Adipurushનું ટીઝર જોઈને ચાહકો થયા ગુસ્સે, મીમ્સ શેર કરી ફિલ્મને કહ્યું ‘કાર્ટૂન મૂવી’

'આદિપુરુષ' (Adipurush) સાઉથના સુપરસ્ટાર પ્રભાસની આગામી ફિલ્મ છે, જેનું ટીઝર રિલીઝ થઈ ગયું છે. જો કે, ટીઝર જોઈને ચાહકો નિરાશ થઈ ગયા છે. લોકોને ન તો પ્રભાસનો લૂક પસંદ આવી રહ્યો છે અને ન તો ફિલ્મના VFX.

Adipurushનું ટીઝર જોઈને ચાહકો થયા ગુસ્સે, મીમ્સ શેર કરી ફિલ્મને કહ્યું કાર્ટૂન મૂવી
Adipurush Teaser memes
| Edited By: | Updated on: Oct 04, 2022 | 7:22 AM

દક્ષિણ ભારતીય (South Indian) સુપરસ્ટાર્સની ફિલ્મો આ દિવસોમાં દેશભરમાં ધૂમ મચાવી રહી છે. આવી ઘણી ફિલ્મો છે, જેને લોકોએ વખાણી છે. તેમાં બાહુબલીથી આરઆરઆરનો સમાવેશ થાય છે. હવે લોકો ‘આદિ પુરુષ’ની રાહ જોઈ રહ્યા છે. સાઉથના સુપરસ્ટાર પ્રભાસની (Superstar Prabhas) આ આગામી ફિલ્મ છે, જેનું ટીઝર રિલીઝ થઈ ગયું છે. જો કે, ટીઝર જોઈને ચાહકો નિરાશ થઈ ગયા. લોકોને ન તો પ્રભાસનો લૂક પસંદ આવી રહ્યો છે અને ન તો ફિલ્મના VFX. ફિલ્મમાં રાવણનું પાત્ર ભજવી રહેલા સૈફ અલી ખાનને (Saif Ali Khan) પણ લોકો ટ્રોલ કરી રહ્યા છે.

તમને જણાવી દઈએ કે, ‘આદિપુરુષ’ની વાર્તા પૌરાણિક કથા ‘રામાયણ’ પર આધારિત છે, જેમાં પ્રભાસ ભગવાન રામની ભૂમિકા ભજવતો જોવા મળશે. જો કે, લોકોને ફિલ્મનું ટીઝર બિલકુલ પસંદ નથી આવી રહ્યું. ખાસ કરીને રાવણ બનેલા સૈફ અલી ખાનનો લુક જોઈને લોકો કહી રહ્યા છે કે આ રાવણ તો કોઈ મુઘલોનો ભયંકર શાસક લાગે છે. #Adipurush અને #Disappointed સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ કરી રહ્યાં છે. ટીઝર જોઈને યુઝર્સ અલગ-અલગ પ્રકારના મીમ્સ શેર કરી રહ્યા છે.

આ ફિલ્મનું ટીઝર અયોધ્યામાં રિલીઝ કરવામાં આવ્યું છે.