Viral: કોઈ પાણી પુરી આઈસક્રીમ ખાઈ રહ્યું છે તો કોઈ સફરજનના ભજીયા અને કાળી ઈડલી, વીડિયો થયા વાયરલ

|

Dec 16, 2021 | 9:10 AM

આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો જ્યારે બેંગ્લોરના એક ફૂડ બ્લોગરે 'પાણીપુરી આઈસ્ક્રીમ'ના સ્વાદ વિશે જણાવ્યું. બીજી તરફ એક વ્યક્તિએ સફરજનના ભજીયા તળીને લોકોને ચોંકાવી દીધા છે.

Viral: કોઈ પાણી પુરી આઈસક્રીમ ખાઈ રહ્યું છે તો કોઈ સફરજનના ભજીયા અને કાળી ઈડલી, વીડિયો થયા વાયરલ
Funny Viral Videos

Follow us on

ક્યારેય પાણીપુરી આઈસ્ક્રીમ વિશે સાંભળ્યું છે? ખરેખર, ખાન-પાનની દુનિયામાં ઘણું બધું છે જેનાથી આપણે અજાણ છીએ! કારણ કે તાજેતરમાં જ્યારે બેંગ્લોરના એક ફૂડ બ્લોગરે ‘પાણીપુરી આઇસક્રીમ’ (Pani puri ice cream)ખાધા પછી તેના સ્વાદ વિશે જણાવ્યું, ત્યારે વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ (Viral Videos) થયો હતો.

બીજી તરફ એક વ્યક્તિએ સફરજનના ભજીયા (Apple Pakoda) તળીને લોકોને ચોંકાવી દીધા છે. સ્ટ્રીટ ફૂડ અને નાસ્તા સાથે એટલા બધા પ્રયોગો થઈ રહ્યા છે કે સોશિયલ મીડિયા (Social Media) પર લોકો પણ દંગ રહી (Funny Viral Videos) જાય છે. હાલમાં જ નાગપુરમાં એક સ્ટ્રીટ વેન્ડરે ‘બ્લેક ઇડલી’ (Black Detox idli) બનાવીને લોકોને ચોંકાવી દીધા હતા. હવે પાણીપુરી આઈસ્ક્રીમ લોકોમાં ચર્ચાનો વિષય બની ગયો છે.

મહાયુતિ સરકારના ફેવરિટ છે આ સેક્ટર, આ શેર પર છે રોકાણકારોની નજર
IPL Auction ની શરૂઆતમાં જ કાવ્યા મારનને પ્રીટિ ઝિન્ટાએ આપ્યો ઝટકો ! આ ફાસ્ટ બોલર હાથમાંથી ગયો
અમદાવાદમાં હવે અંબાણીની જેમ કરી શકાશે પાણી વચ્ચે લગ્નનું આયોજન, જાણો ક્યાં
કુંડળીમાં ગ્રહોને મજબૂત કરવા લલાટ પર કરો આ તિલક
Amla with Honey : આમળા અને મધ એકસાથે ખાવાથી થાય છે ગજબના ફાયદા
આજનું રાશિફળ તારીખ : 24-11-2024

કેવો છે પાણીપુરી આઈસ્ક્રીમનો સ્વાદ?

વીડિયોની શરૂઆતમાં મહિલા પૂછે છે કે શું તમે ક્યારેય પાણીપુરી આઈસ્ક્રીમ વિશે સાંભળ્યું છે? આ પછી તે ફૂડ પેકેટ ખોલે છે અને પાણીપુરી બતાવે છે અને કહે છે શું તમે જોઈ શકો છો કે આઈસ્ક્રીમની અંદર પાણીપુરીની પુરી છે. આ પછી તે ખાય છે અને તેના સ્વાદ વિશે કહે છે. મહિલાના કહેવા પ્રમાણે, આ પાણીપુરીનો સ્વાદ ખાટી આમલી આઈસ્ક્રીમ જેવો છે. અંતે તે કહે છે કે પુરી વિના સારું છે. તમને જણાવી દઈએ કે, આ પાણીપુરી આઈસ્ક્રીમ બેંગ્લોરની એક રેસ્ટોરન્ટમાં ઉપલબ્ધ છે.

જ્યારે સફરજનને ભજીયાની જેમ તળવામાં આવ્યા

આ વીડિયો ઇન્સ્ટાગ્રામ (Instagram) પેજ whathowtry દ્વારા શેર કરવામાં આવ્યો છે, જેમાં તમે જોઈ શકો છો કે એક વ્યક્તિ સફરજનને ચણાના લોટમાં નાખીને અને તેને સારી રીતે ડીપ ફ્રાય કરીને નાના કદના ભજીયા બનાવે છે. સફરજનને ભજીયાની જેમ તળ્યા પછી, તે તેને બહાર કાઢે છે અને બે ભાગમાં કાપીને કેમેરા તરફ બતાવે છે. હવે તેને સફરજનના ભજીયા જ કહેવું કે બીજુ કંઈ?

ઈડલી છે કે સિમેન્ટનું મિશ્રણ ?

આ વીડિયો નાગપુર સ્થિત ફૂડ બ્લોગર વિવેક અને આયેશાએ ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે. તેણે કેપ્શનમાં લખ્યું, ‘આ કાળી ઈડલી નાગપુરની વોકર સ્ટ્રીટ પર ઓલ અબાઉટ ઈડલી નામની જગ્યા પર મળે છે, જે ડિટોક્સ ઈડલી છે. તે સગર્ભા સ્ત્રીઓ માટે નથી. તમને જણાવી દઈએ કે, આ ક્લિપને 10 લાખથી વધુ વ્યૂઝ અને 51 હજારથી વધુ લાઈક્સ મળ્યા છે.

 

આ પણ વાંચો: Technology: ભારતના આ યુવકે Android માં શોધી ગંભીર ખામી, Google તરફથી મળ્યુ લાખો રૂપિયાનું ઈનામ

આ પણ વાંચો: પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજનાને 5 વર્ષ લંબાવવા મળી લીલી ઝંડી, 22 લાખ ખેડૂતોને થશે ફાયદો

Next Article