
સોશિયલ મીડિયામાં કે મોટિવેશનલ સ્પીકર્સની સ્પીચમાં તમે અનેક વાર સાંભળ્યું હશે કે ઉંમર બસ એક નંબર છે. જો વ્યક્તિમાં કઈક કરી બતાવવાનું જૂનુન હશે તો તે કોઈપણ ઉંમરમાં મોટી સફળતા મેળવી લોકોને ચોંકાવી શકે છે. હવે તો મોટી ઉંમરના લોકો એવા એવા કારનામા કરી રહ્યાં છે, જેને કારણે યુવાનોના પણ શ્વાસ અધર થઈ જાય છે. હાલમાં આવો જ એક ચોંકાવનારો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
હાલમાં એક 67 વર્ષની દાદીનો વીડિયો સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થઈ રહ્યો છે. સામાન્ય રીતે જે ઉંમરમાં લોકો સારી રીતે ચાલી શકતા નથી, તે ઉંમરમાં આ દાદી ખતરો કી ખેલાડી બની છે. વાયરલ થઈ રહેલા વીડિયોમાં આ 67 વર્ષની દાદી સ્ટંટ કરતી જોવા મળી રહી છે. આ સ્ટંટ જોઈ તમે પણ ચોંકી જશો.
વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે દાદી હલામાં એક પાતળી દોરી પર સાયકલ ચલાવી રહી છે. તેમણે સાડી પહેરીને આ સ્ટંટ કર્યો હતો. તે એ રીતે જ સાયકલ ચલાવી રહી હતી, જાણે કે તે જમીન પર સાયકલ ચલાવી રહી છે. આ સ્ટંટ કરતી વખતે તેમણે પોતાની સુરક્ષાનું પણ ધ્ચાન રાખ્યું હતું. તેમણે હેલ્મેટ જેવા સુરક્ષાના સાધનોનો ઉપયોગ કર્યો હતો. દાદીની બહાદૂરીને કારણે આ વીડિયો ભારે વાયરલ થઈ રહ્યો છે.
આ પણ વાંચો : Viral Video : યુવકે વિમલ, સિગારેટ અને તંબાકુથી બનાવ્યા ‘નશેડી સમાસા’, યુઝર્સે કહ્યું – વ્યસનીઓ માટે બેસ્ટ કોમ્બો !
આ વાયરલ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પરથી શેયર કરવામાં આવ્યો છે. સોશિયલ મીડિયા પર આ વીડિયો ભારે વાયરલ થઈ રહ્યો છે. સોશિયલ મીડિયા યુઝર્સ આ વીડિયોને ખુબ પસંદ કરી રહ્યા છે. સોશિયલ મીડિયા યુઝર્સ આ વીડિયોને શેયર કરવાની સાથે સાથે તેના પર પોતાની પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે.
એક સોશિયલ મીડિયા યુઝરે આ વીડિયો પર પ્રતિક્રિયા આપતા લખ્યુ છે કે,વાહ દાદી વાહ. બીજા સોશિયલ મીડિયા યુઝરે પ્રતિક્રિયા આપતા લખ્યુ છે કે, મોટી ઉંમરના દાદીમાં યુવાઓ જેવો જોશ છે. અન્ય એક સોશિયલ મીડિયા યુઝરે પ્રતિક્રિયા આપતા લખ્યુ છે કે, જિંદાદિલ દાદીમાં.આવી અનેક રમજૂ પ્રતિક્રિયા આ વીડિયો પર જોવા મળી હતી.