Shocking Video: હોંશિયારી મારવા આગ પર કર્યો ડાન્સ, આખા શરીર પર આગ લાગતા આ રીતે બચાવ્યો જીવ

ભૂતકાળમાં એવા ઘણા લોકોના વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે, જે હોશિયારી મારવાના ચક્કરમાં ટ્રોલ થયા છે. હાલમાં આવા જ એક યુવકનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

Shocking Video: હોંશિયારી મારવા આગ પર કર્યો ડાન્સ, આખા શરીર પર આગ લાગતા આ રીતે બચાવ્યો જીવ
Shocking Viral Video
Image Credit source: Twitter
| Edited By: | Updated on: Jan 22, 2023 | 11:46 PM

દુનિયામાં ઘણા લોકોને કઈ અલગ કરવાનો ક્રેઝ હોય છે. તે કઈને કઈ અનોખું કરીને કોઈ વ્યક્તિને, પરિવારને કે સોશિયલ મીડિયા યુઝર્સને ઈમ્પ્રેસ કરવાનો પ્રયાસ કરતા હોય છે. ભૂતકાળમાં એવા ઘણા લોકોના વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે, જે હોંશિયારી મારવાના ચક્કરમાં ટ્રોલ થયા છે. હાલમાં આવા જ એક યુવકનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

આ વાયરલ વીડિયો જોઈ અન્ય સોશિયલ મીડિયા યુઝર્સની જેમ તમે પણ દંગ રહી જશો. ભૂતકાળમાં લોકો ખરાબ સ્વરમાં ગીત ગાઈને, વિચિત્ર અવાજો કાઢીને કે સ્ટંટ કરીને સોશિયલ મીડિયા પર ફેમસ થવાની સાથે ટ્રોલ થયા છે પણ હાલમાં વાયરલ થઈ રહેલા વીડિયોમાં એક યુવક જીવના જોખમ સાથે ફેમસ થવા નીકળ્યો હતો.

સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા વીડિયો કઈ જગ્યાનો છે, તે જાણવા નથી મળ્યું પણ આ વીડિયોએ સૌને આશ્ચર્યમાં મુકી દીધા છે. સાથે સાથે લોકો આ વીડિયો પરથી જીવનું જોખમ ન લેવાની શીખ પણ મળી રહી છે. વાયરલ વીડિયોમાં એક યુવક રાતના અંધારામાં તાપણા પર નાંચતો જોવા મળી રહ્યો છે. તે સમયે તેના કપડામાં આગ લાગે છે. તે આગ બુજાવવાનો ઘણો પ્રયાસ કરે છે પણ અંતે પાણીના એક કુંડમાં પડવાથી તેની આગ ઓલવાઈ જાય છે અને તે બચી જાય છે.

આ રહ્યો એ ચોંકાવનારો વાયરલ વીડિયો

 


આ વાયરલ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પરથી શેયર કરવામાં આવ્યો છે. સોશિયલ મીડિયા પર આ વીડિયો ભારે વાયરલ થઈ રહ્યો છે. સોશિયલ મીડિયા યુઝર્સ આ વીડિયોને ખુબ પસંદ કરી રહ્યા છે. સોશિયલ મીડિયા યુઝર્સ આ વીડિયોને શેયર કરવાની સાથે સાથે તેના પર પોતાની પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે. એક સોશિયલ મીડિયા યુઝરે આ વીડિયો પર પ્રતિક્રિયા આપતા લખ્યુ છે કે, આ કર્મોનું ફળ છે. બીજા સોશિયલ મીડિયા યુઝરે પ્રતિક્રિયા આપતા લખ્યુ છે કે, જે થયું તે સારા માટે થયું, હવે કોઈ દિવસ જીવનમાં આવું નહીં કરશે. અન્ય એક સોશિયલ મીડિયા યુઝરે પ્રતિક્રિયા આપતા લખ્યુ છે કે, હોશિયારી મારવા ચક્કરમાં, હાલ થયા બેહાલ .