તમે સોશિયલ મીડિયા પર લગ્નના ઘણા વીડિયો જોયા હશે. કેટલાક વીડિયો તમને હસાવશે અને કેટલાક તમને આશ્ચર્યચકિત કરશે. પણ ઘણી વખત ખુશીની વચ્ચે કેટલીક એવી દુર્ઘટના થાય છે જે લોકોને આશ્ચર્યમાં મૂકી દે છે. હાલમાં હૈદરાબાદમાં એક આવી જ એક ઘટના બની છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, હૈદરાબાદના કાલા પથ્થર વિસ્તારમાં લગ્ન સમારોહ ચાલી રહ્યો હતો. આ દરમિયાન અચાનક એક વ્યક્તિને હાર્ટ એટેક આવ્યો અને તેનું મૃત્યુ થયું.આ વ્યક્તિ વરરાજાને હળદર લગાવવા આવે છે અને થોડી જ સેકન્ડમાં તેનું મૃત્યુ થઈ જાય છે. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
વીડિયોમાં રબ્બાની નામનો વ્યક્તિ વરરાજા સામે બેઠો જોઈ શકાય છે. તે હસતા હસતા વરરાજાને હળદર લગાવી રહ્યો છે. પછી અચાનક તે પડી જાય છે, વરરાજા સહિત અન્ય લોકો પણ મદદ માટે આવે છે. વીડિયોના બેકગ્રાઉન્ડમાં બાળકના રડવાનો અવાજ પણ સંભળાય છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે પરિવારના સભ્યો તરત જ રબ્બાનીને નજીકની હોસ્પિટલમાં લઈ ગયા, પરંતુ તેમનો જીવ બચી શક્યો નહીં. ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો.
આ વાયરલ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પરથી શેયર કરવામાં આવ્યો છે. સોશિયલ મીડિયા પર આ વીડિયો ભારે વાયરલ થઈ રહ્યો છે. સોશિયલ મીડિયા યુઝર્સ આ વીડિયો જોઈને દંગ રહી ગયા છે. સોશિયલ મીડિયા યુઝર્સ આ વીડિયોને શેયર કરવાની સાથે સાથે તેના પર પોતાની પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે.
એક સોશિયલ મીડિયા યુઝરે આ વીડિયો પર પ્રતિક્રિયા આપતા લખ્યુ છે કે, બાપ રે બાપ. બીજા સોશિયલ મીડિયા યુઝરે પ્રતિક્રિયા આપતા લખ્યુ છે કે,જીવનનો કોઈપણ ભરોષો નથી. અન્ય એક સોશિયલ મીડિયા યુઝરે પ્રતિક્રિયા આપતા લખ્યુ છે કે, લાઈફ સ્ટાઈલનું ધ્યાન રાખો ભાઈ, નહીં તો આવા મોત વધતા જ રહેશે. આવી અનેક પ્રતિક્રિયા આ વીડિયો પર જોવા મળી હતી.