રામ રાખે તેને કોણ ચાખે… મોત હાથ તાળી આપીને ગયું, જૂઓ Viral Video

|

Jul 10, 2022 | 2:56 PM

આ ચોંકાવનારો વીડિયો (Shocking Video) સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પર @Ipskabra એટલે કે આઈપીએસ દિપાંશું કાબરાએ પોતાના નામની આઈડીથી શેર કર્યો છે. માત્ર 07 સેકન્ડના આ વીડિયોને અત્યાર સુધીમાં 4.3 મિલિયનથી વધુ વ્યૂઝ મળી ચૂક્યા છે.

રામ રાખે તેને કોણ ચાખે... મોત હાથ તાળી આપીને ગયું, જૂઓ Viral Video
Shocking Viral video of accident

Follow us on

આપણે રોજ સાંભળીએ અને જોઈએ છીએ કે માર્ગ અકસ્માતોમાં (Road accidents) કોઈ ઘટાડો થતો નથી. દર વર્ષે હજારો લોકો માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામે છે. હાલમાં જ રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે મંત્રાલય દ્વારા એક રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો હતો, જેમાં જણાવવામાં આવ્યું હતું કે, વર્ષ 2020માં દેશમાં 1 લાખથી વધુ જીવલેણ અકસ્માતો (Accidents) નોંધાયા હતા. તેમાંથી લગભગ 35 ટકા અકસ્માતો નેશનલ હાઈવે પર અને 25 ટકા રાજ્ય હાઈવે પર થયા છે. જો કે એ જરૂરી નથી કે અકસ્માતનો ભોગ માત્ર બેદરકાર કે ખોટા કામ કરનારા જ નહીં પરંતુ અન્ય લોકો પણ બને. આવો જ એક વીડિયો આજકાલ સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે, જેમાં એક ભાઈ સાથે એક ખટારો ખરાબ રીતે ટકરાઈ છે.

વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક માણસ એક જગ્યાએ સાઈડમાં ઊભો છે. તેના હાથમાં કોઈ બિલ જેવું કાગળ છે અને તે કોઈ હિસાબ જોઈ રહ્યો હોય તેવું લાગે છે. ત્યાં અચાનક એક ખટારો આવે છે અને ઉછળીને તે વ્યક્તિ પર પડે છે અને તેને જોરદાર ટક્કર મારે છે. ટક્કર લાગતાની સાથે જ વ્યક્તિ દિવાલ સાથે પછડાઈ છે અને આખો ફરી જાય છે અને ત્યાં પાછળ ધકેલાઈ જાય છે. તેમ છતાં આ વ્યક્તિને કંઈ પણ ઈજા થતી નથી. આ વીડિયો જોતાં તો બધાના મનમાંથી એક જ વાત સરી પડે કે રામ રાખે તેને કોણ ચાખે..?

આજનું રાશિફળ તારીખ 17-05-2024
ધૃતરાષ્ટ્રને કૌરવો ઉપરાંત પણ હતો એક પુત્ર, જાણો કોણ હતો એ
Cannesમાં જ્યારે તૂટેલા હાથ સાથે રેમ્પ વોક કરવા ઉતરી ઐશ્વર્યા રાય બચ્ચન, જુઓ-Photos
LICની આ પોલિસી દેશની દરેક દીકરીનું ભવિષ્ય કરશે સુરક્ષિત! આ રીતે કરો અરજી
તમારા ઘરની તુલસી સાથે જોડાયેલી આ 7 ભૂલો ક્યારેય ન કરતાં, જાણો કારણ
મુકેશ અંબાણીના Jioના નવા પ્લાને મચાવી ધૂમ, Netflix સહિત આ 15 OTTની ઍક્સેસ મળશે

જૂઓ વાયરલ વીડિયો…

આ ચોંકાવનારો વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પર @Ipskabra નામની આઈડીથી શેર કરવામાં આવ્યો છે. માત્ર 07 સેકન્ડના આ વીડિયોને અત્યાર સુધીમાં 4.3 મિલિયનથી વધુ વ્યૂઝ મળી ચૂક્યા છે, જ્યારે સેંકડો લોકોએ વીડિયોને લાઈક પણ કર્યો છે અને વિવિધ પ્રતિક્રિયાઓ પણ આપી છે.

કેટલાંક કહી રહ્યા છે કે, ભગવાન જ્યારે સાથ આપે છે ત્યારે આવું થાય છે, તો કેટલાક કહી રહ્યા છે કે, આ એક ચમત્કાર છે, તો કેટલાક આ માણસને લકી મેન કહી રહ્યા છે.

Next Article