Shocking Video : બાળકોએ એવી જગ્યાએ બેસીને કરી મસ્તી કે જોઇને લોકોની ચીસ નીકળી ગઇ

Kids Shocking Video: એક વાયરલ ક્લિપમાં કેટલાક બાળકો એવી જગ્યાએ બેસીને મસ્તી કરતા જોવા મળે છે કે એક નાની ભૂલથી તેમના જીવ ગુમાવી શકે છે. હવે આ વીડિયો પર લોકો જુદી જુદી વાતો કરી રહ્યા છે.

Shocking Video : બાળકોએ એવી જગ્યાએ બેસીને કરી મસ્તી કે જોઇને લોકોની ચીસ નીકળી ગઇ
બાળકોનો મસ્તી કરતો શોકિંગ વીડિયો વાયરલ
| Edited By: | Updated on: Jan 16, 2023 | 4:00 PM

સોશિયલ મીડિયા પર વાયરલ થનારા કેટલાક વીડિયો ચોંકાવનારા પણ હોય છે. ઘણી વાર એવા જોખમી વીડિયો સામે આવતા હોય છે જેના દ્રશ્યો જોઇને પણ આપણી ચીસ નીકળી જાય. તેવો જ એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. એક વાયરલ ક્લિપમાં કેટલાક બાળકો એવી જગ્યાએ બેસીને મસ્તી કરતા જોવા મળે છે કે એક નાની ભૂલ પણ તેમના જીવ ગુમાવી શકે છે. હવે આ વીડિયો પર લોકો જુદી જુદી વાતો કરી રહ્યા છે.

લોકો કહે છે કે લોકો સોશિયલ મીડિયા પર લાઈક્સ અને વ્યુઝ મેળવવા માટે પોતાનો જીવ જોખમમાં નાખવાનું ચૂકતા નથી. સોશિયલ મીડિયામાં વાયરલ થયેલો આ વીડિયો બ્રાઝિલના અગુઆસ વર્મેલહાસના એક ડેમનો હોવાની માહિતી છે. વાયરલ થઈ રહેલી ક્લિપમાં કેટલાક બાળકો ડેમની વિશાળ ડ્રેનેજ સિસ્ટમ પાસે બેઠેલા જોવા મળી રહ્યા છે.

તો બીજી જ ક્ષણે એક છોકરો ડ્રેનેજ સિસ્ટમ પર ચાલતો જોવા મળે છે. જો ભુલથી પણ આ બાળક લપસી ગયો હોત તો તે ક્યાં ગયો હોત તે વિચારીને લોકોની ચીસ નીકળી જાય. ડ્રેનેજ સિસ્ટમની ઉંડાઈ જોઈને જ લોકો ડરી રહ્યા છે, તો કલ્પના કરો કે તે સામેથી કેટલી ભયાનક લાગતી હશે.

બાળકોનો વાયરલ વીડિયો અહીં જુઓ

આ કાળજુ કંપાવી દેનારો વિડિયો ટ્વિટર પર @OTerrifying નામના એકાઉન્ટ દ્વારા શેર કરવામાં આવ્યો છે. થોડીક સેકન્ડની આ ક્લિપ ઈન્ટરનેટ પર ખળભળાટ મચાવી રહી છે. વીડિયો લખાયો ત્યાં સુધી વીડિયોને 57 લાખથી વધુ વખત જોવામાં આવ્યો છે, જ્યારે 64 હજાર લોકોએ તેને લાઈક કર્યો છે. આ સિવાય સેંકડો લોકોએ કમેન્ટ્સ દ્વારા બાળકોની હરકતો પર આશ્ચર્ય વ્યક્ત કર્યું છે.

એક યુઝર કહે છે કે, લોકો લાઈક્સ અને કોમેન્ટ માટે પોતાનો જીવ જોખમમાં નાખવાનું ચૂકતા નથી. તે જ સમયે, અન્ય એક યુઝરે લખ્યું છે, જીવન કિંમતી છે ભાઈ, તેની સાથે ગડબડ ન કરો. અન્ય યુઝરે લખ્યું છે કે, વીડિયો જોયા બાદ મારી હાલત ખરાબ થઈ ગઈ.