Video : ગ્રુપમાં બેઠેલા એક વાંદરાએ નાના વાનરનો કર્યો ચાળો ! પછી જે થયુ તે જોઈને તમે પણ હસીને લોટ પોટ થઈ જશો

આજકાલ વાંદરાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે.જેમાં વાંદરાઓ જે રીતે ઝઘડો કરી રહ્યા છે તે જોઈને તમને પણ હસવુ આવશે.

Video : ગ્રુપમાં બેઠેલા એક વાંદરાએ નાના વાનરનો કર્યો ચાળો ! પછી જે થયુ તે જોઈને તમે પણ હસીને લોટ પોટ થઈ જશો
Monkey video goes viral
| Edited By: | Updated on: Dec 06, 2021 | 3:15 PM

Funny Video :  સોશિયલ મીડિયા પર અવારનવાર વિવિધ પ્રકારના પ્રાણી (Animals) સંબધિત વીડિયો વાયરલ થતા જોવા મળે છે, જેમાં કેટલાક વીડિયો જોઈને યુઝર્સને આશ્વર્ય થાય છે.જ્યારે કેટલાક વીડિયો(Video)  જોઈને લોકો હસીને લોટ પોટ થઈ જાય છે.તાજેતરમાં આવો જ એક વીડિયો વાયરલ(Viral)  થતો જોવા મળી રહ્યો છે.જેમાં વાંદરાઓ (Monkey) જે રીતે ઝઘડો કરી રહ્યા છે, તે જોઈને તમને પણ હસવુ આવશે.

વાંદરાએ આ રીતે નાના વાનરને કર્યો પરેશાન

વીડિયોમાં તમે જોઈ શકો છો કે કેટલાક વાંદરાઓ એક સાથે ગ્રુપમાં બેઠા છે, જેમાં એક વાંદરો નાના વાંદરાને પરેશાન કરતો જોવા મળે છે. આ વાંદરો નાનકડા વાનરનું માથું પકડીને આગળ ધક્કો મારે છે. એવું લાગે છે કે તે ગુસ્સે છે અને તેનો ગુસ્સો તે નાના નિર્દોષ વાનર બાળક પર કાઢે છે.આ વીડિયો યુઝર્સને ખુબ પસંદ આવી રહ્યો છે.

જુઓ વીડિયો

રમુજી વીડિયો થયો વાયરલ

જો કે, વાંદરાની ‘મા’ તરત જ તેને પોતાની તરફ ખેંચે છે અને તેના ખોળામાં છુપાવે છે, જેથી તેના બાળકને કોઈ નુકસાન ન પહોંચાડે. માતાના પ્રેમનું આ એક અદ્ભુત ઉદાહરણ છે, જે વાંદરાઓમાં પણ જોવા મળે છે. માણસોમાં તો તમે ઘણીવાર જોયું હશે કે માતા પોતાના બાળકોને બચાવવા માટે કંઈ પણ કરે છે, પરંતુ પ્રાણીઓમાં આવું ભાગ્યે જ જોવા મળે છે.

આ રમુજી વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર bhawanisingh2121 નામના પેજ પરથી શેર કરવામાં આવ્યો છે.યુઝર્સ આ વીડિયો શેર કરી રહ્યા છે અને તેના પર વિવિધ પ્રકારની પ્રતિક્રિયા આપતા જોવા મળી રહ્યા છે.જેમાં એક યુઝરે લખ્યુ કે, માણસો આ વાંદરાઓ પાસેથી જ આ રીતે ઝઘડો કરતા શીખ્યા હશે…! આ સિવાય અન્ય કેટલાક યુઝર્સ પણ રમુજી પ્રતિક્રિયા (Funny Comments) આપતા જોવા મળી રહ્યા છે.

આ પણ વાંચો : Jugaad : બોરી ઉઠાવવા આ વ્યક્તિએ લગાવ્યુ ગજબનુ દિમાગ, પરફેક્શન જોઈને લોકો મોઢામાં આંગળા નાખી ગયા !

આ પણ વાંચો : Video : છોકરીને ઈમ્પ્રેસ કરવાના ચક્કરમાં થઈ ફજેતી ! બાઈક પર ખતરનાક સ્ટંટ કરવા જતા હાલ થયા બેહાલ