Traffic Rules: શું ચપ્પલ પહેરીને ટુ-વ્હીલર ચલાવવું ગુનો છે? જાણો શું કહે છે કાયદો

|

Feb 22, 2022 | 2:58 PM

ટુ-વ્હીલર ચલાવતી વખતે હેલ્મેટ પહેરવા જેવા મૂળભૂત ટ્રાફિક નિયમો ખૂબ જ જાણીતા છે, તેમ છતાં હજુ પણ ઘણા બધા નિયમો અને દંડ છે જેના વિશે બધા જાણતા નથી.

Traffic Rules: શું ચપ્પલ પહેરીને ટુ-વ્હીલર ચલાવવું ગુનો છે? જાણો શું કહે છે કાયદો
Riding two wheeler in Chappal illegal (Representational Image)
Image Credit source: PTI

Follow us on

ઘણીવાર એવું બને કે ટ્રાફિક પોલીસ (Traffic Police) વાહન રોકે છે અને લોકો અનેક બહાના કાઢે. આમાં સૌથી સામાન્ય બહાનું – ‘અમને આ નિયમ વિશે ખબર ન હતી.’ હોય છે. ટ્રાફિક પોલીસવાળાને પણ આ બહાનાઓ સાંભળવાની ટેવ પડી ગઈ છે અને સ્વાભાવિક છે કે ઘણી વખત લોકોને ચલણમાંથી (Challan) છૂટ મળતી નથી. આવી સ્થિતિમાં વધુ સારું રહેશે કે તમે ટ્રાફિક નિયમોને (Traffic Rules) સારી રીતે જાણો અને તેનું પાલન કરો. જો કે, એવા ઘણા નિયમો છે જે મોટાભાગના લોકો જાણતા નથી. આવી સ્થિતિમાં જ્યારે ટ્રાફિક પોલીસ લોકોને રોકે છે ત્યારે તેઓ તે નિયમ સાંભળીને ગોથે ચઢી જાય છે. અહીં અમે ટુ-વ્હીલર સાથે જોડાયેલા આવા જ અનેક નિયમ વિશે જણાવી રહ્યા છીએ, જેના વિશે તમે ભાગ્યે જ જાણતા હશો.

મોટર વ્હીકલ એક્ટ (Motor Vehicle Act) હેઠળ ચપ્પલ (Slipper), સેન્ડલ અથવા ફ્લોટર સાથે સવારી કરવી એ ગુનો ગણવામાં આવે છે અને આ ગુના બદલ 1000 રૂપિયાના દંડની જોગવાઈ છે. આ પાછળનું કારણ એ આપવામાં આવે છે કે આવા ફૂટવેર દ્વારા આપવામાં આવતી ઓછી ગ્રીપને કારણે બાઈક-સવારના પગ લપસી શકે છે. તદુપરાંત, મોટરસાઈકલ પર ગિયર્સ શિફ્ટ કરતી વખતે, આવા ફૂટવેરને લીધે પગ લપસી શકે છે જે અકસ્માતમાં પરિણમી શકે છે. જેથી હવે જ્યારે તમે બાઈક અથવા સ્કૂટર ચલાવો, ત્યારે પહેલા જૂતા પહેરવાનું સુનિશ્ચિત કરો.

જો તમારી પાસે બે ડ્રાઈવિંગ લાઈસન્સ છે તો ટ્રાફિક પોલીસ દ્વારા તમને દંડ કરવામાં આવી શકે છે. એક કેસ એવો બને કે તમારી પાસે બે અલગ-અલગ રાજ્યોના ડ્રાઈવિંગ લાઇસન્સ (Driving License-DL) હોય અને આ સ્થિતિ પણ તમને ચલણ મેળવવા માટે પૂરતી છે. ઑક્ટોબર 2019થી કેન્દ્ર સરકારે આદેશ આપ્યો કે ભારતમાં તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો દ્વારા જાહેર કરાયેલ DLs અને RCs ડિઝાઈન અને રંગમાં સમાન હોવા જોઈએ. આથી ખાતરી કરો કે તમારી પાસે માત્ર એક ડ્રાઈવિંગ લાઇસન્સ છે અને જો તમારું DL એક્સપાયર થઈ રહ્યું હોય, તો તેને સમયસર રિન્યૂ કરવાનું ભૂલશો નહીં.

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?

જ્યારે એમ્બ્યુલન્સ અને ફાયર બ્રિગેડ જેવા ઈમર્જન્સી વાહનોને રસ્તા પર જગ્યા આપવી એ ઘણીવાર જવાબદારી તરીકે જોવામાં આવે છે, પરંતુ આનું ઉલ્લંઘન કરનારાઓ માટે પણ ટ્રાફિક નિયમ છે. જો કોઈ વ્યક્તિ પેસેજ ન આપવા અથવા આવા વાહનોના માર્ગને અવરોધિત કરવા માટે દોષિત ઠરે છે તો તેને 10,000 રૂપિયા સુધીનો દંડ અને/અથવા છ મહિના સુધીની જેલની સજા થઈ શકે છે. તેથી, આ વખતે જ્યારે તમે તમારા રીઅરવ્યુ મિરરમાં ફાયર બ્રિગેડ અથવા એમ્બ્યુલન્સ જોશો, ત્યારે હવે તમારી પાસે તેને માર્ગ આપવા માટે વધુ એક કારણ હશે.

 

આ પણ વાંચો: જોધપુરમાં ભારત-ઓમાને કર્યો સંયુક્ત યુદ્ધા-અભ્યાસ, વાયુસેનાએ કહ્યું ‘બંને દેશો વચ્ચેના દ્વિપક્ષીય સંબંધોને મળશે મજબૂતી’

આ પણ વાંચો: અહીં કરવામાં આવે છે શ્વાનની પૂજા, જાણો શું છે તેની પાછળનો ઈતિહાસ

 

Next Article