સ્ટંટના ચક્કરમાં યુવકની હાલત થઈ ખરાબ, જુઓ આ Funny Stunt Viral Video

|

Jan 22, 2023 | 3:15 PM

આ વીડિયોમાં એક યુવક સ્ટંટ કરતો જોવા મળી રહ્યો છે. જોકે, તેનો સ્ટંટ નિષ્ફળ જાય છે. આ પછી યુવક સાથે જે થાય છે તે જાણીને તમને હસવું આવશે. આ વીડિયોમાં યુવકની હાલત ખરાબ થઈ ગઈ છે કારણ કે તેનો સ્ટંટ તેને ભારે પડ્યો છે.

સ્ટંટના ચક્કરમાં યુવકની હાલત થઈ ખરાબ, જુઓ આ Funny Stunt Viral Video
Stunt Viral Video
Image Credit source: Instagram

Follow us on

ઈન્ટરનેટ પર હજારો સ્ટંટ વીડિયો જોવા મળે છે. કેટલાક વીડિયોમાં સ્ટંટમેન જબરદસ્ત સ્ટંટ કરતો જોવા મળે છે, તો કેટલાકમાં સ્ટંટમેનનો સ્ટંટ નિષ્ફળ જાય છે. આ દિવસોમાં સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં એક યુવક સ્ટંટ કરતો જોવા મળી રહ્યો છે. જોકે, તેનો સ્ટંટ નિષ્ફળ જાય છે. આ પછી યુવક સાથે જે થશે તે જાણીને તમને હસવું આવશે. આ વીડિયોમાં યુવકની હાલત ખરાબ થઈ ગઈ છે કારણ કે તેનો સ્ટંટ તેને ભારે પડ્યો છે.

આ પણ વાંચો: Twitter Video : હરણે જીવ બચાવવા કર્યુ કંઈક આવું, શિકારીને ધૂળ ચટાડી થયું છુમંતર, જુઓ Video

Shweta tiwariની દીકરીએ સફેદ લહેંગામાં રેમ્પ પર ઉતરી લગાવ્યા ચાર ચાંદ
ઘરમાં સફેદ કબૂતરનું આવવું કઈ વાતનો સંકેત આપે છે? જાણો શુભ કે અશુભ
Plant in pot : ઉનાળામાં જેડ પ્લાન પાન ખરી જાય છે ? આ ખાતરનો ઉપયોગ કરો લીલોછમ રહેશે છોડ
કોઈ પાસેથી લીધેલા નાણાં પાછા નહીં આપો તો શું થાય ? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
શું યુરિક એસિડ વધી રહ્યુ છે? આ પાંચ વસ્તુઓનુ શરૂ કરો સેવન
Chapped lips : ઉનાળામાં હોઠ ફાટવાના કારણો શું છે?

વીડિયોમાં જોવા મળે છે કે યુવક યુનિક કન્ટેન્ટ બનાવવા માટે દિવાલ પાસે સ્ટંટ કરવા પહોંચે છે. જો કે, તે પોતે હાસ્યનો પાત્ર બની જાય છે. આ યુવક સ્ટાઈલની બાબતમાં એવું કામ કરે છે કે તેની હવા ટાઈટ થઈ જાય છે. તે દિવાલ પરથી નીચે પડે છે જેમાં તેનુ પેન્ટ સળીયામાં ફસાય જાય છે અને વીડિયોના શૂટિંગ દરમિયાન તેનું પેન્ટ પણ ઉતરી જાય છે. તમે જોઈ શકો છો કે યુવકનું પેન્ટ દિવાલ પરની સળીયા ફસાઈ જાય છે. તેનાથી તેના સ્ટંટની મજા ખરાબ થઈ જાય છે.

તમે જોઈ શકો છો કે સ્ટાઈલ મારતી વખતે છોકરો તેના બંને હાથ દિવાલ પર રાખે છે. તે પછી તે ઉપરની તરફ કૂદકો મારે છે અને સ્ટાઈલમાં બીજી બાજુ કૂદવાનો પ્રયાસ કરે છે. આ ચક્કરમાં તેનું પેન્ટ ફસાઈ જાય છે અને તે જમીન પર લથડી પડે છે. તેનાથી તેનું પેન્ટ પણ ઉતરી જાય છે. આ સીન કોઈપણને હસાવશે. આ વીડિયો @patiale_wale_chacha_ji નામના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ દ્વારા શેર કરવામાં આવ્યો છે.

લોકો આ વીડિયો જોઈ ખુબ મજા લઈ રહ્યા છે અને આ વીડિયોને ખુબ શેર પણ કરી રહ્યા છે. આ વીડિયો પર લોકો પોતાની રીતે કમેન્ટ્સ પણ કરી રહ્યા છે જેમાં ઘણા લોકો હસવાના ફની ઈમોજી મુકી રહ્યા છે. તો ઘણા લોકો સ્માઈલના ઈમોજી મુકી રહ્યા છે એંકદરે આ વીડિયો લોકોને ખુબ પસંદ આવી રહ્યો છે.

Next Article