ઉંદરે કરી સોનાની ચોરી ! CCTVમાં કેદ થઈ અનોખી ઘટના, જુઓ Video

જ્વેલરી દુકાનમાં અનોખી ઘટના બની, જ્યાં એક ઉંદરે સોનાના દાગીના (વીંટી, ચેઇન) પોતાની બખોલમાં લઈ જતો CCTVમાં કેદ થયો. દુકાનદારોને શરૂઆતમાં ચોરીની શંકા હતી, પરંતુ ફૂટેજ તપાસતા ઉંદર ગુનેગાર નીકળ્યો.

ઉંદરે કરી સોનાની ચોરી ! CCTVમાં કેદ થઈ અનોખી ઘટના, જુઓ Video
| Updated on: Jul 30, 2026 | 5:01 PM

કર્ણાટકના તુમકુરુ શહેરમાં આવેલી એક જ્વેલરી દુકાનમાં એક એવી ઘટના સામે આવી છે, જેને સાંભળીને સૌ કોઈ આશ્ચર્યમાં પડી ગયા છે. અહીં કોઈ ચોર નહીં, પરંતુ એક ઉંદર સોનાના દાગીના પોતાની બખોલમાં લઈ જતો હોવાનું CCTV કેમેરામાં કેદ થયું. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર પણ ચર્ચાનો વિષય બન્યો છે.

ઘટનાની જાણ ત્યારે થઈ જ્યારે ગુરુવારે સવારે દુકાનના કર્મચારીઓ રોજની જેમ સ્ટોકની તપાસ કરી રહ્યા હતા. તપાસ દરમિયાન તેમને સોનાની 10 વીંટી અને સોનાની 2 ચેઇન ગાયબ હોવાનું જણાયું. શરૂઆતમાં કર્મચારીઓને શંકા ગઈ કે દુકાનમાં ચોરી થઈ હશે, તેથી તેમણે તરત જ CCTV ફૂટેજ તપાસવાનું શરૂ કર્યું.

પ્રારંભિક તપાસમાં કોઈ શંકાસ્પદ વ્યક્તિ દુકાનમાં પ્રવેશતી કે દાગીના લઈ જતી જોવા મળી નહોતી. જોકે, બીજી એક ટ્રેમાં માત્ર દાગીનાના ટેગ્સ પડ્યા હોવાનું ધ્યાનમાં આવતા કર્મચારીઓને લાગ્યું કે મામલો સામાન્ય ચોરીનો નથી. ત્યારબાદ તેમણે આખી રાતનું CCTV ફૂટેજ ફરીથી ધ્યાનથી જોયું.

સવારે લગભગ 4 વાગ્યાના સમયે CCTVમાં એક ઉંદર સોનાની વીંટી ખેંચીને લઈ જતો સ્પષ્ટ રીતે જોવા મળ્યો. આગળની ફૂટેજમાં ઉંદર એક પછી એક દાગીના દુકાનની અંદર આવેલા મોટા બખોલમાં લઈ જતો હોવાનું પણ સામે આવ્યું.

ત્યારબાદ કર્મચારીઓએ ઉંદર જે બખોલમાં જતો હતો તેની તપાસ કરી. આશ્ચર્યજનક રીતે ત્યાંથી તમામ સોનાની 10 વીંટીઓ અને સોનાની 2 ચેઇન સુરક્ષિત હાલતમાં મળી આવી. આમ, ઉંદરની આ અનોખી હરકતને કારણે થોડા સમય માટે દુકાનમાં હલચલ મચી ગઈ હતી, પરંતુ અંતે તમામ કિંમતી દાગીના મળી આવતા દુકાન સંચાલકોએ રાહતનો શ્વાસ લીધો.

આ અનોખી ઘટનાએ લોકોમાં ભારે રસ જગાવ્યો છે. સામાન્ય રીતે ચોરીના CCTV વીડિયો જોવા મળે છે, પરંતુ અહીં એક ઉંદર કિંમતી સોનાના દાગીના પોતાની બખોલમાં લઈ જતો જોવા મળતાં આ ઘટના સોશિયલ મીડિયા પર પણ ઝડપથી વાયરલ થઈ રહી છે.

રીલના ચક્કરમાં ચાલતી ટ્રેનના દરવાજા પર લટકી મહિલા, વીડિયો થયો વાયરલ

Follow Us
Loading...
Unable to load recommendations.