Shocking Viral Video : ડંપર નીચે ફસાઈ સ્કૂટી, 2 કિમી સુધી ઘસડાયા દાદા-પૌત્રી, માસૂમના ઉડી ગયા ચીથરા

દરેક વ્યક્તિના ઘરમાં વડીલો સલાહ આપતા જ હોય છે કે ગાડી સાવધાનીથી ચલાવવી. પણ કોઈ અન્ય વ્યક્તિની ભૂલને કારણે અનેક માસૂમોનો ભોગ લેવાઈ જતો હોય છે. હાલમાં દાદા-પૌત્રીના અકસ્માતનો એક ભયાનક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

Shocking Viral Video : ડંપર નીચે ફસાઈ સ્કૂટી, 2 કિમી સુધી ઘસડાયા દાદા-પૌત્રી, માસૂમના ઉડી ગયા ચીથરા
Shocking viral video
| Edited By: | Updated on: Feb 27, 2023 | 6:50 AM

સોશિયલ મીડિયા પર અકસ્માતને લગતા અનેક વીડિયો વાયરલ થતા હોય છે. કેટલાક લોકો આવા અકસ્માતમાં ચમત્કારીક રીતે બચી જાય છે, તો કેટલાક કઈ સમજે તે પહેલા જ જીવ ગુમાવી દેતા હોય છે. દરેક વ્યક્તિના ઘરમાં વડીલો સલાહ આપતા જ હોય છે કે ગાડી સાવધાનીથી ચલાવવી. પણ કોઈ અન્ય વ્યક્તિની ભૂલને કારણે અનેક માસૂમોનો ભોગ લેવાઈ જતો હોય છે. હાલમાં દાદા-પૌત્રીના અકસ્માતનો એક ભયાનક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે એક ડંપર રસ્તા પરથી ફૂલ સ્પીડમાં પસાર થઈ રહ્યું છે. આ ડંપરની નીચે એક સ્કૂટી સાથે 67 વર્ષના ઉદિત નારાયણ અને તેમની 6 વર્ષની પૌત્રી સાત્વિક પણ ઘસડાઈ રહી છે. 2 કિમી આ બંને દાદા-પૌત્રી રસ્તા પર ઘસડાતા રહ્યાં છે અને અંતે તે બંનેના મોત થયા હતા. વાયરલ થઈ રહેલો વીડિયો ઉત્તર પ્રદેશના મહોબા જિલ્લાનો છે. મળતી માહિતી અનુસાર ડંપર ચાલકને એ વાતનો ખ્યાલ પણ ન હતો કે તે 2 લોકોની કમકમાટી ભરેલા મોતનું કારણ બની રહ્યો છે.

આ રહ્યો એ વાયરલ વીડિયો

 

આ પણ વાંચો :  Shocking Video : કેમેરામાં કેદ થયું LIVE DEATH, હલ્દી સેરેમનીમાં હસતા હસતા નીકળી ગયા પ્રાણ, જુઓ VIDEO

આ વાયરલ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પરથી શેયર કરવામાં આવ્યો છે. સોશિયલ મીડિયા પર આ વીડિયો ભારે વાયરલ થઈ રહ્યો છે. સોશિયલ મીડિયા યુઝર્સ આ વીડિયોને શેયર કરવાની સાથે સાથે તેના પર પોતાની પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે.

એક સોશિયલ મીડિયા યુઝરે આ વીડિયો પર પ્રતિક્રિયા આપતા લખ્યુ છે કે, ભગવાન તેમની આત્માને શાંતિ આપે. બીજા સોશિયલ મીડિયા યુઝરે પ્રતિક્રિયા આપતા લખ્યુ છે કે, બાપ રે બાપ. અન્ય એક સોશિયલ મીડિયા યુઝરે પ્રતિક્રિયા આપતા લખ્યુ છે કે, વહાન ચવાવવામાં ધ્યાન રાખો, તમારે પરિવાર ઘરે રાહ જોઈ રહ્યો છે. આવી અનેક પ્રતિક્રિયા આ વીડિયો પર જોવા મળી હતી.

આ પણ વાંચો : Viral Video: ટ્રકની નીચે આવી ગઈ છતા મોતને આપી માત, ચમત્કાર જોઈ હેરાન થઈ ગયા લોકો

 

Published On - 6:47 am, Mon, 27 February 23