Viral Video: એક હાથમાં એટમ બોમ્બ અને બીજા હાથમાં કુરાન…આર્થિક સંકટ દૂર કરવા પાકિસ્તાનનો ‘જેહાદી પ્લાન’

|

Feb 02, 2023 | 7:12 PM

Pakistan Financial Crisis: ભારતના પાડોશી દેશ પાકિસ્તાનમાં હાલમાં આર્થિક સંકટ ચાલી રહ્યું છે. તે બધા વચ્ચે પાકિસ્તાના એક કટ્ટરપંથી મૌલાનાએ દુનિયા પર રાજ કરવા માટે એક ખતરનાક જેહાદી પ્લાન શેયર કર્યો છે. તેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

Viral Video: એક હાથમાં એટમ બોમ્બ અને બીજા હાથમાં કુરાન...આર્થિક સંકટ દૂર કરવા પાકિસ્તાનનો જેહાદી પ્લાન
Pakistan islamic leader Viral Video
Image Credit source: twitter

Follow us on

ભારતનો કટ્ટર વિરોધી પાડોશી દેશ પાકિસ્તાનમાં હાલ આર્થિક સંકટ ચાલી રહ્યું છે. પાકિસ્તાનનું વિદેશી મુદ્રા ભંડાર ખાલી થઈ રહ્યું છે, આ દેશ ડિફોલ્ટ થવાની અણી પર છે. દુનિયાને પાકિસ્તાન આતંકવાદી સંગઠનોના હાથમાં આવી જશે તેવો ડર સતાવી રહ્યો છે. આ બધા વચ્ચે પાકિસ્તાનના એક કટ્ટરપંઠી મૌલાના નેતાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

આ વીડિયોમાં કટ્ટરપંઠી મૌલાના નેતા સાદ રિઝવી કહી રહ્યો છે કે તમે સદર, વઝીર-એ-આઝમ, ચીફ ઓફ આર્મી સ્ટાફ અને તમામ કેબિનેટને લઈને પાકિસ્તાનની અર્થ વ્યવસ્થાને બચાવવા માટે દુનિયામાં દરેકના દરવાજે જઈને ભીખ માંગી રહ્યા છો. કોઈ તમને આપે છે તો કોઈ ના પાડી છે અને કોઈ પોતાના શરતો રાખે છે. કેમ જઈ રહ્યાં છો તમે ?

Tallest Building: તો આ છે અમદાવાદની સૌથી ઉંચી બિલ્ડિંગ ! જાણો કેટલા છે માળ
Moong dal : ફળગાવેલા મગમાં સોયાબીન આ રીતે મિક્સ કરીને ખાવો, લોહીનું લેવલ વધારશે
Phone Cover: અબજોપતિઓ કેમ નથી લગાવતા તેમના Phone પર કવર? કારણ જાણી ચોંકી જશો
આ એક કામ કરીને જલદી અમીર બની શકો છો તમે ! પ્રેમાનંદ મહારાજે જણાવી ટ્રિક
આજનું રાશિફળ તારીખ : 21-01-2025
Trump in Diamond : સુરતના વેપારીએ ડોનાલ્ડ ટ્રમ્પના ચહેરાવાળો હીરો બનાવ્યો, જુઓ Video

આ રહ્યો એ વાયરલ વીડિયો

 


 આ પણ વાંચો : Viral Video : પીધેલા ઈ-રિક્ષા ડ્રાઈવરે પોલીસના હાલ કર્યા બેહાલ, દોડાવી દોડાવીને થકવી દીધા !

તેમણે કહ્યું કે, દેશની અર્થવ્યવસ્થા હાલમાં ખતરામાં છે. અમે તેને બચાવવા જઈ રહ્યા છીએ. મેં (સાદ રિઝવી) કહ્યું કે, પાકિસ્તાનના રસ્તા પર નીકળવાથી કઈ નહીં થાય. એકવાર બહાર નીકળો, પોતાના ડાબા હાથમાં કુરાન રાખો અને જમણા હાથમાં એટમ બોમ્બ રાખો અને પછી કેબિનેટને લઈને જાણો આખી દુનિયા તમારા પગમાં ન આવી જાય તો મારું નામ બદલી નાંખજો. આ વિવાદિત નિવેદનનો વીડિયો હાલમાં સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થઈ રહ્યો છે.

કોણ છે આ સાદ રિઝવી ?

વીડિયોમાં જોવા મળતો સાદ રિઝવી પાકિસ્તાનનો એક કટ્ટરપંથી ઈસ્લામી નેતા છે. તેના પિતા ખાદિમ હુસૈન રિઝવીના નિધન બાદ તે તહરીક-એ-લબ્બેક પાકિસ્તાન (TLP) પાર્ટીનો નેતા તે પોતે બન્યો હતો. વર્ષ 2021માં તેણે પાકિસ્તાન સરકારને ધમકી આપી હતી.

તેણે ધમકી આપી હતી કે, જો પૈગંબર મુહમ્મદનું ચિત્ર બનાવનાર ફ્રાંસના રાજદૂતને દેશમાંથી નીકાળવામાં નહીં આવે તો તે આખા દેશમાં વિરોધ પ્રદર્શન કરશે. ત્યારબાદ સરકાર દ્વારા તેની ધરપકડ કરવામાં આવી હતી.

Next Article