
ચોમાસાની ઋતુ અનેક લોકો માટે ખુશી લઈને આવે છે પણ તમે વિચાર કરો કે વરસાદમાં તમે રસ્તા પરથી જઈ રહ્યા છો અને તમારા પર અચાનક વીજળી પડે તો? વિચારીને જ ચોંકી જશો. હાલમાં ચાલતી કાર પર વીજળી પડી હોવાનો ચોંકાવનારો વીડિયો (Shocking Video) સામે આવ્યો છે. સદનસીબે આ અકસ્માતમાં કોઈને ઈજા થઈ ન હતી, બધા સુરક્ષિત રીતે બચી ગયા હતા. કારમાં ત્રણ બાળકો અને તેમના પિતા હતા. આ કારની પાછળ અન્ય એક કાર ચાલી રહી હતી. જેમાં આ વ્યક્તિની પત્નીએ મોબાઈલથી આ ઘટનાનો વીડિયો (Viral video) બનાવ્યો હતો, જે હવે સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.
આ ઘટના અમેરિકાના ફ્લોરિડાની જણાવવામાં આવી રહી છે. વાયરલ થઈ રહેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક મહિલા વરસાદમાં કારમાં ક્યાંક જઈ રહી છે. તેની કારની બરાબર સામે બીજી કાર જઈ રહી છે. વીડિયોમાં આગામી જ ક્ષણે આગળ ચાલતી કાર પર વીજળી પડે છે અને પછી કારમાંથી જોરથી સ્પાર્ક નીકળે છે. આ જોઈને કારમાં બેઠેલી મહિલા બૂમો પાડીને જોરથી કહે છે કે તમે ઠીક છો. આ મહિલા કારમાં આગળ બેઠેલા વ્યક્તિની પત્ની છે, જે અકસ્માત સમયે પોતાના મોબાઈલથી વીડિયો બનાવી રહી હતી. કાર પર વીજળી પડવાનું આ દ્રશ્ય એટલું ભયાનક છે કે તેને જોઈને કોઈ પણ વ્યક્તિ ચોંકી શકે છે. આ દ્રશ્ય ખરેખર ડરામણું છે. આ જોઈને ઈન્ટરનેટ યુઝર્સના હોંશ ઉડી ગયા છે. તમને જાણીને નવાઈ લાગશે કે આ કારમાં તેમના 3 બાળકો પણ હતા.
આ વીડિયા ઈન્સ્ટાગ્રામ પર unilad નામના એકાઉન્ટથી શેયર કરવામાં આવ્યો છે. કેપ્શનમાં માહિતી આપતા યુઝરે લખ્યું કે “વાળ ઉગાડવાની આ ઘટના ફ્લોરિડામાં બની હતી. આ વીડિયો પર લોકો પોતાની પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે. એક યુઝરે કોમેન્ટ કરતાં લખ્યું, તેનુ નસીબ સારું હતું કે કશું થયું નહીં, નહીંતર આવા અકસ્માતોમાં ભાગ્યે જ લોકો બચે છે.