TV9 Gujarati ‘હાસ્યનો ડાયરો’: પોલીસમાં નવી ભરતી માટે ઈન્ટરવ્યુ લેવાતા હતા…

ખુશ રહેવાથી મોટાભાગની માનસિક સમસ્યાઓ સરળતાથી હલ થઈ જાય છે. એટલા માટે અમે તમારા માટે જોક્સ લાવ્યા છીએ. આ જોક્સ વાંચીને તમે તમારી જાતને ખુશ થતા રોકી શકશો નહીં

TV9 Gujarati હાસ્યનો ડાયરો: પોલીસમાં નવી ભરતી માટે ઈન્ટરવ્યુ લેવાતા હતા...
TV9 Gujarati 'Hasya No Dayro'
| Edited By: | Updated on: Feb 27, 2022 | 6:57 PM

આપણે સૌ જાણીએ છીએ કે હાસ્ય આપણા સ્વાસ્થ્ય માટે કેટલું જરૂરી છે. મનને સ્વસ્થ રાખવા માટે ખુશ રહેવું ખૂબ જરૂરી છે. ખુશ રહેવાથી મોટાભાગની માનસિક સમસ્યાઓ સરળતાથી હલ થઈ જાય છે. એટલા માટે અમે તમારા માટે જોક્સ લાવ્યા છીએ. આ જોક્સ વાંચીને તમે તમારી જાતને ખુશ થતા રોકી શકશો નહીં

 

*લગ્નવિધિ પૂરી થઇ ગયાં પછી વરરાજાએ ગોરબાપાને પગે લાગીને પૂછ્યું: ” તમને કેટલાં રૂપિયા સીખ આપવાની ?
*ગોર બાપા કહે, “વહુ જેટલા પ્રમાણમાં રૂપાળી હોય એટલા પ્રમાણમાં આપો.”
*એટલે વરરાજાએ પાકીટમાંથી ગોરબાપાને દસ રૂપિયાની એક નોટ કાઢીને આપી અને ઉઠીને જવા લાગ્યો.
ત્યાં અચાનક પવનની એક લહેર આવી, ને વહુના ચહેરા પરનો ઘૂંઘટ ઉડી ગયો.
ગોરબાપા વરરાજાને કહે, “વધતા પૈસા તો પાછા લેતા જાઓ!”

😂🤣😂

…………………………………………………………………………………………………..

પોલીસમાં નવી ભરતી માટે ઈન્ટરવ્યુ લેવાતા હતા.

એક ઉમેદવારને સવાલ પૂછવામાં આવ્યો કે, “ટોળુ વિખેરવા તમે શું કરશો?

ઉમેદવારે જવાબ આપ્યો કે “હું ફાળો ઉઘરાવવા માંડું!!!!!

😂😆

અહિંસક રસ્તો…🤪

…………………………………………………………………………………………………

 

પતિ દરરોજ ઓફિસે જવા નીકળે ત્યારે આંગણામાં આવી પત્ની કહે – “મોટી રૂપા” સાથે છે ને.?

પાડોશી દરરોજ આ સંવાદ સાંભળે પણ વચ્ચે દીવાલ હોવાથી તેને દેખાય નહીં કે “મોટી રૂપા” નામે પત્ની શું કહે છે? અને એ જાત જાતના વિચાર કર્યા કરે.

એક દિવસ પાડોશીથી રહેવાયું નહીં અને એને દીવાલ પર ચડી જોઈ લીઘું.

મોબાઈલ, ટીફિન, રૂમાલ, પાકિટ. 😜

 

Disclaimer – આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.

 

આ પણ વાંચો –

One Month Anniversary: મૌની રોય અને સૂરજ નામ્બિયારના લગ્નને થયો એક મહિનો, મૌનીએ શેર કર્યા રોમેન્ટિક ફોટા

આ પણ વાંચો –

Wonderful Video: પાંદડા ખાતા પક્ષીઓનો સુંદર વીડિયો થયો વાયરલ, લોકોએ કહ્યું- ‘સાથે ખાવાથી સ્વાદ વધે છે’

આ પણ વાંચો –

Gangubai Kathiawadi: આલિયા ભટ્ટની ‘ગંગુબાઈ’એ બોક્સ ઓફિસ પર મચાવી ધમાલ, બીજા દિવસે કરી જોરદાર કમાણી