TV9 Gujarati ‘હાસ્યનો ડાયરો’: વિમાન કંપનીએ ઓફર કાઢી કે તમે તમારી ટિકિટ ખરીદો તો સાથે તમારી પત્નિની ટિકિટ ફ્રી

ખુશ રહેવાથી મોટાભાગની માનસિક સમસ્યાઓ સરળતાથી હલ થઈ જાય છે. એટલા માટે અમે તમારા માટે જોક્સ લાવ્યા છીએ. આ જોક્સ વાંચીને તમે તમારી જાતને ખુશ થતા રોકી શકશો નહીં

TV9 Gujarati હાસ્યનો ડાયરો: વિમાન કંપનીએ ઓફર કાઢી કે તમે તમારી ટિકિટ ખરીદો તો સાથે તમારી પત્નિની ટિકિટ ફ્રી
TV9 Gujarati 'Hasya No Dayro'
| Edited By: | Updated on: Mar 01, 2022 | 6:59 PM

આપણે સૌ જાણીએ છીએ કે હાસ્ય આપણા સ્વાસ્થ્ય માટે કેટલું જરૂરી છે. મનને સ્વસ્થ રાખવા માટે ખુશ રહેવું ખૂબ જરૂરી છે. ખુશ રહેવાથી મોટાભાગની માનસિક સમસ્યાઓ સરળતાથી હલ થઈ જાય છે. એટલા માટે અમે તમારા માટે જોક્સ લાવ્યા છીએ. આ જોક્સ વાંચીને તમે તમારી જાતને ખુશ થતા રોકી શકશો નહીં

 

કાલે ઓફિસે ઘણી ચર્ચાઓ કરી કે,
યુક્રેનના વડાએ આમ કરવું જોઈએ,
રશિયાએ આમ ન કરવુ જોઈએ
અને નાટો એ તેમ કરવુ જોઈએ….
હું ત્યાં હોઉં તો આમ કરી નાખું અને તેમ કરી નાખું ,

ત્યાં ઘરેથી ફોન આવ્યો કે શું જમવાનું બનાવુ… ??

મેં પણ ઓફિસમાં સીન જમાવવા રુઆબથી કીધું કે બટેકાનુ શાક અને થેપલા બનાવી નાખ…..!

ઘરે ગ્યો તો તાંદળજાની ભાજી અને ભાખરી બનાવી’તી…..

મેં પણ કંઈ લપ કર્યા વગર જમી લીધું ,

ક્યાં ખોટી માથાકૂટ કરવી આપણે યુક્રેનની જેમ… !!??!!

…………………………………………………………………………………………………………………

વિમાન કંપનીએ ઓફર કાઢી કે તમે તમારી ટિકિટ ખરીદો તો સાથે તમારી પત્નિની ટિકિટ ફ્રી

ઓફર જોરદાર ચાલી ગઇ…પછી વિમાન કંપનીએ બધાની પત્નિઓને ફોન કરીને પુછ્યુ કેવી રહી તમારી યાત્રા ?

પત્નિઓ : કઇ યાત્રા ?

😝🤣😝🤣😝🤣😝

…………………………………………………………………………………………………………………

એક 60 વર્ષની મહિલાએ અચાનક મંદિર જવાનું છોડી દીધું અને સ્વિમિંગ શીખવા જવાનું શરૂ કર્યું!!

જ્યારે કોઈએ કારણ પૂછ્યું, ત્યારે મહિલાએ કહ્યું કે:
મારા પુત્ર અને પુત્રવધૂ વચ્ચે ઘણીવાર ઝઘડો થાય છે,
અને વહુ હંમેશા પૂછતી રહે છે કે તારી મા અને હું બંને પાણીમાં ડૂબી રહ્યા હોઇએ તો તું પહેલા કોને બચાવીશ??

હું મારા પુત્રને કોઈ ધર્મ સંકટમાં મૂકવા માંગતી નથી તેથી જ મેં સ્વિમિંગ શીખવાનું ચાલુ કર્યુ.

થોડા દિવસો પછી ફરી પતિ-પત્ની વચ્ચે ઝઘડો થયો અને પત્નીએ ફરી એક જ વાત પૂછી કે જો તારી મા અને હું ડૂબી રહ્યા હોઇએ તો તું પહેલા કોને બચાવીશ?

પતિએ જવાબ આપ્યો
મારે પાણીમાં ઉતરવાની પણ જરૂર નહીં પડે કારણ કે મારી માતા સ્વિમિંગ શીખી રહી છે,
તે તને બચાવશે.

પત્નીએ હાર ન માની
અને કહ્યું ના – ના તમારે પાણીમાં કૂદીને અમારામાંથી એકને બચાવવાનું હશે તો ?

પતિએ જવાબ આપ્યો
પછી તો તુ ચોક્કસ ડૂબી જશે

કારણ કે મને તરતા આવડતું નથી
અને મારી માતા આપણા બંનેમાંથી 100% મને બચાવશે!!

 

Disclaimer – આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.

 

આ પણ વાંચો –

Maha Shivratri 2022: મહાશિવરાત્રીના અવસરે ભગવાન શિવને આ વસ્તુનો ચઢાવો ભોગ, મહાદેવ થશે પ્રસન્ન

આ પણ વાંચો –

West Bengal: ‘કાચા બદામ’ ગીતથી ચર્ચામાં આવેલા સિંગર ભુવન બડાઈકરને થયો અકસ્માત, હોસ્પિટલમાં દાખલ

આ પણ વાંચો –

ગુજરાત છોડીને MBBS કરવા વિદેશ જતા ગુજરાતી વિદ્યાર્થીઓમાં કેમ આટલો મોહ છે? જાણો શું છે દેશી અને વિદેશી સંસ્થાઓ વચ્ચેનો મોટો ફરક