Viral Video : વાંદરાએ ફિલ્મી સ્ટાઈલમાં શ્વાનના બચ્ચાની કરી ચોરી, ચોંકાવનારો વીડિયો થયો વાયરલ

વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે વાંદરો શ્વાનના બચ્ચાને લઈને એક દુકાનના છત પર બેઠો છે, તે ફિલ્મી સ્ટાઈલમાં શ્વાનના બચ્ચાને ચોરીને ફરાર થતો જોવા મળી રહ્યો છે. વાયરલ વીડિયોમાં દાવો કરવામાં આવ્યો છે કે આ વીડિયો જયપુરના ગણગૌરી બજારનો છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થઈ રહ્યો છે. 

Viral Video : વાંદરાએ ફિલ્મી સ્ટાઈલમાં શ્વાનના બચ્ચાની કરી ચોરી, ચોંકાવનારો વીડિયો થયો વાયરલ
Shocking video viral
| Edited By: | Updated on: Mar 26, 2023 | 6:13 PM

સોશિયલ મીડિયા એટલે વાયરલ વીડિયોનો ખજાનો. સોશિયલ મીડિયા પર વાયરલ થતા હજારો વાયરલ વીડિયો વચ્ચે વાંદરા અને શ્વાનના વીડિયો અનેક યુઝર્સનું ધ્યાન ખેંચતા હોય છે. વાંદરા અને શ્વાનની વિચિત્ર અને નાદાન હરકતો અનેક લોકોને મનોરંજન આપતી હોય છે. હાલમાં સોશિયલ મીડિયા પર એક શ્વાન અને વાંદરાને લગતો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો જોઈને તમે પહેલા તો દંગ રહી જશો અને પછી હસી હસીને લોટપોટ થઈ જશો.

વાયરલ થઈ રહેલા વીડિયોમાં એક બજારના દ્રશ્યો જોવા મળી રહ્યાં છે. બજારમાં કેટલાક લોકો ભેગા મળીને એક વાંદરાને જોઈ રહ્યાં છે.વાંદરો એવી હરકત કરી રહ્યો છે કે સૌની નજર તેની તરફ જાય છે. વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે વાંદરો શ્વાનના બચ્ચાને લઈને એક દુકાનના છત પર બેઠો છે, તે ફિલ્મી સ્ટાઈલમાં શ્વાનના બચ્ચાને ચોરીને ફરાર થતો જોવા મળી રહ્યો છે. વાયરલ વીડિયોમાં દાવો કરવામાં આવ્યો છે કે આ વીડિયો જયપુરના ગણગૌરી બજારનો છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થઈ રહ્યો છે.

આ રહ્યો એ વાયરલ વીડિયો

 

આ પણ વાંચો : Viral Video : નશામાં ધૂત વ્યક્તિ અને ત્રણ વાંદરાઓ વચ્ચે થઈ જોરદાર બબાલ, Video જોઈ યુઝર્સ હસી હસીને થયા લોટપોટ

આ વાયરલ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પરથી શેયર કરવામાં આવ્યો છે. સોશિયલ મીડિયા પર આ વીડિયો ભારે વાયરલ થઈ રહ્યો છે. સોશિયલ મીડિયા યુઝર્સ આ વીડિયોને ખુબ પસંદ કરી રહ્યા છે. સોશિયલ મીડિયા યુઝર્સ આ વીડિયોને શેયર કરવાની સાથે સાથે તેના પર પોતાની પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે.

એક સોશિયલ મીડિયા યુઝરે આ વીડિયો પર પ્રતિક્રિયા આપતા લખ્યુ છે કે,બાપ રે બાપ. બીજા સોશિયલ મીડિયા યુઝરે પ્રતિક્રિયા આપતા લખ્યુ છે કે, આ દ્રશ્યો ખરેખર જોરદાર છે. અન્ય એક સોશિયલ મીડિયા યુઝરે પ્રતિક્રિયા આપતા લખ્યુ છે કે, આ વાંદરો ખરેખર વાંદરાવેડા કરે છે.આવી અનેક પ્રતિક્રિયા આ વીડિયો પર જોવા મળી હતી.

આ પણ વાંચો:  Viral Video : બજારમાં ભેંસ બની અંડરટેકર, લોકોને ઉઠાવી ઉઠાવીને પછાડયા