TV9 Gujarati ‘હાસ્યનો ડાયરો’: પત્ની બોલી તમે મારી સાથે એવો વ્યવહાર કરો જેવો લગન પહેલાં કરતા હતા

ખુશ રહેવાથી મોટાભાગની માનસિક સમસ્યાઓ સરળતાથી હલ થઈ જાય છે. એટલા માટે અમે તમારા માટે જોક્સ લાવ્યા છીએ. આ જોક્સ વાંચીને તમે તમારી જાતને ખુશ થતા રોકી શકશો નહીં.

TV9 Gujarati હાસ્યનો ડાયરો: પત્ની બોલી તમે મારી સાથે એવો વ્યવહાર કરો જેવો લગન પહેલાં કરતા હતા
TV9 Gujarati 'Hasya No Dayro'
| Edited By: | Updated on: Jan 07, 2022 | 11:31 PM

આપણે સૌ જાણીએ છીએ કે હાસ્ય આપણા સ્વાસ્થ્ય માટે કેટલું જરૂરી છે. મનને સ્વસ્થ રાખવા માટે ખુશ રહેવું ખૂબ જરૂરી છે. ખુશ રહેવાથી મોટાભાગની માનસિક સમસ્યાઓ સરળતાથી હલ થઈ જાય છે. એટલા માટે અમે તમારા માટે જોક્સ લાવ્યા છીએ. આ જોક્સ વાંચીને તમે તમારી જાતને ખુશ થતા રોકી શકશો નહીં.

 

જજ – તમે શું ગુન્હો કર્યો છે…?🤔
ભૂરો – મેં વહેલું શોપીંગ કરી લીધું હતું…😌

જજ – એ તો કોઈ ગુન્હો નથી, વહેલું એટલે કેટલું વહેલું…?

ભૂરો – દુકાન ખુલે એ પહેલા…😅

………………………………………………………………………………………………………

હું શાક માર્કેટમાં ઉભો હતો એક કોંગ્રેસી બાજુમાં શાક લેતો હતો

એણે પાંચ કિલો બટેટા લીધા

એટલે મે એને પુછયું…

“મશીન આવી ગયુ લાગે છે ?”

તો મારો બેટો ભડકયો બટેટા નાખીને જતો રહ્યો બોલો

😁😁😁😁😁😁

હું તો વેફરના મશીનની વાત કરતો હતો….

…………………………………………………………………………………………………………………….

પત્ની બોલી તમે મારી સાથે એવો વ્યવહાર કરો જેવો લગન પહેલાં કરતા હતા.

મેં એને કારમાં બેસાડી ..

બધે ફેરવી ..

નાસ્તા-પાણી કરાવ્યા ..

સસરાને ત્યાં મૂકી આવ્યો…
………………………………………………………………………………………………………….

શું તમે જાણો છો કે આફ્રિકાના લોકો કાળા કેમ છે?

ઘણા સમય પહેલા ત્યાં એક રાજા એ લગ્ન કરવાનું નક્કી કર્યું પણ સામે 6 રાજકુમારી હતી જેમાંથી એને એકને પસંદ કરવાની હતી,

એટલે એણે બધી રાજકુમારીઓને થોડા બીજ આપ્યા ને કહ્યું કે 6 મહિના પછી આમાંથી જે સૌથી સારું ગુલાબ લઈને આવશે એની સાથે હું લગ્ન કરીશ.

6 મહિના પછી રાજકુમારીઓ જુદા જુદા કોઈ સફેદ તો કોઈ પીળું તો કોઈ લાલ ગુલાબ લઈને રાજા પાસે આવી,

પણ

એક રાજકુમારી ખાલી હાથે રાજા પાસે ઉભી રહી ને કહ્યું ” માફ કરજો મહારાજ પણ તમે જે બીજ આપ્યા હતા એ ગુલાબ ના હતા જ નઈ ” રાજાને આ રાજકુમારીની સત્ય બોલવાની હિમ્મતને આદત ખૂબ ગમી ગઈ અને એણે આ રાજકુમારી સાથે લગ્ન કરવાનું નક્કી કર્યું…

રહી વાત આફ્રિકામાં લોકો કાળા કેમ હોય છે તો ભગવાન ના સમ મને એની કઈ ખબર નથી.
આ તો કરફ્યુ માં ટાઇમ તો પાસ કરવો ને ?

 

Disclaimer – આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.

 

આ પણ વાંચો –

Video: લગ્નમાં દુલ્હન પક્ષના લોકોને વરરાજાના મિત્રોએ ભણાવ્યો પાઠ, વીડિયો જોઈ લોકોએ કહ્યું “દોસ્ત હો તો ઐસા”

આ પણ વાંચો –

કલંક સમાન કિસ્સો: કપૂત દિકરાઓએ જનેતાને તરછોડી, દિકરીઓએ ભારે હ્રદયે માતાના કર્યા અંતિમ સંસ્કાર

આ પણ વાંચો –

પાકિસ્તાનમાં પણ બોલિવૂડ સોંગનો દબદબો, આ વ્યક્તિએ કેટરીના કૈફના સોંગ પર કર્યો ધમાકેદાર ડાન્સ, જુઓ VIDEO