TV9 Gujarati ‘હાસ્યનો ડાયરો’: જજ સાહેબે ચુકાદો આપ્યો કે છોડી દો આ માસુમ ને

ખુશ (Happy) રહેવાથી મોટાભાગની માનસિક સમસ્યાઓ સરળતાથી હલ થઈ જાય છે. એટલા માટે અમે તમારા માટે જોક્સ (Jokes) લાવ્યા છીએ. આ જોક્સ વાંચીને તમે તમારી જાતને ખુશ થતા રોકી શકશો નહીં.

TV9 Gujarati ‘હાસ્યનો ડાયરો’: જજ સાહેબે ચુકાદો આપ્યો કે છોડી દો આ માસુમ ને
| Edited By: | Updated on: May 25, 2022 | 4:09 PM

આપણે સૌ જાણીએ છીએ કે હાસ્ય (Happy) આપણા સ્વાસ્થ્ય માટે કેટલું જરૂરી છે. મનને સ્વસ્થ રાખવા માટે ખુશ રહેવું ખૂબ જરૂરી છે. ખુશ રહેવાથી મોટાભાગની માનસિક સમસ્યાઓ સરળતાથી હલ થઈ જાય છે. એટલા માટે અમે તમારા માટે જોક્સ લાવ્યા છીએ. આ જોક્સ (Jokes) વાંચીને તમે તમારી જાતને ખુશ થતા રોકી શકશો નહીં.

આજના વ્યસ્ત જીવનમાં ખુશ રહેવા માટે હસવું ખૂબ જ જરૂરી છે. જો આપણે હસતા રહીએ તો આપણું મન પ્રસન્ન રહે છે અને દુઃખ દૂર રહે છે. જો આપણે ખરાબ સમયમાં પણ હસતા રહીએ તો આ સમય ઝડપથી પસાર થઈ જાય છે. હાસ્ય વ્યક્તિને માનસિક તણાવના કારણે થતા ગંભીર રોગોથી બચાવી શકે છે. તેથી જ અમે તમને હસાવવા માટે દરરોજની જેમ કેટલાક રમુજી જોક્સ અને જોક્સ લાવ્યા છીએ, જેને વાંચીને તમે હસી-હસીને લોટપોટ થઈ જશો. તો ચાલો શરૂ કરીએ હસવાની અને હસાવવાની પ્રક્રિયા…
—————————-
પત્ની: સવાર પડી ગઈ… ઉઠો, ફટાફટ …હું ભાખરી કરૂ છું.

પતિ: તો હું ક્યા તાવડી પર સુતો છું, તું તારે તું ભાખરી કર ને…!
😂🤣😂
———————-
કોર્ટમાં એક એક્સિડેન્ટ કેસ ચાલતો હતો……..

જજ: શું સબૂત છે કે તું કાર ધીમે ચલાવતો હતો..?

આરોપી: સાહેબ, હું મારી પત્નીને લેવા મારા સાસરે જતો હતો…

જજ: છોડી દો આ માસુમ ને…
😜😂
——————————
સરદારજીનો દિકરો: પપ્પા તમને રસ્તામાં 5 અને 10 રુપિયાની નોટ નીચે પડેલી દેખાય તો તમે કંઈ નોટ પહેલા લેશો?

સરદારજી: 10 રૂપિયાની જ લેવાય ને!

દિકરો: એટલે જ તો તમારી પર જોક્સ બને છે..
બંન્ને એક સાથે નથી લઈ શકતા..!!??
🤣😂
—————————
જજ: તમને ખબર હતી કે લેડીઝ ગાડી ચલાવે છે તો રોડથી જરાક દૂર રહેવું જોઈએ ને..!

ફરિયાદી: ક્યો રોડ હું તો ખેતરમાં બેઠો-બેઠો બીડી પીતો’તો તોય ઉપાડી લીધો..
.😜
———————-
સંસાર ફક્ત બે જ વસ્તુથી ચાલે છે,
એક સ્ત્રી અને બીજા ઈશ્વરથી..

પુરૂષો તો અહીં માત્ર ‘માવા’ ખાવા જ આવ્યા છે..
🤣😂
————————-
(Disclaimer:- આ તમામ ટુચકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

Follow Us
Loading...
Unable to load recommendations.