TV9 Gujarati ‘હાસ્યનો ડાયરો’: એક મેડમનું નામ નમ્રતા હતું… તેના પતિ એને લાડથી “નમુ” કહીને બોલાવતા

ખુશ રહેવાથી મોટાભાગની માનસિક સમસ્યાઓ સરળતાથી હલ થઈ જાય છે. એટલા માટે અમે તમારા માટે જોક્સ લાવ્યા છીએ. આ જોક્સ વાંચીને તમે તમારી જાતને ખુશ થતા રોકી શકશો નહીં.

TV9 Gujarati હાસ્યનો ડાયરો: એક મેડમનું નામ નમ્રતા હતું... તેના પતિ એને લાડથી નમુ કહીને બોલાવતા
TV9 Gujarati 'Hasya No Dayro'
| Edited By: | Updated on: Feb 20, 2022 | 5:26 PM

આપણે સૌ જાણીએ છીએ કે હાસ્ય આપણા સ્વાસ્થ્ય માટે કેટલું જરૂરી છે. મનને સ્વસ્થ રાખવા માટે ખુશ રહેવું ખૂબ જરૂરી છે. ખુશ રહેવાથી મોટાભાગની માનસિક સમસ્યાઓ સરળતાથી હલ થઈ જાય છે. એટલા માટે અમે તમારા માટે જોક્સ લાવ્યા છીએ. આ જોક્સ વાંચીને તમે તમારી જાતને ખુશ થતા રોકી શકશો નહીં

 

એક મેડમનું નામ નમ્રતા હતું….
તેના પતિ એને લાડથી “નમુ” કહીને બોલાવતા…
અને હંમેશા કે’તા
કે “નમુ” મારી છે અને હું
નમુનો છું….!!
😂😂

…………………………………………………………………………………………………

ઇતિહાસ સાક્ષી છે
તમારી ગર્લફ્રેંડ ભલે એમના છોકરાને
તમને મામા કહેતા શિખવાડે
પણ તમે કોઈ દિવસ તમારા છોકરાને તમારી ગર્લફ્રેંડને ફઇ કહેતા નહિ શીખવાડો..
😜😜🤣🤣😄😄

………………………………………………………………………………………………….

પતિ : શું આખો દિવસ ઇન્ટરનેટ પર ચોંટી રહે છે…? એની બહાર પણ એક સુંદર દુનિયા છે એ જોવાનો પ્રયત્ન કર..”

પત્ની : “લીન્ક મોકલો.!!.”😝

…………………………………………………………………………………………………..

સિક્યુરિટી ગાર્ડનો ઇન્ટરવ્યૂ હતો

પ્રશ્ન…પૂછ્યો…

“ઈંગ્લીશ…આવડે છે….?”

ઇન્ટરવ્યૂ આપનારે…સામે પૂછ્યું…..

“ચોર…..વિદેશથી આવવાના છે…??”🤣🤣

……………………………………………………………………………………………….

કેટલાક લોકો મંદિરની બહારથી રસ્તે જતા ચાલુ વાહન ઉપર જ ભગવાનના દર્શન કરી લે……

તેને “માર્ગદર્શન” કહેવાય.

🤣🤣🤣🤣🤣🤣🤣

………………………………………………………………………………………………….

અમે ગુજરાતી કોઈના પર ભરોસો કરતા નથી ….

કોઈ સુઈ ગયું હોય તો એને પણ ઉઠાડીને પુછી લઈએ ….

ભાઈ સુઈ ગયો હતો ?

 

Disclaimer – આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.

 

આ પણ વાંચો –

Video: શખ્સે કર્યો એવો ખતરનાક સ્ટંટ જોઈને જ પરસેવો વળી જાય, લોકોએ કહ્યું આ ટ્રાઈ ન કરાય

આ પણ વાંચો –

સાચી ઘટનાઓ પર બની છે Netflixની આ 5 વેબ સીરીઝ, ક્રાઈમ-થ્રિલર અને બોલ્ડ સીન્સ જોઈને તમને પણ થશે આશ્ચર્ય

આ પણ વાંચો –

માતા-પિતા સાથે જન્મદિવસની ઉજવણી કરતી આ છોકરી આજે બોલીવુડની ટોચની છે અભિનેત્રી, જાણો આ ફોટો કંઈ અભિનેત્રીનો છે