો.
રઘુ: મને નથી ખબર..
ટીચર: તું ફેઈલ…..તારૂ નામ શું છે..?
રઘુ: મારા પગ જોઈને લખી લો…
😂🤣😂
———————-
ગામમાં વિદેશી ભૂરિયા આવ્યા..
દરવાજે લીંબુ-મરચાં લટકતા જોઈને બોલ્યા
What is this?
જગો: ઈ એન્ટિવાયરસ છે.
મેક ઈન ઈન્ડિયા…
😜😂
——————————
પરીક્ષામાં સવાલ આવ્યો કે,
‘ચેલેન્જ કોને કહેવાય?’
છોકરાએ આખું પેપર ખાલી મુકીને છેલ્લા પેજ પર લખી નાખ્યું-
‘હિંમત હોય તો પાસ કરીને બતાવો…’
🤣😂
—————————
બાપુ છાપું વાંચી રહ્યા હતા..
સમાચાર હતા કે…
“વડોદરામાં ઝેરી ‘કમળા’ એ 18 લોકોનો ભોગ લીધો..
બાપુ બબડ્યા ….
બહું ડેન્જર “બૈરૂં” કહેવાય….
.😜
———————-
દર્દી : ડોક્ટર સાહેબ, દારૂ નહીં છુટ રહી.
ડોક્ટર: લગ્ન કરી લે ભાઈ, ઈલાયચી પણ પુછીને ખાઈશ….
————————-
(Disclaimer:- આ તમામ ટુચકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)
Published On - 12:14 pm, Wed, 1 June 22