Viral Video : કિંગ કોબરાવાળા બૂટ પહેરી નીકળી આ યુવતી, બૂટ જોઈ લોકો રહી ગયા દંગ

કિંગ કોબરાને દુનિયા સૌથી ઝેરીલા સાપમાંથી એક માનવામાં આવે છે. કિંગ કોબરાને દૂરથી જોઈને જ લોકોના શ્વાસ અધર થઈ જાય છે. સોશિયલ મીડિયા પર હાલમાં કિંગ કોબરા સંબંધિત એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે.

Viral Video : કિંગ કોબરાવાળા બૂટ પહેરી નીકળી આ યુવતી, બૂટ જોઈ લોકો રહી ગયા દંગ
Shocking Viral Video
Image Credit source: twitter
| Edited By: | Updated on: Feb 10, 2023 | 11:40 AM

દુનિયામાં સાપની અનેક પ્રજાતિઓ છે. કેટલાક સાપ ઝેરીલા હોય છે તો કેટલાક માત્ર ખતરાનાક હોય છે. કિંગ કોબરાને દુનિયા સૌથી ઝેરીલા સાપમાંથી એક માનવામાં આવે છે. કિંગ કોબરાને દૂરથી જોઈને જ લોકોના શ્વાસ અધર થઈ જાય છે. સોશિયલ મીડિયા પર હાલમાં કિંગ કોબરા સંબંધિત એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે.

વાયરલ થઈ રહેલા વીડિયોને જોઈ તમે પહેલા દંગ રહી જશો. એક યુવતી એવા બૂટ પહેરીને બહાર નીકળે છે જે તમે પહેલા ભાગ્યે જ જોયા હશે. વાયરલ વીડિયોમાં લોકોની અવરજવર વાળી જગ્યાના દ્રશ્યો જોવા મળી રહ્યાં છે.

આ જ જગ્યા પર એક યુવતી વિચિત્ર પ્રકારના બૂટ પહેરે છે.આ બૂટ કિંગ કોબરા જેવા છે. દરેક બૂટ પર કિંગ કોબરા જેવી પ્રતિકૃતિ ચોંટડાવામાં આવી છે. આ બૂટને જોઈને પહેલીવાર જ દરેક વ્યક્તિ ડરી જાય એમ છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થઈ રહ્યો છે.

બૂટને ડિઝાઈનને કારણે લાગી રહ્યું છે કે સામે 2 કિંગ કોબરા જ આવી રહ્યાં છે. આજકાલ ફેશન-સ્ટાઈલનો જમાનો આવી ગયો છે. દુનિયામાં આશ્ચર્યમાં મુકી દેતી ફેશન પણ જોવા મળે છે અને દંગ કરી દેતી વિચિત્ર ફેશન પણ જોવા મળે છે. કિંગ કોબરા જેવા આ બૂટ એ જ વિચિત્ર ફેશનનો ભાગ છે.

આ રહ્યો એે વાયરલ વીડિયો

 

આ પણ વાંચો : Viral Video : ગુજ્જુ ક્રિકેટર જાડેજા પર લાગ્યો બોલ ટેમ્પરિંગનો આરોપ, આંગળી પર બામ લગાવતા ઓસ્ટ્રેલિયાએ ઉઠાવ્યા સવાલ

આ વાયરલ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પરથી શેયર કરવામાં આવ્યો છે. સોશિયલ મીડિયા પર આ વીડિયો ભારે વાયરલ થઈ રહ્યો છે. સોશિયલ મીડિયા યુઝર્સ આ વીડિયોને ખુબ પસંદ કરી રહ્યા છે. સોશિયલ મીડિયા યુઝર્સ આ વીડિયોને શેયર કરવાની સાથે સાથે તેના પર પોતાની પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે.

એક સોશિયલ મીડિયા યુઝરે આ વીડિયો પર પ્રતિક્રિયા આપતા લખ્યુ છે કે,હવે તો કિંગ કોબરા પણ ફેશન-સ્ટાઈલનો ભાગ બની ગયો. બીજા સોશિયલ મીડિયા યુઝરે પ્રતિક્રિયા આપતા લખ્યુ છે કે, દુનિયાના વિચિત્ર લોકોના વિચિત્ર વિચારો. અન્ય એક સોશિયલ મીડિયા યુઝરે પ્રતિક્રિયા આપતા લખ્યુ છે કે, લોકોને ડરાવવા માટે સારી વસ્તુ છે આ.