Budget 2022: કોઈએ કહ્યું દૂરંદેશી તો કેટલાકે સર્વસમાવેશક, જાણો સરકારના બજેટ પર અમિત શાહ સહિત શાસક પક્ષના નેતાઓનો અભિપ્રાય

|

Feb 01, 2022 | 4:01 PM

કેન્દ્ર સરકાર સાથે જોડાયેલા નેતાઓ દ્વારા નાણામંત્રીના આ બજેટની ખૂબ પ્રશંસા કરવામાં આવી છે. તેમાં ગૃહ મંત્રી અમિત શાહ, રક્ષા મંત્રી રાજનાથ સિંહ અને બીજેપી સાંસદ રાજ્યવર્ધન સિંહ રાઠોડ જેવા ઘણા નેતાઓએ તેમની પ્રતિક્રિયાઓ આપી છે.

Budget 2022: કોઈએ કહ્યું દૂરંદેશી તો કેટલાકે સર્વસમાવેશક, જાણો સરકારના બજેટ પર અમિત શાહ સહિત શાસક પક્ષના નેતાઓનો અભિપ્રાય
Budget 2022 Finance Minister Nirmala Sitharaman

Follow us on

નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે (Finance Minister Nirmala Sitharaman)આજે (1, ફેબુઆરી) નાણાકીય વર્ષ 2022-23 માટે કેન્દ્રીય બજેટ રજૂ કર્યું. મોદી સરકારના બીજા કાર્યકાળનું આ ચોથું બજેટ છે. આ બજેટ કોરોના મહામારી (Covid Pandemic)ની ત્રીજી લહેર અને પાંચ રાજ્યોમાં યોજાનારી ચૂંટણી પહેલા રજૂ કરવામાં આવ્યું છે. તેથી તેનું મહત્વ વધારે છે. આ દરમિયાન નાણામંત્રીએ રોજગાર, આવાસ અને શિક્ષણ વગેરેને લઈને ઘણી મોટી જાહેરાતો કરી.

નાણામંત્રીના આ બજેટને કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ સહિત શાસક પક્ષ સાથે સંકળાયેલા નેતાઓએ ખૂબ વખાણ્યું છે. તેમાં ગૃહ મંત્રી અમિત શાહ (Amit Shah), રક્ષા મંત્રી રાજનાથ સિંહ અને બીજેપી સાંસદ રાજ્યવર્ધન સિંહ રાઠોડ જેવા ઘણા નેતાઓએ તેમની પ્રતિક્રિયાઓ આપી છે.

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?

અમિત શાહે કેન્દ્રીય બજેટને ‘દૂરદર્શી’ ગણાવ્યું

કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે મંગળવારે સંસદમાં રજૂ કરાયેલ વર્ષ 2022-23 માટેના કેન્દ્રીય બજેટને “દૂરદર્શી” ગણાવ્યું અને દાવો કર્યો કે તે ભારતના અર્થતંત્રનો ‘સ્કેલ’ બદલનાર સાબિત થશે. બજેટ માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને નાણામંત્રી નિર્મલા સીતારમણની પ્રશંસા કરતા શાહે કહ્યું કે આ બજેટ ભારતને ‘આત્મનિર્ભર’ બનાવશે અને આઝાદીના 100મા વર્ષના નવા ભારતનો પાયો નાખશે.

તેમણે કહ્યું કે, બજેટનું કદ વધારીને 39.45 લાખ કરોડ કરવું, કોરોના સમયગાળામાં પણ ભારતની ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થા દર્શાવે છે. રાજકોષીય ખાધનું લક્ષ્ય 6.9 ટકાથી ઘટાડીને 6.4 ટકા કરવું એ એક મોટી સિદ્ધિ છે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં ભારત રાજકોષીય ખાધને ચાર ટકાથી નીચે લાવવામાં સફળ રહેશે.

કેન્દ્રીય સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે કહ્યું કે સંરક્ષણ સહિત ઘણા ક્ષેત્રોમાં સંશોધન અને વિકાસ માટે પૂરતી રકમ ફાળવવામાં આવી છે. આર એન્ડ ડી બજેટના 25 ટકા સ્ટાર્ટઅપ્સ અને ખાનગી સંસ્થાઓ માટે અનામત રાખવાનો પ્રસ્તાવ એક ઉત્તમ પગલું છે.

આ વખતના બજેટ અંગે કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજુએ કહ્યું કે આ ખૂબ જ સારું બજેટ છે. તે ખૂબ જ સમાવિષ્ટ બજેટ છે જે ગરીબો, ગ્રામીણ અને સરહદી વિસ્તારો અને પૂર્વોત્તરમાં રહેતા લોકો સહિત સમાજના દરેક વર્ગના હિતોનું ધ્યાન રાખે છે.

બીજેપી સાંસદ રાજ્યવર્ધન સિંહ રાઠોડે કહ્યું કે આ સામાન્ય માણસ માટે ઘણું સારું બજેટ છે. ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં 35%નો વધારો કરવામાં આવ્યો છે, જે આપોઆપ અર્થતંત્રને વેગ આપશે. આ એક બૂસ્ટર શોટ છે જે દેશમાં મેન્યુફેક્ચરિંગને ઝડપી બનાવશે જ્યારે દેશના નાણાને દેશમાં રાખશે.

પૂર્વ કેન્દ્રીય નાણા રાજ્ય મંત્રી જયંત સિન્હાએ બજેટ વિશે કહ્યું કે આ એક એવું બજેટ છે જે મૂડી ખર્ચ પર ભાર મૂકે છે. આ રોકાણ જીડીપી વૃદ્ધિને વેગ આપશે. આ ડિફ્લેશનરી બજેટ છે અને ફુગાવાને અંકુશમાં રાખશે. જેના કારણે જબરદસ્ત રોજગારી સર્જાશે.

આ પણ વાંચો: Income Tax Slab માં કોઈ રાહત ન મળતા મીમ્સનો થયો વરસાદ, અલ્લુ અર્જૂન સ્ટાઈલમાં જનતા બોલી – ‘મેં ઝૂકેગા નહીં’

આ પણ વાંચો: Budget 2022: સામાન્ય લોકોના ખિસ્સા પર શું અસર પડશે? જાણો, કઈ કઈ વસ્તુ ખરીદવી સસ્તી કે મોંઘી પડશે

Published On - 3:45 pm, Tue, 1 February 22

Next Article