પાંચ રાજયોની વિધાનસભા ચૂંટણીના (Assembly elections) પરિણામોએ (Results)આજે દિવસભર લોકોની ચર્ચામાં રહ્યા, ચૂંટણી પરિણામો ભાજપ તરફી રહ્યા અને ભાજપે પાંચમાંથી ચાર રાજયોમાં પોતાનો ભગવો ઝંડો લહેરાવી દીધો છે. ત્યારે લોકોએ આ ચૂંટણી પરિણામો અંગે પોતાની પ્રતિક્રિયાઓ અલગ-અલગ અંદાજમાં રજુ કરી છે. અને, સોશિયલ મીડિયા (Social media)પર ટેક્સ મેસેજ, વીડિયો અને મીમ્સનો (Mimes video)જોરદાર મારો ચાલી રહ્યો છે. આવા જ કેટલાક મીમ્સ હાલમાં ભારે વાયરલ થયા છે. જેને તમે નીચે આપેલી લિંકમાં એકબાદ એક નિહાળી શકશો.
હાલ વિધાનસભા ચૂંટણી પરિણામોને લઇને સૌથી વધારે ચર્ચા આજે પંજાબ (Punjab) વિધાનસભા ચૂંટણીના પરિણામો રહ્યાં છે. જેમાં ભાજપ-કોંગ્રેસને પછાડીને આપ પાર્ટી ઉભરીને સામે આવી છે. ત્યારે સોશિયલ મીડિયામાં આ તમામ પાર્ટીના નેતાઓને એક જ મંચ પર દેખાડવામાં આવ્યા છે. જેમાં રાહુલ ગાંધી, અમરિન્દર સિંઘ, નવજોતસિંઘ સિંધુ અને આપ સુપ્રિમો કેજરીવાલને દર્શાવવામાં આવ્યા છે. અને, વીડિયોમાં જોઇ શકાય છેકે એક નેતા ગબડી રહ્યા છે. અને, તેને આપ પાર્ટી દ્વારા સંભાળી લેવામાં આવે છે. એટલે કે આ વીડિયો દ્વારા કટાક્ષ થયો છેકે આપ પાર્ટી દ્વારા પંજાબની ધુરાને સંભાળી લેવામાં આવી છે. અને, બીજી તરફ ભાજપ અને કોંગ્રેસના નેતા આ તમાશો શાંતિથી જોઇ રહ્યાં છે.
બીજા વાયરલ મીમ્સની વાત કરીએ તો તેમાં તારક મહેતા સિરીયલમાં ગવાતા એક લગ્નગીતને સાંકળી લેવામાં આવ્યું છે. આ લગ્નગીતની સાથેસાથે નેતાઓને તારકમહેતાના પાત્રોમાં વણી લેવામાં આવ્યા છે. જેમાં પોપટલાલની જગ્યાએ યુપીના (Uttar pradesh) સપા નેતા અખિલેશ યાદવને દર્શાવવામાં આવ્યા છે. અને, તેના લગ્નગીતોમાં નરેન્દ્ર મોદી અને અમિત શાહ દર્શાવવામાં આવ્યા છે. અને, અખિલેશને અમિત શાહ સહિયારો સાથ આપતા હોય તેમ દર્શાવવામાં આવ્યું છે. આ મીમ્સમાં થયેલા થયેલા જોરદાર કટાક્ષને લોકો ખુબ જ પસંદ કરી રહ્યા છે. અને, આ મીમ્સ જોરદાર રીતે વાયરલ થઇ રહ્યું છે.
તો અન્ય એક મીમ્સમાં અખિલેશ યાદવની પાર્ટી સપાનું ચૂંટણી ચિન્હ સાયકલની અર્થી કાઢવામાં આવી રહી છે. જે રીતે યુયીમાં (Uttar pradesh)સપાનો ચૂંટણી પરિણામામાં રકાશ થયો. તેને આ મીમ્સ દ્વારા કટાક્ષરૂપે રજુ કરવામાં આવ્યો હતો.અને, મીમ્સ બનાવનારે સાયકલની અર્થી તૈયાર કરી સપાની હારને દર્શાવવામાં આવ્યા છે. આ સિવાય પણ અનેક મીમ્સ વાયરલ થયા છે.
આ તમામ મીમ્સને નિહાળો નીચે આપેલી લિંકમાં,
વિધાનસભા ચૂંટણી: ઉત્તરપ્રદેશમાં સપાની હાર, પંજાબમાં આપ અને કોંગ્રેસની સ્થિતિ પર આ મિમ્સ ભારે વાયરલ. જુઓ તારક મહેતાના લગ્ન ગીતને કેવી રીતે યુપી ચૂંટણી સાથે કેવી રીતે સરખાવી આ વીડિયોમાં#UPElectionResult2022 #YogiAdityanath #AAPinpunjab #Election2022 #TV9ElectionResults pic.twitter.com/9dr94V1zY5
— Tv9 Gujarati (@tv9gujarati) March 10, 2022
ઉત્તરપ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસ અને સપાની હાર પર લોકોએ કેવો કટાક્ષ કર્યો, જુઓ આ વીડિયો#Viral #ViralVideo #ElectionResults2022 #ElectionResults #UPElectionResult2022 #YogiJiOnceAgain #Yogi_TheBulldozerKing #TV9ElectionResults #TV9News pic.twitter.com/Uy18fMPqat
— Tv9 Gujarati (@tv9gujarati) March 10, 2022
આ પણ વાંચો : Dang માં તાપી-પાર- નર્મદા રિવર લિંકને લઈને શુક્રવારે વિરોધ રેલીનું આયોજન, આદિવાસી લોકો મોટી સંખ્યામાં જોડાશે
આ પણ વાંચો : Dahod ની સ્માર્ટ સીટી માટેની કમિટીમાં સ્થાનિક ધારાસભ્યનો સમાવેશ કરવા માંગ
Published On - 6:23 pm, Thu, 10 March 22