Pakistanમાં રમાય છે અનોખી કબડ્ડી, ખેલાડીઓ એકબીજા પર કરે છે થપ્પડોનો વરસાદ, જુઓ Viral Video

|

Jul 05, 2023 | 7:44 PM

Slap Kabaddi in Pakistan : પાકિસ્તાનનો એક અનોખો વીડિયો સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં કબડ્ડી રમતા 2 ખેલાડીઓ એકબીજા પર થપ્પડોનો વરસાદ કરી રહ્યા છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ શેયર પણ થઈ રહ્યો છે.

Pakistanમાં રમાય છે અનોખી કબડ્ડી, ખેલાડીઓ એકબીજા પર કરે છે થપ્પડોનો વરસાદ, જુઓ Viral Video
Slap Kabaddi Video

Follow us on

Slap Kabaddi Video: દરેક વ્યક્તિએ પોતાના સ્કૂલ-કોલેજના સમયમાં કબડ્ડી તો રમી જ હશે. જો રમી ના હોય તો જોઈ તો હશે જ. ભારત સહિત દુનિયાના ઘણા દેશોમાં આ કબડ્ડીની રમત રમાઈ છે. દુનિયામાં કબડ્ડીની ટુર્નામેન્ટ પણ થાય છે. પાકિસ્તાનની આવી જ એક કબડ્ડી ટુર્નામેન્ટનો વીડિયો હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ (Viral) થઈ રહ્યો છે. આ વીડિયો જોઈ તમે પોતાના હસવા પર નિયંત્રણ રાખી શકશો નહીં.

વાયરલ થઈ રહેલા વીડિયોમાં ખેલાડીઓ એકબીજાને થપ્પડ મારતા જોવા મળી રહ્યા છે. જણાવી દઈએ કે આ અનોખી કબડ્ડીને થપ્પડ કબડ્ડી એટલે કે Slap Kabaddiના નામથી ઓળખવામાં આવે છે. આ કબડ્ડીમાં ખેલાડીઓને પકડીને ભાગી જવાની સિસ્ટમ નથી, પણ એક ખેલાડી બીજા ખેલાડી પર થપ્પડોનો વરસાદ કરે છે. આ કબડ્ડીમાં થપ્પડ મારવાની કોઈ મર્યાદા નથી હોતી. રિપોર્ટસ અનુસાર, 2 ખેલાડીઓ વચ્ચે રમાતી આ રમતમાં જોરદાર થપ્પડબાજી થાય છે.

Dry fruits and Nuts : ડ્રાયફ્રુટ્સ અને નટ્સ વચ્ચે શું તફાવત છે? જાણો
જાણો સ્વાસ્થ્ય માટે સફેદ અને કાળા મરી, બંન્નેમાંથી ક્યાં છે ફાયદાકારક
આજનું રાશિફળ તારીખ : 22-01-2025
રિંકુ સિંહની ભાવિ પત્ની આ ખાસ વ્યક્તિની છે મોટી ફેન
Jaggery with Black Solt Benefits : ગોળ અને સંચળ ખાવાથી શરીરમાં દેખાશે આ ફેરફાર
Peanuts : મગફળી ખાધા પછી તરત જ પાણી પીધું તો ગયા સમજજો, જાણો કારણ

આ પણ વાંચો : ચાલતી ટ્રેન પકડવી પડી ભારે, દીકરી સાથે પિતા પાટા પર પડ્યા, બંનેનું દર્દનાક મોત, રૂવાડા ઉભા કરનારો Video વાયરલ

પાકિસ્તાનની થપ્પડ માર કબડ્ડીનો વાયરલ વીડિયો

 


આ પણ વાંચો : Animal Cute Video : હેલ્થ કોન્શિયસ ‘બિલ્લી માસી’, જિમમાં સહેલીઓ સાથે પરસેવો પાડતા જોવા મળી

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટ પર વાયરલ થઈ રહેલો આ વીડિયો @WonderW97800751 નામની આઈડી પરથી શેયર કરવામાં આવ્યો છે. આ વીડિયો પોસ્ટના કેપ્શનમાં લખવામાં આવ્યું છે કે , આ ક્યા પ્રકારની ફાઈટિંગ સ્ટાઈલ છે ? આ વીડિયોને 2 લાખથી વધારે વ્યૂઝ મળ્યા છે. આ વીડિયો પર સોશિયલ મીડિયા યુઝર્સ અલગ અલગ પ્રકારની પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે.

એક યુઝરે આ વીડિયો પર પ્રતિક્રિયા આપતા લખ્યું છે કે, પાકિસ્તાનીઓ આવી જ થપ્પડોને લાયક છે. બીજા એક યુઝરે લખ્યું છે કે, આ રમતમાં તો ઈજ્જતના ધજાગરા પણ થાય છે. અન્ય એક યુઝરે પ્રતિક્રિયા આપી છે કે, આવી રમત પાકિસ્તાનમાં જ રમાવી જોઈએ. આવી અનેક પ્રતિક્રિયા આ વીડિયો પર જોવા મળી છે.

આ પણ વાંચો :  Viral Video: એમ જ નથી દિલ્હી મેટ્રો બદનામ! હવે છોકરીએ છોકરાને પબ્લિક વચ્ચે જડી દીધો લાફો, વીડિયો જોઈ લોકો ભડક્યા

વાયરલ અને ટ્રેન્ડિંગના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

 

Next Article