નેપાળમાં આજે સવારે ભયાનક વિમાન દુર્ઘટના થઈ હતી. આ 72 સીટર વિમાનમાં કુલ 68 યાત્રી અને 4 ક્રૂ મેમ્બર સવાર હતા. વિમાન ક્રેશ થયા બાદ મોટી આગ લાગી હતી. સ્થાનિક લોકો દુર્ઘટના સ્થળે પહોંચી રાહત કામગીરીમાં જોડાયા હતા પણ દુખની વાત એ હતી કે આ ઘટનામાં એક પણ વ્યક્તિ જીવિંત બચ્યો નથી. શરુઆતમાં 40 મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા હતા પણ સાંજ થતા જ આધિકારીક રીતે જણાવવામાં આવ્યું છે કે આ દુર્ઘટનામાં તમામના મોત થયા છે. આ ઘટનાના અનેક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે પણ હાલમાં વિમાન દુર્ઘટના પહેલાનો રુંવાટા ઉભા કરી દેતો વીડિયો સામે આવ્યો છે.
દુનિયાભરમાં આ ઘટનાને લઈને શોક વ્યક્ત કરવામાં આવ્યો હતો. ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ઘટનાને લઈને ટ્વિટ કરી દુખ વ્યક્ત કર્યું હતું. તમને જાણીને નવાઈ લાગશે કે આ દુર્ઘટનામાં ઉત્તર પ્રદેશના ગાઝીપુરના 4 અને વારાણસીના 1 વ્યક્તિનું પણ મોત થયું હતું. તેઓ આ પ્લેનમાં બેસીને નેપાળ ફરવા જઈ રહ્યાં હતા. આ ઘટનામાં 5 ભારતીયોના મોત થયા છે, જેમાંથી અનિલ રાજભર(27), વિશાલ શર્મા (22), અભિષેક કુશવાહા(25), સંજય જયસ્વાલ (35) અને સોનૂ જયસ્વાલ (35) ના નામ સામે આવ્યા છે.
Pained by the tragic air crash in Nepal in which precious lives have been lost, including Indian nationals. In this hour of grief, my thoughts and prayers are with the bereaved families. @cmprachanda @PM_nepal_
— Narendra Modi (@narendramodi) January 15, 2023
ભારતના 5 યુવકો પૈકી 4 યુવકો ગાઝીપુરના અલાવપુર સિપાહ અને ઘરવા ગામના હતા. આ યુવકો પૈકી એક યુવકે ઘટના સમય પહેલા એફબી લાઈવ કર્યું હતું. જે તેના માટે મોતનું એફબી લાઈવ બની ગયું હતુ. આ લાઈવનો વીડિયો સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો જોઈને લોકોના રુંવાટા ઉભા થઈ ગયા છે.
नेपाल प्लेन हादसे से पहले फेसबुक का लाइव वीडियो#NepalPlaneCrash pic.twitter.com/N7lyXS8HEV
— Dhyanendra Singh (@dhyanendraj) January 15, 2023
સિવિલ એવિએશન ઓથોરિટી ઓફ નેપાળ (CAAN) એ જણાવ્યું કે યેતી એરલાઈન્સના 9N-ANC ATR-72 વિમાને કાઠમંડુના ત્રિભુવન ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી સવારે 10.33 વાગ્યે ઉડાન ભરી હતી. હિમાલયના આ દેશમાં પોખરા એક પ્રખ્યાત પર્યટન સ્થળ છે. પોખરા એરપોર્ટ પર ઉતરતી વખતે જૂના એરપોર્ટ અને નવા એરપોર્ટ વચ્ચે સેતી નદીના કિનારે પ્લેન ક્રેશ થયું હતું.
Video of what seems to be moments before the crash of Yeti Airlines🇳🇵 ATR72 carrying 72 passengers near Pokhara Airport#aerowanderer #aviation #avgeek #nepal #yetiairlines pic.twitter.com/hk12Edlvpf
— Aerowanderer (@aerowanderer) January 15, 2023
#WATCH | A passenger aircraft crashed at Pokhara International Airport in Nepal today. 68 passengers and four crew members were onboard at the time of crash. Details awaited. pic.twitter.com/DBDbTtTxNc
— ANI (@ANI) January 15, 2023
વિમાન દુર્ઘટના બાદ નેપાળના વડાપ્રધાને તરત જ કેબિનેટની ઈમરજન્સી બેઠક બોલાવી હતી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, વડાપ્રધાન ત્રિભુવન ઈન્ટરનેશનલ એરપોર્ટ પર દુર્ઘટના વિશે પૂછપરછ કરવા માટે રવાના થયા હતા. કાઠમંડુથી પોખરા જતી ફ્લાઈટમાં 68 મુસાફરો અને 4 ક્રૂ મેમ્બર સવાર હતા. જેમાં 10 વિદેશી નાગરિકો પણ સામેલ હતા.