‘હાસ્યનો ડાયરો’: નવરાત્રીના 9 દિવસોમાં રંગબેરંગી પોશાકમાં રોજ નવી-નવી ‘ચકલીઓ’ દેખાશે..!

ખુશ (Happy) રહેવાથી મોટાભાગની માનસિક સમસ્યાઓ સરળતાથી હલ થઈ જાય છે. એટલા માટે અમે તમારા માટે જોક્સ (Jokes) લાવ્યા છીએ. આ જોક્સ વાંચીને તમે તમારી જાતને ખુશ થતા રોકી શકશો નહીં.

‘હાસ્યનો ડાયરો’: નવરાત્રીના 9 દિવસોમાં રંગબેરંગી પોશાકમાં રોજ નવી-નવી ચકલીઓ દેખાશે..!
hasya no dayro
| Edited By: | Updated on: Sep 26, 2022 | 9:18 AM

આપણે સૌ જાણીએ છીએ કે હાસ્ય (Happy) આપણા સ્વાસ્થ્ય માટે કેટલું જરૂરી છે. મનને સ્વસ્થ રાખવા માટે ખુશ રહેવું ખૂબ જરૂરી છે. ખુશ રહેવાથી મોટાભાગની માનસિક સમસ્યાઓ સરળતાથી હલ થઈ જાય છે. એટલા માટે અમે તમારા માટે જોક્સ લાવ્યા છીએ. આ જોક્સ (Jokes) વાંચીને તમે તમારી જાતને ખુશ થતા રોકી શકશો નહીં.

આજના વ્યસ્ત જીવનમાં ખુશ રહેવા માટે હસવું ખૂબ જ જરૂરી છે. જો આપણે હસતા રહીએ તો આપણું મન પ્રસન્ન રહે છે અને દુઃખ દૂર રહે છે. જો આપણે ખરાબ સમયમાં પણ હસતા રહીએ તો આ સમય ઝડપથી પસાર થઈ જાય છે. હાસ્ય વ્યક્તિને માનસિક તણાવના કારણે થતા ગંભીર રોગોથી બચાવી શકે છે. તેથી જ અમે તમને હસાવવા માટે દરરોજની જેમ કેટલાક રમુજી જોક્સ અને જોક્સ લાવ્યા છીએ, જેને વાંચીને તમે હસી-હસીને લોટપોટ થઈ જશો. તો ચાલો શરૂ કરીએ હસવાની અને હસાવવાની પ્રક્રિયા…

આ પણ વાંચો : ‘હાસ્યનો ડાયરો’: પાડોશીએ મારા ઘરે આવીને મારી પત્નીને 5 ચણિયા-ચોલી બતાવીને આવું કહ્યું…

—————————-

શ્રાદ્ધ પુરા થયા..
કાગડાઓ હવે ઘરે જશે..

એના પછી આજથી 9 દિવસો રંગબેરંગી પોશાકમાં
રોજ નવી-નવી ‘ચકલીઓ’ દેખાશે..

એમને જોતાં રહેજો પણ ઘરની તમારી
‘સમડી’ની નજર ચુકાવીને-ચુકાવીને….

નહિ તો તમને કુકડો બનાવી દેશે..

😂🤣😂

———————-

લીલી લીમડી રે…..લીલો નાગરવેલનો છોડ,

જાનું તારી યાદમાં રે..
હું તો થઈ ગયો પીછાં ફેલાવતો મોર..!!!

😜😂

———————-

ભૂરો : લગ્ન કોને કહેવાય..?

રઘો : રોડ પર સીટી મારતો છોકરો
કુકરની સીટી ગણતો થઈ જાય એને લગ્ન કહેવાય…!!

🤣😂
———————-

જેમ-જેમ નવરાત્રી નજીક આવે છે
એમ-એમ બ્યુટી પાર્લર નજીક ભીડ વધતી જાય છે..

હવે, આ બધીયું ને કોણ હમજાવે કે..
લ્યુનાને ગાભો માર્યે તે બુલેટ ના થાય…!!

😜

———————-

સવારે ન્યુઝ પેપરમાં એક આર્ટીકલ વાંચ્યું…

“બીવીને કંટ્રોલમાં કેવી રીતે રખાય.?”

સાલું આખું આર્ટીકલ એકી શ્વાસે વાંચી કાઢ્યું..

-સવારે ફરવા નીકળો..
-બને એટલા લીલા શાકભાજી ખાવ
-ગુસ્સો જરા પણ ન કરો
-ખાવા- પીવાનું ધ્યાન રાખો..
-રેગ્યુલર ચેકએપ કરાવો, વગેરે વગેરે..

પછી ફરીથી હેડિંગ ધ્યાનથી વાંચ્યું…
તો, સાલું મગજ તપી ગયું…લખ્યું હતું..

“બીપીને કંટ્રોલમાં કેવી રીતે રખાય..!!!”

😂🤣😂

————————-

(Disclaimer:- આ તમામ ટુચકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)