
સોશિયલ મીડિયા પર રમૂજી, ડાન્સ, સંગીત અને રમતના અનેક વીડિયો વાયરલ થતા હોય છે. પણ આ બધા વચ્ચે સોશિયલ મીડિયા કેટલાક ભાવુક વીડિયો પણ વાયરલ થતા હોય છે. આવા ભાવુક વાયરલ વીડિયો યુઝર્સની આંખ ભીની કરી દેતા હોય છે. હાલમાં આવો જ એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વાયરલ વીડિયોમાં એક કેન્સર પીડિત યુવતી સલૂનમાં જોવા મળી રહી છે. આ સલૂનમાં જે ઘટના બને છે તે તમે પહેલા ફિલ્મોમાં જ જોઈ હશે. આ વીડિયો સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થઈ રહ્યો છે.
આ વાયરલ વીડિયોમાં એક હૃદયસ્પર્શી ઘટના જોવા મળી રહી છે. કેન્સર પીડિત વ્યક્તિને સારવાર દરમિયાન પોતાના વાળ કપવવા પડતા હોય છે. આ યુવતી એક કેન્સર પીડિત છે. તે પોતાનું મુંડન કરાવવા માટે સલૂનમાં આવી હતી પણ મુંડન કરતા પહેલા જ ભાવુક થઈ જાય છે. તે પોતાને વાળ વગર જોવાની કલ્પના માત્રથી જ રડી પડે છે. મુંડન દરમિયાન વાળંદ પર ભાવુક જોવા મળે છે, તે મુંડન દરમિયાન કેન્સર પીડિતને દીલાસો પણ આપે છે.
અંતે યુવતીના મુંડન બાદ તે વાળંદ એક એવું કામ કરે છે જેને જોઈને કેન્સર પીડિત સહિત સોશિયલ મીડિયા યુઝર્સ પણ દંગ રહી જાય છે. પીડિત યુવતીના સમર્થનમાં તે પોતાના વાળ પણ કાપી દે છે. તે પોતાના આ કામથી તે કેન્સર પીડિત યુવતીને હિંમત આપતો જોવા મળી રહ્યો છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થઈ રહ્યો છે.
No one fights alone!
He shaves off his own hair in solidarity with a cancer patient. pic.twitter.com/1sjLKKjnHO
— GoodNewsMovement (@GoodNewsMVT) January 15, 2023
આ વાયરલ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પરથી શેયર કરવામાં આવ્યો છે. સોશિયલ મીડિયા પર આ વીડિયો ભારે વાયરલ થઈ રહ્યો છે. સોશિયલ મીડિયા યુઝર્સ આ વીડિયોને ખુબ પસંદ કરી રહ્યા છે. સોશિયલ મીડિયા યુઝર્સ આ વીડિયોને શેયર કરવાની સાથે સાથે તેના પર પોતાની પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે. એક સોશિયલ મીડિયા યુઝરે આ વીડિયો પર પ્રતિક્રિયા આપતા લખ્યુ છે કે, ખુબ જ ભાવુક અને હ્દયસ્પર્શી વીડિયો. બીજા સોશિયલ મીડિયા યુઝરે પ્રતિક્રિયા આપતા લખ્યુ છે કે, હું તેની ભાવનાઓને અનુભવી શકું. અન્ય એક સોશિયલ મીડિયા યુઝરે પ્રતિક્રિયા આપતા લખ્યુ છે કે, માનવ સંબંધોની સુંદરતા.