OMG: આ છે દુનિયાનું સૌથી અમીર બાળક, નવ વર્ષની ઉંમરમાં પ્રાઈવેટ પ્લેનનો માલિક છે આ ટેણિયો

|

Feb 14, 2022 | 4:45 PM

આ બાળક આટલી નાની ઉંમરે બ્રાન્ડેડ કપડાં, બ્રાન્ડેડ શૂઝ, મોંઘી ઘડિયાળો, બંગલો, કાર બધું જ ધરાવે છે. આટલું જ નહીં આ બાળક પાસે પોતાનું પ્રાઈવેટ જેટ પણ છે અને તેની પાસે સુપર કારનું પણ શાનદાર કલેક્શન છે.

OMG: આ છે દુનિયાનું સૌથી અમીર બાળક, નવ વર્ષની ઉંમરમાં પ્રાઈવેટ પ્લેનનો માલિક છે આ ટેણિયો
Mompha Junior (File Photo)

Follow us on

Viral: દુનિયામાં એવા ઘણા લોકો છે જેઓ ભવ્ય લાઈફસ્ટાઈલ (Lavish lifestyle) જીવવાના શોખીન હોય છે. આ માટે તેઓ દિવસ-રાત મહેનત કરે છે, જ્યારે ઘણા લોકો તેના પૂર્વજોના વારસાને લીધે જન્મથી જ અમીર બની જાય છે. ત્યારે સૌથી અમીર લોકોની યાદીમાં આ બાળકનો પણ સમાવેશ થઈ ગયો છે. આ પડાવ સુધી પહોંચવામાં પિતાને વર્ષો લાગ્યા હશે, પરંતુ આ બાળક 9 વર્ષની નાની ઉંમરે જ આ સિદ્ધિ મેળવી લીધી અને સૌથી ધનિક બાળક બની ગયો. જેની ઉંમર માત્ર 9 વર્ષ છે, પરંતુ તેની પાસે એટલી બધી સંપત્તિ છે કે તેને જોનારાની આંખો ખુલ્લી રહી જાય.

મોમ્ફા જુનિયરનું વૈભવી જીવન

અમે વાત કરી રહ્યા છીએ મોમ્ફા જુનિયરની,(Mompha Junior) જેની ઉંમર માત્ર નવ વર્ષની છે. આ બાળક આટલી નાની ઉંમરે બ્રાન્ડેડ કપડાં, બ્રાન્ડેડ શૂઝ, મોંઘી ઘડિયાળો, બંગલો, કાર બધું જ ધરાવે છે. આટલું જ નહીં આ બાળક પાસે પોતાનું પ્રાઈવેટ જેટ પણ છે અને તેની પાસે સુપર કારનું પણ શાનદાર કલેક્શન છે. તેની શાનદાર જીવનશૈલી જોઈને તેને દુનિયાનો સૌથી નાનો અબજોપતિ કહેવામાં આવે છે. તમને જણાવી દઈએ કે નાઈજીરિયાના (Nigeria) લાગોસમાં રહેતા મોમ્ફા જુનિયર બિલિયોનેર નાઈજીરિયન ઈન્ટરનેટ સેલિબ્રિટી ઈસ્માઈલિયા મુસ્તફા મોહમ્મદ અવલ મુસ્તફાનો પુત્ર છે.

Whatsapp પર અજાણ્યા નંબર પરથી વારંવાર આવે છે મેસેજ? તો કરી લો બસ આટલું
Tips and Tricks : શું તમે પીળી ટોયલેટ સીટથી કંટાળી ગયા છો? આ રીતે સાફ કરીને કમાલ જુઓ
કરોડોમાં પગાર, લિમોઝીન કાર, વ્હાઇટ હાઉસ... ટ્રમ્પને અમેરિકી રાષ્ટ્રપતિ તરીકે મળશે આ સુવિધાઓ
Vastu tips : તોડ-ફોડ વગર સીડીનો વાસ્તુ દોષ કરો દૂર, ફક્ત આ ઉપાયો અપનાવો !
Neem Karoli Baba: નીમ કરોલી બાબાએ કહ્યું કે, આ 3 લોકોના હાથમાં ક્યારેય નથી ટકતા પૈસા
Neeraj Chopra Wife: કોણ છે હિમાની મોર જે બની ગોલ્ડન બોય નીરજ ચોપરાની પત્ની ?

ઇન્સ્ટાગ્રામ પર 1 મિલિયન ફોલોઅર્સ

મોમ્ફા પ્રાઇવેટ જેટ દ્વારા જ વિશ્વની મુસાફરી કરે છે. મોમ્ફાનું સાચું નામ મોહમ્મદ અવલ મુસ્તફા છે. તેના ઈન્સ્ટાગ્રામ પર 1 મિલિયન ફોલોઅર્સ છે. મોમ્ફા અવારનવાર સોશિયલ મીડિયા પર પોતાની લક્ઝરી લાઈફ જેમકે, ખાનગી જેટ, કાર શો અને બંગલા સાથેની તસવીરો શેર કરતો રહે છે.

આ પણ વાંચો : સરકાર દ્વારા 54 ચીની એપ પર બેન લાગતા જ ટ્વિટર પર છવાયા મીમ્સ, યુઝર્સે કહ્યું ‘કલેજાને ઠંડક મળી ગઈ’

Next Article