Viral Video: મોતના કુવામાં કરતબ દેખાડવાના ચક્કરમાં શખ્સની હાલત થઈ ખરાબ, આ જોઈને હસવુ નહીં રોકી શકો

ઘણી વખત ચોંકાવનારા વીડિયો સોશિયલ મીડિયા પર પણ વાયરલ થાય છે. આ વીડિયોમાં મોતના કૂવાનો એવો ટ્રેન્ડિંગ વીડિયો સામે આવ્યો છે, જેને જોઈને તમે પણ એક ક્ષણ માટે ચોંકી જશો.

Viral Video: મોતના કુવામાં કરતબ દેખાડવાના ચક્કરમાં શખ્સની હાલત થઈ ખરાબ, આ જોઈને હસવુ નહીં રોકી શકો
Stunt Viral Video
Image Credit source: Instagram
| Edited By: | Updated on: Feb 03, 2023 | 5:35 PM

‘મોતના કુવા’માં જે પ્રકારના કરતબ બતાવવામાં આવે છે તેનાથી આપણે સૌ વાકેફ છીએ. તેમાં જે પ્રકારના ખતરનાક સ્ટંટ બતાવવામાં આવ્યા છે તે જોઈને ઘણી વખત લોકો દંગ રહી જાય છે. ઘણી વખત એવી ઘટનાઓ પણ બની છે, જેમાં લોકોના જીવ પણ જાય છે. ઘણી વખત ચોંકાવનારા વીડિયો સોશિયલ મીડિયા પર પણ વાયરલ થાય છે. આ વીડિયોમાં મોતના કૂવાનો એવો ટ્રેન્ડિંગ વીડિયો સામે આવ્યો છે, જેને જોઈને તમે પણ એક ક્ષણ માટે ચોંકી જશો.

આ પણ વાંચો: જાદુગરનો જાદુ જોઈને મહિલા દંગ રહી ગઈ, વીડિયો જોયા બાદ તમે પણ ચોંકી જશો, જુઓ Viral Video

જ્યારે નામ જ ‘મોતનો કૂવો’ હોય, તો સ્વાભાવિક છે કે તેનો ખેલ પણ જીવલેણ હશે. આ હોવા છતાં, લોકો આ રમત રમવા અને જોવાનું પસંદ કરે છે. પરંતુ, ઘણી વખત સ્ટંટના ચક્કરમાં એવી ઘટના બને છે, જેને જોઈને દુનિયા દંગ રહી જાય છે. આ વાયરલ વીડિયોમાં પણ તમને આવો ચોંકાવનારો નજારો જોવા મળશે.

આ ચોંકાવનારા વીડિયોમાં તમે જોઈ શકો છો કે મોટી સંખ્યામાં લોકો મોતનો કુવો જોવા માટે ઉભા છે. પછી એક બાઇક સવાર કરતબ બતાવવા પહોંચે છે. પરંતુ જેવો જ તે બાઈક કુવામાં ઉતારે છે અને તેનું સંતુલન બગડી જાય છે અને પછી તેની સાથે એક એવી ઘટના બને છે, જેને જોઈ તમે હસવુ રોકી શકશો નહીં. સોશિયલ મીડિયા વાયરલ વીડિયોનો ખજાનો છે જેમાં ઘણા વીડિયો વાયરલ થતા રહે છે ત્યારે લોકોને ફની વીડિયો ખુબ પસંદ આવતા હોય છે.

વીડિયોમાં જોઈ શકાય છે કે કરતબના ચક્કરમાં વ્યક્તિની હાલત ખરાબ થઈ જાય છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોને ઈન્સ્ટાગ્રામ પર ‘perfect___ladka’ નામના એકાઉન્ટ દ્વારા શેર કરવામાં આવ્યો છે. લાખો લોકોએ આ ખતરનાક વીડિયો જોયો છે. જ્યારે આ વીડિયોને લગભગ 1 લાખ 20 હજાર લોકોએ લાઈક કર્યો છે. વીડિયો જોઈને કેટલાક લોકો કહે છે કે આ ખરેખર મોતનો કૂવો છે. એક યુઝર્સે લખ્યું, ‘હું પહેલીવાર આવી રમત જોઈ રહ્યો છું’.