Dog Viral Video: આ ડોગીના નખરા તો જૂઓ! ખાવા માટે એવું દિમાગ લગાવ્યું કે તમે પણ હસવા લાગશો

વિશ્વમાં ઘણા પ્રાણીઓ (Animal Video) છે, પરંતુ આપણે ડોગીને પાલતુ બનાવવા માંગીએ છીએ. કારણ છે કે ક્યૂટ હોવા ઉપરાંત તે પોતાના માલિક પ્રત્યે વફાદાર પણ હોય છે, આ સાથે તે એક સારો એક્ટર પણ છે.

Dog Viral Video: આ ડોગીના નખરા તો જૂઓ! ખાવા માટે એવું દિમાગ લગાવ્યું કે તમે પણ હસવા લાગશો
Dog viral Video
| Edited By: | Updated on: Sep 25, 2022 | 7:29 AM

સોશિયલ મીડિયા પર કયો વીડિયો ક્યારે વાયરલ થઈ જાય છે તેની કોઈને ખબર નથી. ખાસ કરીને પ્રાણીઓને લગતા વીડિયો (Animal Video). જેને લોકો માત્ર જોતાં જ નથી પણ એકબીજા સાથે શેર પણ કરે છે. આ જ કારણ છે કે આ વીડિયો ઈન્ટરનેટ પર આવતાની સાથે જ વાયરલ થઈ જાય છે. આવો જ એક વીડિયો હાલના દિવસોમાં ચર્ચામાં છે. જ્યાં શ્વાન (Dog Video) પોતાની એક્ટિંગથી કંઈક આવું કરે છે. આ જોયા પછી તમે પણ કહેશો કે આ કૂતરો ખરેખર સ્માર્ટ છે.

વિશ્વમાં ઘણા પ્રાણીઓ (Animal Video) છે, પરંતુ આપણે ડોગીને પાલતુ બનાવવા માંગીએ છીએ. કારણ છે કે ક્યૂટ હોવા ઉપરાંત તે પોતાના માલિક પ્રત્યે વફાદાર પણ હોય છે, આ સાથે તે એક સારો એક્ટર પણ છે. વાઈરલ થઈ રહેલા આ વીડિયો પર એક નજર કરો જ્યાં એક કૂતરાએ કર્યું આવું એક્ટિંગ, જોઈને સારા કલાકારો પણ દંગ રહી જશે.

ડોગીની એક્ટિંગનો વીડિયો અહીં જુઓ…

વાયરલ થઈ રહેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક કૂતરો લંગડાતો જોવા મળી રહ્યો છે. કૂતરાની આવી હાલત જોઈને લાગે છે કે તેના પગમાં ઈજા થઈ છે, જેના કારણે તે આ રીતે ચાલી રહ્યો છે. તે આ રીતે ચાલે છે અને કેમેરામેન સુધી પહોંચે છે. જેને જોઈને કેમેરામેન તેને ખાવાનું આપે છે અને તે પછી તે પોતાના ચાર પગ પર ચાલવા લાગે છે. વીડિયોના અંતે સમજી શકાય છે કે તેણે ખાવા માટે આટલું બધું કર્યું છે. કૂતરાની આ એક્ટિંગ એકદમ ફની છે અને આ જોઈને તમે તેની એક્ટિંગની ચોક્કસ પ્રશંસા કરશો.

આ વીડિયો ટ્વિટર એકાઉન્ટ @TansuYegen પર શેર કરવામાં આવ્યો છે. સમાચાર લખાય છે ત્યાં સુધી 31 લાખથી વધુ લોકો તેને જોઈ ચૂક્યા છે. તે જ સમયે, 84,000થી વધુ લોકોએ આ વીડિયોને પસંદ કર્યો છે. એક યુઝરે લખ્યું, આ કૂતરાની એક્ટિંગ સામે મોટા-મોટા કલાકારો પણ નિષ્ફળ છે. બીજી તરફ અન્ય યુઝરે લખ્યું કે, હું આ કૂતરાની એક્ટિંગનો ફેન બની ગયો છું. આ સિવાય ઘણા વધુ યુઝર્સે આ વીડિયો પર કોમેન્ટ દ્વારા પોતાની પ્રતિક્રિયા નોંધાવી છે.

Published On - 7:27 am, Sun, 25 September 22