
ઉત્તરાયણ જેમ જેમ નજીક આવે છે તેમ તેમ ઘરના વડીલો પોતાના સંતાનોને સાવચેતી વધારવાનું કહેતા હોય છે. સામાન્ય રીતે ટ્રાફિક પોલીસ અને ઘરના મોટા કહેતા જ હોય છે કે વાહન સાચવીને ચલાવવું. ઘરના વડીલોને પોતાના નાના સંતાનોની ચિંતા હોય છે, તેથી જ તેઓ અકસ્માતથી બચાવવા આવી ચેતવણી આપતા હોય છે. દુનિયામાં રોજ નાના-મોટા હજારો અકસ્માતો થતા હોય છે. આ અકસ્માતોમાં અનેક લોકોના જીવ જતા હોય છે પણ અનેક લોકોના જીવ બચતા પણ હોય છે. હાલમાં આવા જ એક અકસ્માતનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા આ વીડિયોને જોઈને પહેલા તમે દંગ રહી જશો પણ પછી હસી હસીનો લોટપોટ થઈ જશો. વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે રાતના સમયે એક રસ્તા પરથી સ્કૂટી સવાર વળાંક લઈ રહ્યો છે. તેવામાં સામેથી એક વિશાળ ટ્રક તેની તરફ આવે છે. ટ્રક સવાર તેનો જીવ બચાવવા માટે ટ્રકને ઝડપથી રસ્તાના કિનારે વાળી લે છે, પણ સ્કૂટી સવાર પોતાની જીવ પોતે જ બચાવી લે છે. ટ્રક રસ્તા કિનારે જઈને અથડાઈ છે અને તે ટ્રકને ખુબ નુકશાન થાય છે. સ્કૂટી સવાર તે ટ્રક સવારની મદદ કરવાને બદલે ત્યાંથી પોતાની જ ધૂનમાં નીકળી જાય છે. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થઈ રહ્યો છે.
ऐसी गति राखिये, दुर्घटना कभी ना होय,
औरन भी सुरक्षित रहै, आपौ सुरक्षित होय. pic.twitter.com/Gvy6B96EdD— Dipanshu Kabra (@ipskabra) January 5, 2023
આ વાયરલ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પરથી શેયર કરવામાં આવ્યો છે. સોશિયલ મીડિયા પર આ વીડિયો ભારે વાયરલ થઈ રહ્યો છે. સોશિયલ મીડિયા યુઝર્સ આ વીડિયોને ખુબ પસંદ કરી રહ્યા છે. સોશિયલ મીડિયા યુઝર્સ આ વીડિયોને શેયર કરવાની સાથે સાથે તેના પર પોતાની પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે. એક સોશિયલ મીડિયા યુઝરે આ વીડિયો પર પ્રતિક્રિયા આપતા લખ્યુ છે કે, બાપ રે બાપ. બીજા સોશિયલ મીડિયા યુઝરે પ્રતિક્રિયા આપતા લખ્યુ છે કે, જેને રામ રાખે તેને કોણ ચાખે. અન્ય એક સોશિયલ મીડિયા યુઝરે પ્રતિક્રિયા આપતા લખ્યુ છે કે, બિચારો ટ્રક ડ્રાઈવર.