
જાણીતી ટીવી અને બોલિવૂડ અભિનેત્રી શ્વેતા તિવારીને તાજેતરમાં ઓનલાઈન ગ્રોસરી ઓર્ડર દરમિયાન એક અપ્રિય અનુભવ થયો. ક્વિક-કોમર્સ ડિલિવરી પ્લેટફોર્મ પરથી પીણું મંગાવ્યા બાદ તેમના ઘરે કોકરોચ પહોંચી ગયો હોવાનો દાવો અભિનેત્રીએ કર્યો છે. આ ઘટનાથી નારાજ શ્વેતાએ સોશિયલ મીડિયા પર વીડિયો શેર કરીને ફૂડ સેફ્ટી અને ડિલિવરી સિસ્ટમ અંગે સવાલો ઉઠાવ્યા છે.
શ્વેતા તિવારીએ પોતાની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર એક વીડિયો શેર કર્યો હતો. વીડિયોમાં એક નાનો કોકરોચ તેમના ઘરના સોફા અને ફર્નિચર આસપાસ ફરતો જોવા મળે છે. શ્વેતાએ મજાકિયા અંદાજમાં કહ્યું કે તેમણે માત્ર એક પીણું ઓર્ડર કર્યું હતું, પરંતુ તેની સાથે એક અનિચ્છનીય ‘મહેમાન’ પણ ઘરે આવી ગયો.
વીડિયોમાં તેમના ઘરમાં હાજર લોકો કોકરોચને પકડવાનો પ્રયાસ કરતા પણ જોવા મળે છે. જોકે, સમગ્ર ઘટનાને શ્વેતાએ હળવા અંદાજમાં રજૂ કરી હોવા છતાં, તેમણે આ ઘટનાને ફૂડ હાઈજીન અને ગ્રાહકોની સુરક્ષા સાથે જોડીને ગંભીર સવાલ પણ ઉઠાવ્યો છે.
Shweta tiwari posted an Instagram story explaining what to do when u see a cockroach
She is in full mood to stay relevant these days pic.twitter.com/ZsAYPzYzjx
— Chota Don (@choga_don) August 19, 2026
આ ઘટનાને લઈને શ્વેતા તિવારીએ મહારાષ્ટ્રના ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન (FDA) કમિશનર તુકારામ મુંડેને સોશિયલ મીડિયા પર ટેગ કર્યા હતા. અભિનેત્રીએ ઓનલાઈન ડિલિવરી દ્વારા આ પ્રકારની સમસ્યા ગ્રાહકોના ઘર સુધી પહોંચતી હોવા અંગે ચિંતા વ્યક્ત કરી અને સંબંધિત તંત્રને યોગ્ય તપાસ તથા કાર્યવાહી કરવા અપીલ કરી.
શ્વેતાના સ્ટાઇલિસ્ટ વિક્ટર રોબિન્સને પણ આ ઘટના અંગે પ્રતિક્રિયા આપી હતી અને સોશિયલ મીડિયા પર પોતાનો વિરોધ વ્યક્ત કર્યો હતો.
મહારાષ્ટ્રના FDA સાથે જોડાયેલા અધિકારી તુકારામ મુંડે છેલ્લા કેટલાક સમયથી ફૂડ સેફ્ટી અને નિયમોના પાલનને લઈને કડક કાર્યવાહી માટે ચર્ચામાં રહ્યા છે. હોટલ, રેસ્ટોરન્ટ અને ફાસ્ટ-કોમર્સ સાથે જોડાયેલા વેરહાઉસ સહિત વિવિધ સ્થળોએ તપાસ દરમિયાન ખામીઓ સામે આવ્યા બાદ કાર્યવાહી કરવામાં આવી હોવાના અહેવાલો સામે આવ્યા છે.
આ જ કારણસર સોશિયલ મીડિયા પર કેટલાક લોકો તેમને ‘રીઅલ સિંઘમ’ તરીકે પણ ઓળખાવી રહ્યા છે. શ્વેતા તિવારીએ પણ પોતાની ફરિયાદ તેમના સુધી પહોંચાડીને આ મામલે ધ્યાન દોર્યું છે.
વર્કફ્રન્ટની વાત કરીએ તો શ્વેતા તિવારી હાલમાં OTT રિયાલિટી શો ‘ધ ટ્રેટર્સ ઇન્ડિયા’ની બીજી સીઝનમાં જોવા મળી રહી છે. અભિનેત્રી અગાઉ ‘સિંઘમ અગેન’ અને વેબ સિરીઝ ‘ઇન્ડિયન પોલીસ ફોર્સ’માં પણ જોવા મળી ચૂકી છે.
આ ઉપરાંત શ્વેતા આગામી સમયમાં સિદ્ધાર્થ મલ્હોત્રા, તમન્ના ભાટિયા અને સુનીલ ગ્રોવર જેવા કલાકારો સાથે ફિલ્મ ‘વન – ફોર્સ ઓફ ધ ફોરેસ્ટ’માં જોવા મળશે.
રાજકોટ સિવિલ હોસ્પિટલમાં મહિલા તબીબને માર મારવાનો મામલો, સુપરિન્ટેન્ડન્ટની બદલી, આરોપીની ધરપકડ, જુઓ Video
Published On - 5:36 pm, Fri, 21 August 26